IBSA Games: ભારતીય ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ
T20 ક્રિકેટનો પ્રથમ વખત વિશ્વ અંધ રમતોત્સવમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યાં ભારતની મહિલા અને પુરૂષ બંને ટીમો ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલમાં જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરૂષ ટીમ ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે.
આગામી વનડે વિશ્વકપ ભારતમાં યોજાનાર છે, આ માટે તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. આ દરમિયાન ભારત માટે ક્રિકેટમાં મોટા સમાચાર સામ આવ્યા છે. ભારતીય બ્લાઈંડ મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડના બર્મિગહામમાં રમાઈ રહેલ વિશ્વ બ્લાઈન્ડ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગેમ્સમાં પ્રથમવાર ટી20 ક્રિકેટને સામેલ કરવામાં આવી છે. જેમાં ભારતીય બ્લાઈન્ડ મહિલા ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યુ હતુ. આમ વિશ્વ બ્લાઈન્ડ ગેમ્સમાં પ્રથમ વાર ક્રિકેટ ચેમ્પિયન બન્યુ છે.
શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઈ હતી. ટી20 ફોર્મેટની આ ક્રિકેટ મેચ ફાઈનલમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાને પછાડી દીધુ હતુ. ઓસ્ટ્રેલિયન બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ સસ્તામાં જ રોકાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 114 રન માંજ 8 વિકેટ ગુમાવીને નિર્ધારીત ઓવરના અંતે રોકાઈ હતી.
4 ઓવરમાં જ રચી દીધો ઈતિહાસ
ભારતીય ટીમની ઈનીંગ શરુ થતા જ વરસાદ વરસવો શરુ થયો હતો. ભારતીય ટીમ સહિત ચાહકોનોને પણ ચિંતા સતાવવા લાગી હતી. પરંતુ આ દરમિયાન વરસાદ રોકાઈ જતા ભારતીય બ્લાઈન્ડ મહિલા ક્રિકેટ ટીમ સામે 44 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. આ લક્ષ્યને માત્ર 9 ઓવરમાં જ પાર કરવાનુ હતુ. જોકે આ ટાર્ગેટ ભારત માટે આસાન હતુ અને તેને સરળતાથી પાર પાડી લીધુ હતુ.
ટીમ ઈન્ડિયાએ માત્ર 4 ઓવરમાં જ લક્ષ્યને પાર કરી લઈને ઈતિહાસ રચી દીધો હતો. માત્ર એક જ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય પાર કરી લેતા 9 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આમ ભારતીય ટીમ ઈબ્સા વિશ્વ ગેમ્સમાં પ્રથમ ક્રિકેટ ચેમ્પિયન બની હતી.
History made at @Edgbaston! India are our first ever cricket winners at the IBSA World Games!
Australia VI Women 114/8 India VI Women 43/1 (3.3/9)
India VI Women win by 9 wickets.
Will Cheshire pic.twitter.com/1Iqx1N1OCW
— IBSA World Games 2023 (@IBSAGames2023) August 26, 2023
પુરુષ ટીમ પાકિસ્તાન સામે ટકરાશે
ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળનારી છે. મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. હવે સૌની નજર ભારત-પાકિસ્તાન મેચ પર ઠરી છે. આમ મહિલા ક્રિકેટ ટીમની માફક પુરુષ ટીમમાં પણ ગોલ્ડ મેડલ સાથે સ્વદેશ પરત ફરે એવી આશા રાખવામાં આવી રહી છે. આમ મહિલા અને પુરુષ બંને ટીમ ચેમ્પિયન બનવાની આશા ભારતીય ક્રિકેટ ચાહકો રાખી રહ્યા છે.