IND VS NZ: હર્ષલ પટેલ પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇનીંગમાં આશ્વર્યજનક રીતે ગુમાવી બેઠો વિકેટ, અત્યાર સુધીમાં બીજો ભારતીય બેટ્સમેન બન્યો

|

Nov 21, 2021 | 10:16 PM

કોલકાતા T20માં હર્ષલ પટેલે (Harshal Patel) 11 બોલમાં 18 રન બનાવ્યા હતા પરંતુ તેણે જે રીતે વિકેટ ગુમાવી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

IND VS NZ: હર્ષલ પટેલ પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇનીંગમાં આશ્વર્યજનક રીતે ગુમાવી બેઠો વિકેટ, અત્યાર સુધીમાં બીજો ભારતીય બેટ્સમેન બન્યો
Harshal Patel

Follow us on

IPL 2021માં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયા (Team India0 માં ડેબ્યૂ કરનાર હર્ષલ પટેલે (Harshal Patel) મેન ઓફ ધ મેચ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. બીજી મેચમાં પણ હર્ષલ પટેલનું નામ ચર્ચામાં હતું. આ વખતે હર્ષલે તેની બેટિંગ અને આઉટ થવાથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું. હર્ષલ પટેલે કોલકાતા T20માં ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે 11 બોલમાં 18 રન બનાવ્યા હતા. તેના બેટમાં 1 છગ્ગા અને 2 ચોગ્ગા હતા પરંતુ આ ખેલાડી જે રીતે આઉટ થયો તે જોઈને બધા ચોંકી ગયા.

હર્ષલ પટેલ 19મી ઓવરમાં લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. ફર્ગ્યુસને ત્રીજો બોલ ઓફ-સ્ટમ્પની બહાર ફેંક્યો જે ધીમો બોલ હતો. હર્ષલે બોલને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ક્રિઝની અંદર એટલો હતો કે શોટ રમતી વખતે બેટ તેની વિકેટ સાથે અથડાયું. હર્ષલ જે રીતે આઉટ થયો તે જોઈને કોમેન્ટેટર્સ પણ દંગ રહી ગયા. પહેલા કોમેન્ટેટર્સને લાગતું હતું કે હર્ષલ કેચ આઉટ થયો હતો, પરંતુ રિપ્લે જોયા બાદ જાણવા મળ્યું કે તેનું બેટ વિકેટ પર વાગ્યું હતું.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

 

હિટ વિકેટ આઉટ થનાર બીજો બેટ્સમેન

હર્ષલ પટેલ ભારતનો બીજો એવો બેટ્સમેન છે જે T20 ઈન્ટરનેશનલમાં હિટ આઉટ થયો હોય. તેના પહેલા વર્ષ 2018માં કેએલ રાહુલ પણ હિટ વિકેટ પર આઉટ થયો હતો. રસપ્રદ વાત એ છે કે કેએલ રાહુલ પણ 18 રન બનાવીને વિકેટ આઉટ થયો હતો. જો કે હર્ષલ હિટ વિકેટ આઉટ થયો હતો, પરંતુ તેના 18 રનોએ ચાહકોનું દિલ જીતી લીધું હતું. હર્ષલે તેની ઇનિંગમાં બે ચોગ્ગા અને લોકી ફર્ગ્યુસનની બોલ પર લાંબી સિક્સર ફટકારી હતી.

હર્ષલ પટેલે જે રીતે બેટિંગ કરી તે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા એક મીડિયમ પેસર ઓલરાઉન્ડરની શોધમાં છે અને તેની ઝલક હર્ષલ પટેલમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હર્ષલ પટેલ તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા માટે ઓપનિંગ કરતા જોવા મળ્યો હતો. હર્ષલે મેઘાલય સામે 40 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી જેમાં તેણે 7 સિક્સર ફટકારી હતી. જો હર્ષલ પટેલ બોલિંગની સાથે સારી બેટિંગ કરશે તો તેના નામની ટી-20 વર્લ્ડ કપ 2022 માટે ચોક્કસપણે વિચાર કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: રોહિત શર્માએ વિરાટ કોહલીને આ મામલે આપ્યો ઝટકો, હિટમેને નોંધાવ્યો વિક્રમ

 

આ પણ વાંચોઃ  IND VS NZ: રોહિત શર્માએ કેપ્ટનશિપ સંભાળ્યાબાદ ટોસમાં નસીબે યારી આપતા વિરાટ કોહલી થવા લાગ્યો ટ્રોલ

 

Published On - 9:49 pm, Sun, 21 November 21

Next Article