IPL 2021 Auctionમાં કેટલા ગુજરાતી ચહેરા ? જુઓ કેવો છે તેમનો રેકોર્ડ ?

IPLની 14મી સીઝન માટે મિની ઓક્શન ચેન્નઈમાં યોજાશે. આ વખતે ઓક્શનમાં ભારતના ઘરેલું ટૂર્નામેન્ટ્સમાં નીકળેલા અનેક શાનદાર ખેલાડીઓ સામેલ થઈ રહ્યાં છે. આ ખેલાડીઓએ ડોમેસ્ટિક લેવલ પર પોતાની યોગ્યતા પુરવાર કરી છે. 20 લાખ બેઝ પ્રાઈઝ ધરાવનાર વડોદરાના વિષ્ણુ સોલંકી, કેદાર દેવધર, અવિ બારોટ જેવા બેટ્સમેન પર કરોડોની બોલી લાગી શકે છે. તેમનો ટી-20માં સ્ટ્રાઈક […]

IPL 2021 Auctionમાં કેટલા ગુજરાતી ચહેરા ?  જુઓ કેવો છે તેમનો રેકોર્ડ ?
Follow Us:
| Updated on: Feb 17, 2021 | 8:37 PM

IPLની 14મી સીઝન માટે મિની ઓક્શન ચેન્નઈમાં યોજાશે. આ વખતે ઓક્શનમાં ભારતના ઘરેલું ટૂર્નામેન્ટ્સમાં નીકળેલા અનેક શાનદાર ખેલાડીઓ સામેલ થઈ રહ્યાં છે. આ ખેલાડીઓએ ડોમેસ્ટિક લેવલ પર પોતાની યોગ્યતા પુરવાર કરી છે. 20 લાખ બેઝ પ્રાઈઝ ધરાવનાર વડોદરાના વિષ્ણુ સોલંકી, કેદાર દેવધર, અવિ બારોટ જેવા બેટ્સમેન પર કરોડોની બોલી લાગી શકે છે. તેમનો ટી-20માં સ્ટ્રાઈક રેટ 120થી વધુની છે.

વિષ્ણુ સોલંકી

1. વિષ્ણુ સોલંકી (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા) વડોદરાના આ ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં પોતાના પરફોર્મન્સથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેને ટૂર્નામેન્ટમાં 8 મેચમાં 53.40ના સરેરાશથી 267 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 128.36ની રહી. જેમાંથી 219 રન તેને અંતિમ 5 મેચમાં બનાવ્યા. સોલંકીએ છેલ્લી 5 ઈનિંગમાં 28, 59, 71 (ક્વાર્ટરફાઈનલ), 12 (સેમીફાઈનલ), 49 (ફાઈનલ) રન બનાવ્યા. સોલંકીએ ટૂર્નામેન્ટમાં 21 ચોગ્ગા અને 12 છગ્ગા લગાવ્યા. જો કે તેની ટીમને ફાઈનલમાં તમિલનાડુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

કેદાર દેવધર

2. કેદાર દેવધર (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા) વડોદરાના કેદાર સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટના બીજા હાઈએસ્ટ રન સ્કોરર છે. તેઓએ 2021ની સીઝનમાં 69.80ની સરેરાશથી 349 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 113.68ની રહી. ટોપ રન સ્કોરર નારાયણ જગદીશન પહેલાંથી જ IPL ફ્રેન્ચાઈઝી સાથે જોડાય ગયો છે. એવામાં દેવધર અનેક ફ્રેન્ચાઈઝની નજરમાં હોય શકે છે. તેને ટૂર્નામેન્ટમાં 35 ચોગ્ગા અને 11 છગ્ગા લગાવ્યા. તેનો હાઈએસ્ટ સ્કોર નોટઆઉટ 99 રન રહ્યો. કૃણાલ પંડયાની ગેરહાજરીમાં તેને પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમને ટૂર્નામેન્ટના ફાઈનલમાં પણ પહોંચાડી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શેલ્ડન જેકસન

3. શેલ્ડન જેક્સન (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા) 34 વર્ષના સૌરાષ્ટ્રના આ બેટ્સમેને ટૂર્નામેન્ટમાં પોતાના એક્સપીરિંયનો ભરપૂર ઉપયોગ કર્યો. તેને પુડ્ડુચેરી માટે 5 મેચમાં 80.66ની સરેરાશથી 242 રન બનાવ્યા. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર નોટઆઉટ 106 રન રહ્યો. આ સીઝનમાં તેને એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી મારી. સાથે જ 20 ચોગ્ગા અને 13 છગ્ગા પણ લગાવ્યા. જેક્સનને 2012માં કોલકાતા નાઈટરાઈડર્સે સાઈન કર્યો હતો. જે બાદ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ખરીદ્યો હતો. જો કે તે વધુ મેચ ન રમી શક્ય અને તેને રિલીઝ કરી દેવામાં આવ્યો. ફોર્મમાં ચાલી રહેલો જેક્સન IPLની 14મી સીઝનમાં કોઈ પણ ટીમ માટે ફાયદાકારક ડીલ સાબિત થઈ શકે છે.

અતીત શેઠ

4. અતીત સેઠ (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા) આ બોલિંગ ઓલરાઉન્ડર સૈયદ મુશ્તાક ટૂર્નામેન્ટમાં કન્સિસટન્ટ પરફોર્મર રહ્યો. કેપ્ટને જ્યારે પણ તેની બોલિંગ પર મદાર રાખ્યો ત્યારે તેને વિકેટ લઈને પોતાની યોગ્યતા દેખાડી. તેનું પરિણામ એ રહ્યું કે તે ટૂર્નામેન્ટમાં ટોપ-10 વિકેટ ટેકરમાંથી એક છે. તેને 8 મેચમાં 7.10ની ઈકોનોમી અને 18.63ની સરેરાશથી 11 વિકેટ લીધી. તેને અત્યાર સુધીમાં 34 ટી-20 મેચ રમ્યા. જેમાં 71.50ની સરેરાશથી 143 રન બનાવ્યા અને 7.55ની ઈકોનોમીથી 46 વિકેટ લીધી. ફર્સ્ટ ક્લાસમાં તેને 21 મેચમાં 29.36ની સરેરાશથી 734 રન અને 64 વિકેટ મેળવી છે.

અવિ બારોટ

5. અવિ બારોટ (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા) ગુજરાતના આ બેટ્સમેને સૈયદ મુશ્તાક ટ્રોફીની 2021ની સીઝનમાં પોતાની શાનદાર બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા. ટૂર્નામેન્ટ દરમિયાન તેને લાંબા શોટને બદલે ઓર્તોડોક્સ શોટ્સ માર્યા. ટૂર્નામેન્ટમાં તે સૌથી વધુ રન બનાવવાના મામલામાં નારાયણ જગદીશન, કેદાર દેવધર, પ્રભસિમરન સિંહ પછી ચોથા નંબરે રહ્યો. બરોતે ટૂર્નામેન્ટમાં 5 મેચમાં 56.60ની સરેરાશથી 283 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 180થી વધુની રહી. આ સીઝનમાં તેનો હાઈએસ્ટ સ્કોર 122 રનનો રહ્યો. શાનદાર બેટિંગના કારણે તે અનેક ટીમની રડાર પર હશે.

6. લુકમાન મેરીવાલા (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા) 29 વર્ષના ફાસ્ટ બોલર લુકમાન સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ મેળવનાર બીજો બોલર રહ્યો. તેને 8 મેચમાં 6.51ની ઈકોનોમીથી 15 વિકેટ લીધી. જેમાં એક ઈનિંગમાં 5 વિકેટ પણ સામેલ છે. ટૂર્નામેન્ટ દરમિયાન તેની સરેરાશ 13.26ની રહી. એટલે કે દરેક 13 બોલ પર તેને વિકેટ મળી. IPL ઓક્શનમાં અનેક ટીમ પાસે સારા પેસ બોલર્સની ખોટ છે. એવામાં લુકમાન એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

આમ, આ હરાજીની યાદીમા વડોદરાના 9 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીસીએ, સૌરાષ્ટ્રના કુલ મળીને 17 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી 9 ખેલાડીઓ માત્ર વડોદરા ના છે. જે ગુજરાત રાજ્ય માટે ખરેખર ગૌરવની વાત છે.

વડોદરાના આ નવ ખેલાડીઓમાં વિષ્ણુ સોલંકી, અતીત શેઠ, કેદાર દેવધર, લુકમાન મેરીવાલા, અંશ પટેલ, સ્મીત પટેલ, લેટેસ્ટ કુમાર અને કાર્તિક કાકડેનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રના 4 ખેલાડીઓમાં પ્રેરક માંકડ, અવી બારોટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">