AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરમનપ્રીત કૌરના ગુસ્સાથી ટીમ ઈન્ડિયાને નુકસાન, ભારતીય કેપ્ટન એશિયન ગેમ્સમાં નહીં રમે!

બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં હરમનપ્રીતે અમ્પાયરના નિર્ણય પર ગુસ્સો દર્શાવતા બેટથી સ્ટમ્પ ઉડાવી નાખ્યા હતા અને પછી અમ્પાયર સાથે દલીલ કરી હતી. મેચ બાદ પણ તેણે ખરાબ વર્તન કરવામાં કોઈ કસર છોડી ન હતી.

હરમનપ્રીત કૌરના ગુસ્સાથી ટીમ ઈન્ડિયાને નુકસાન, ભારતીય કેપ્ટન એશિયન ગેમ્સમાં નહીં રમે!
Harmanpreet Kaurs
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 11:40 PM
Share

એવું કહેવાય છે કે ગુસ્સામાં કરવામાં આવેલ કામ કોઈને કોઈ રૂપમાં નુકસાન પહોંચાડે છે. ક્યારેક પોતાની જાત માટે, તો ક્યારેક પોતાના નજીકના લોકો માટે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે અને તેનું કારણ છે ટીમની કેપ્ટન અને સૌથી સિનિયર ખેલાડી હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur). બાંગ્લાદેશ પ્રવાસની છેલ્લી ODI મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌરની ગુસ્સામાં કરેલી હરકતો એશિયન ગેમ્સમાં ટીમને મોંઘી પડી શકે છે.

હરમનપ્રીતનું અશોભનીય વર્તન

બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડે દરમિયાન હરમનપ્રીતે અમ્પાયરોના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. પહેલા તો હરમનપ્રીતે આઉટ આપવા પર ગુસ્સો વ્યક્ત કર્યો અને બેટથી સ્ટમ્પ ઉડાવી નાખ્યા. ત્યારબાદ મેચ બાદ તેણે અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. જો આટલું પૂરતું ન હતું, તો તેણે મેચ પછી બંને ટીમોની ટ્રોફી સાથેના ફોટા દરમિયાન અમ્પાયરોને બોલાવવા બદલ બાંગ્લાદેશી ટીમને પણ ટોણો માર્યો હતો, જે પછી યજમાન ટીમ ત્યાંથી નીકળી ગઈ હતી.

હરમનપ્રીત પર લાગશે પ્રતિબંધ!

હરમનપ્રીત કૌરને આવા હઠીલા અને ખરાબ સ્વભાવના વર્તન માટે સજા થવી નિશ્ચિત છે, જેની જાહેરાત ICC દ્વારા હાલમાં કરવામાં આવી નથી. જોકે, ક્રિકબઝના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આચાર સંહિતાના બે અલગ-અલગ કેસમાં તે દોષી સાબિત થઈ છે. આવી સ્થિતિમાં તેની મેચ ફીમાંથી 75 ટકા કાપવામાં આવશે.

એક ટેસ્ટ, 2 વનડે અથવા 2 T20માંથી બહાર

બીજી સજા વધુ આકરી છે. નિયમો અનુસાર ખેલાડીઓને કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક માટે ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવે છે. આ ભૂલોને કારણે હરમનપ્રીત કૌરને 4 ડીમેરિટ પોઈન્ટ મળવાની આશા છે. જો આવું થાય છે, તો તેણે આગામી શ્રેણીમાં એક ટેસ્ટ અથવા 2 વનડે અથવા 2 T20 મેચમાંથી બહાર બેસવું પડશે.

એશિયન ગેમ્સમાંથી બહાર થઈ જશે!

ભારતીય મહિલા ટીમે હવે સપ્ટેમ્બર મહિનામાં સીધા મેદાન પર ઉતરવાનું છે, જ્યારે ટીમ એશિયન ગેમ્સ માટે ચીન પહોંચશે. એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ ઈવેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈને 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. નિયમો અનુસાર ટોપ રેન્કિંગના કારણે ટીમ ઈન્ડિયાને ક્વાર્ટર ફાઇનલમાં સીધી એન્ટ્રી મળી છે, એટલે કે જો હરમનપ્રીત પર પ્રતિબંધ લગાવવામાં આવશે તો તે ક્વાર્ટર ફાઈનલ મેચ રમી શકશે નહીં.

ભારતીય ટીમને થશે નુકસાન

જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચે છે તો પણ કેપ્ટન તે મેચમાંથી બહાર થઈ જશે. જ્યારે ટીમ ફાઇનલમાં પહોંચશે અને ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરશે ત્યારે જ તેને તક મળશે. હરમનપ્રીત કૌર છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારના ફોર્મમાં છે, તે જોતા તેની ગેરહાજરીમાં ભારતીય ટીમને મોટું નુકસાન થશે.

આ પણ વાંચો : દેવધર ટ્રોફી: KKR સ્ટાર રિંકુ સિંહની લડાયક ફિફ્ટી છતાં સેન્ટ્રલ ઝોનની હાર

સિરીઝ પણ હાથમાંથી ગઈ

ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમો વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. શ્રેણીની છેલ્લી મેચ રોમાંચક રીતે ટાઈ રહી હતી. મેચ ટાઈનું પરિણામ એ આવ્યું કે ભારતીય ટીમ શ્રેણી જીતવાથી ચૂકી ગઈ. ટીમના આવા નિરાશાજનક પ્રદર્શનની ચર્ચા પહેલા તમામ ચર્ચા કેપ્ટન હરમનપ્રીત કૌરના વર્તનની આસપાસ ફરતી હતી અને હવે તેની અસર વધુ જોવા મળશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">