AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs SA: વર્ષ 2025 ની સૌથી મોટી જીત! આફ્રિકાને રેકોર્ડ માર્જિનથી હરાવી કાંગારૂએ ‘ઇતિહાસ’ રચ્યો

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને ઘૂંટણીયે લાવી દીધું હતું. જણાવી દઈએ કે, કાંગારૂએ ODI ક્રિકેટમાં રનના માર્જિનથી બીજી સૌથી મોટી જીત મેળવી છે.

AUS vs SA: વર્ષ 2025 ની સૌથી મોટી જીત! આફ્રિકાને રેકોર્ડ માર્જિનથી હરાવી કાંગારૂએ 'ઇતિહાસ' રચ્યો
Image Credit source: Albert Perez/Getty Images
| Updated on: Aug 24, 2025 | 6:35 PM
Share

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને ‘ગ્રેટ બેરિયર રીફ એરેના’ સ્ટેડિયમમાં હરાવીને બીજી સૌથી મોટી જીત હાંસલ કરી છે. કાંગારૂ ટીમે ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને કેમેરોન ગ્રીનની સદીની મદદથી 431 રનનો વિશાળ સ્કોર કર્યો હતો.

હવે આના જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 155 રનમાં સમેટાઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2025 માં ODI માં આ કોઈપણ ટીમની સૌથી મોટી જીત છે. ઓસ્ટ્રેલિયા તરફથી 4 બેટ્સમેને 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.

ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ

જણાવી દઈએ કે, ભારતે ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે વર્ષ 2023 માં શ્રીલંકાને 317 રનના માર્જિનથી હરાવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2025 માં 276 રનના માર્જિનથી આફ્રિકાને હરાવીને સૌથી મોટી જીત નોંધાવી છે. અગાઉ, વર્ષ 2025 માં સૌથી મોટી જીતનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે હતો, જેણે મે મહિનામાં વેસ્ટ ઇન્ડીઝને 238 રનથી હરાવ્યું હતું.

Historic Win for Australia as Kangaroos Defeat South Africa by Record Margin in ODI Cricket 2025

હાલની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે 276 રનની ભવ્ય જીત મેળવી, જે અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાઈ રહી છે. તે સિવાય ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામે 238 રનની જીત મેળવી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાનને 202 રનથી હરાવ્યું હતું. વધુમાં વેસ્ટ ઇન્ડીઝે આયર્લેન્ડ સામે 197 રનની જીત નોંધાવી હતી. આ સાથે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે 174 રનની જીત મેળવી હતી.

3 સદી અને 1 અડધી સદી

ઓસ્ટ્રેલિયા માટે ચાર બેટ્સમેનોમાંથી ત્રણે સદી ફટકારી અને એકે અડધી સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ વચ્ચે પ્રથમ વિકેટ માટે 250 રનની ભાગીદારી થઈ હતી. હેડે 142 રન બનાવ્યા અને કેપ્ટન માર્શે 100 રન બનાવ્યા. નંબર-3 પર બેટિંગ કરવા આવેલ કેમેરોન ગ્રીન 55 બોલમાં તોફાની 118 રન બનાવીને અણનમ રહ્યો અને એલેક્સ કેરીએ પણ 37 બોલમાં અણનમ 50 રન બનાવ્યા.

ત્રીજી ODIમાં આફ્રિકન બેટ્સમેન ‘ફ્લોપ’

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પાસે ઓસ્ટ્રેલિયન બોલર્સનો કોઈ તોડ જ નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી કૂપર કોનોલીએ 5 વિકેટ ખેરવી હતી. બીજીબાજુ, સાઉથ આફ્રિકા તરફથી ડેવાલ્ડ બ્રેવિસે સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. બ્રેવિસ સિવાય બાકીના બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યા નહોતા.

જણાવી દઈએ કે, ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા ભલે જીત્યું હોય પરંતુ સિરીઝ તો દક્ષિણ આફ્રિકાના નામે રહી છે. આફ્રિકાએ વનડે સિરીઝ 2-1થી જીતી લીધી છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">