“તેને સન્માન મળવું જોઇએ”- સાહા અને બોરિયા મજુમદારના વિવાદ પર પાર્થ જિંદાલે કર્યો પત્રકારને સપોર્ટ

|

Mar 06, 2022 | 1:38 PM

પાર્થ જિંદાલે એ પણ કહ્યું કે બોરિયા મજુમદાર સૌથી જાણીતા રમત પત્રકારોમાંથી એક છે.

તેને સન્માન મળવું જોઇએ- સાહા અને બોરિયા મજુમદારના વિવાદ પર પાર્થ જિંદાલે કર્યો પત્રકારને સપોર્ટ
Wriddhiman Saha, Boria Majumdar and Parth Jindarl

Follow us on

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજુમદારે (Boria Majumdar) 5 માર્ચ 2022ના રોજ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં આરોપ લગાવ્યો હતો કે રિદ્ધિમાન સાહાએ (Wriddhiman Saha) તેમના દ્વારા વોટ્સએપ પર મોકલેલા સંદેશાઓ સાથે ચેડા કર્યા હતા અને દરેકને સ્ક્રીનશોટ રજૂ કર્યા હતા. બોરિયા મજમુદારે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સાહાએ તેની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે અને તેણે એમ પણ કહ્યું કે તેણે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ને સુનાવણી માટે વિનંતી કરી છે.

બોરિયા મજુમદારે એમ પણ કહ્યું કે તેણે સાહા સામે માનહાનિની ​​નોટિસ પણ જારી કરી છે. પોતાના ટ્વીટમાં મજુમદારે લખ્યું, “દરેક વાર્તાની હંમેશા બે બાજુ હોય છે. સાહાએ મારી વોટ્સએપ ચેટ્સ સાથે છેડછાડ કરી છે, જેણે મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. મેં BCCIને નિષ્પક્ષ તપાસ માટે વિનંતી કરી છે. મારા વકીલ રિદ્ધિમાન સાહાને માનહાનિની ​​નોટિસ મોકલી રહ્યા છે. સત્યનો વિજય થાય.”

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અને હવે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ફ્રેન્ચાઇઝીના માલિક, પાર્થ જિંદાલે ટ્વીટ કર્યું કે તેઓ બોરિયા મજુમદારને લાંબા સમયથી ઓળખે છે, અને ઉમેર્યું કે બોરિયા એક એવી વ્યક્તિ છે જે હંમેશા ભારતીય રમત માટે શ્રેષ્ઠ ઈચ્છે છે. બોરિયા મજુમદાર સૌથી વધુ જાણકાર સ્પોર્ટ્સ પત્રકારોમાંના એક હોવાનું જણાવતાં જિંદાલે કહ્યું કે તેઓ સન્માનને પાત્ર છે. જોકે, બાદમાં જિંદાલે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.

 

અહીં જુઓ બોરિયા મજુમદારનું ટ્વીટ

પાર્થ જિંદાલે ટ્વીટ કર્યું, “બોરિયા મજુમદારે તે ઘણા લાંબા સમયથી ઓળખે છે અને જાણે છે કે તેના લોહી અને નશમાં ભારતીય રમત સિવાય કઇ પણ નથી. ભારતના સૌથી સારા અને જાણકાર રમત પત્રકારોમાંના એક છે. તે સન્માન અને સુનવણીને પાત્ર છે.

 

અહીં જુઓ પાર્થ જિંદાલનું ટ્વીટ, જે તેણે થોડા સમય બાદ ડિલીટ કરી દીધું હતું

Parth Jindal Deleted Tweet

 

રિદ્ધિમાન સાહાની વાત કરીએ તો શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરિઝમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જેને પગલે તે નારાજ થયો હતો. સાહાએ 40 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 30ની એવરેજથી 1353 રન બનાવ્યા છે. આ વિકેટકીપર બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 3 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.

 

આ પણ વાંચો : શેન વોર્નના નિધનને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો, વાંચો આ અહેવાલ

આ પણ વાંચો : Wriddhiman Sahaના ટ્વીટ અને ઈન્ટરવ્યુ પર બીસીસીઆઈ એક્શનમાં, મામલાની તપાસ કરશે, દોષિતો સામે પગલાં લેશે

Published On - 1:38 pm, Sun, 6 March 22

Next Article