પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળશે ભારતના વિઝા, વર્લ્ડ કપમાં રમવાનો રસ્તો ખુલ્લો

|

Dec 07, 2022 | 4:29 PM

અગાઉ પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલ (PBCC) એ મંગળવારે એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો હતો કે ટીમને ભારતીય વિદેશ મંત્રાલય તરફથી પરવાનગી મળી નથી.

પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળશે ભારતના વિઝા, વર્લ્ડ કપમાં રમવાનો રસ્તો ખુલ્લો
પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળશે ભારતના વિઝા
Image Credit source: Twitter

Follow us on

તમામ અટકળો અને મૂંઝવણો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હાલમાં ભારત દ્વારા યોજાઈ રહેલા બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનના ખેલાડીઓ અને અધિકારીઓને વિઝા મંજૂર કર્યા છે. ગૃહ મંત્રાલય પાકિસ્તાનના 34 ખેલાડીઓ અને અધિકારીઓને વિઝા આપવા માટે રાજી થઈ ગયું છે. ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ વિદેશ મંત્રાલય પાકિસ્તાન ખેલાડીઓ અને અધિકારીઓને વિઝા આપશે. જેથી તેઓ ભારતમાં 5થી 17 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે. મંત્રાલયે એક અધિકારીને કહ્યું કે, ગૃહ મંત્રાલયે બ્લાઈન્ડ વર્લ્ડકપમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના 34 ખેલાડીઓ અને અધિકારીઓને વિઝા માટે મંજૂરી મળી ગઈ છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઉભી થઈ મુસીબત

આ પહેલા પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલ (PBCC)એ મંગળવારના રોજ એક નિવેદન જાહેર કરી દાવો કર્યો હતો કે ટીમને ભારતીય વિદેશ મંત્રાલય પાસેથી પરવાનગી મળી નથી. પીબીસીસીએ એક નિવેદનમાં કહ્યું આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પાકિસ્તાનની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ મુસીબતમાં છે. આ ભેદભાવપૂર્ણ કાર્યવાહી કરવા માટે બ્લાઇન્ડ ક્રિકેટને ગંભીર પરિણામ ભોગવવાનું રહેશે કારણ કે, અમે બ્લાઈન્ડ ક્રિકેટ પાસે તેના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની માંગ કરીશું, જેથી ભારતને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની યજમાની ન મળે.

23 નવેમ્બરે આપ્યું હતુ આવેદન

પાકિસ્તાન છેલ્લે ટી 20 વર્લ્ડકપમાં બીજા સ્થાને રહ્યું હતુ. પાકિસ્તાનની બ્લાઈન્ડ ક્રિકેટ સંઘે પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાન સ્પર્ધામાં ભાગ લઈ શકતું નથી અને સ્પર્ધાનો કાર્યક્રમ ફરીથી જાહેર કરવામાં આવે. કરાચીમાં પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલે સોમવારે જણાવ્યું હતું કે વિઝાની સમસ્યાને કારણે ટીમનું પ્રસ્થાન વિલંબિત થયું છે. PBCCના એક અધિકારીએ કહ્યું હતું કે “આજથી ટુર્નામેન્ટ શરૂ થઈ રહી હોવા છતાં ભારતીય અધિકારીઓએ હજુ સુધી અમને વિઝા આપ્યા નથી. અમે 23 નવેમ્બરે જ વિઝા માટે અરજી કરી હતી અને અમે બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલને આ બાબતની તપાસ માટે પત્ર પણ મોકલ્યો હતો.

7 ટીમ લેશે ભાગ

પાકિસ્તાનની ટીમને મંજુરી મળ્યા બાદ હવે 12 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 7 ટીમ ભારત, પાકિસ્તાન,બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા,શ્રીલંકા, નેપાલ અને સાઉથ આફ્રિકાની ટીમ ભાગ લેશે. મેચ ફરીદાબાદ, દિલ્લી, મુંબઈ,ઈન્દોર અને બેંગ્લુરુમાં રમાશે.

Next Article