AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: હાર્દિક પંડ્યા બનશે અમદાવાદનો કેપ્ટન, રાશિદ ખાન પણ ટીમ સાથે જોડાશે – રિપોર્ટસ

IPLની નવી ટીમ અમદાવાદે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે.

IPL 2022: હાર્દિક પંડ્યા બનશે અમદાવાદનો કેપ્ટન, રાશિદ ખાન પણ ટીમ સાથે જોડાશે - રિપોર્ટસ
Hardik Pandya-and-Krunal Pandya
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 7:14 PM
Share

IPL 2022 ની મેગા ઓક્શન (IPL 2022 Auction) પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની નવી ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે. પહેલા એવા અહેવાલ હતા કે, શ્રેયસ અય્યર આ ટીમની કમાન સંભાળશે પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કેપ્ટન બનવા જઈ રહ્યો છે. માત્ર હાર્દિક જ નહીં, રાશિદ ખાન પણ અમદાવાદની ફ્રેન્ચાઈઝી (Ahmedbad Franchise) સાથે જોડાવા જઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કર્યો નથી. પીઠની ઈજાને કારણે પંડ્યા પહેલાની જેમ બોલિંગ કરી શકતો નથી અને બેટની સાથે તેનું ફોર્મ પણ ખરાબ થઈ રહ્યું છે, જે બાદ તેને ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. જો કે, IPL 2022 પહેલા, અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ તેને મોટી જવાબદારી સોંપવાનું મન બનાવી લીધું છે.

92 IPL મેચોનો હાર્દિક પંડ્યા પાસે અનુભવ છે અને આ દરમિયાન તેના બેટથી 1476 રન બનાવ્યા છે. પંડ્યાની એવરેજ 27.33 છે અને તેને IPLમાં શ્રેષ્ઠ ફિનિશરોમાં ગણવામાં આવે છે. આ ઉપરાંત પંડ્યાના નામે 42 વિકેટ પણ છે અને તે એક ઉત્તમ ફિલ્ડર પણ છે.

રાશિદ ખાન પણ અમદાવાદમાં જોડાશે

IPLના સર્વશ્રેષ્ઠ લેગ સ્પિનરોમાંથી એક અને મોટા મેચ વિનર રાશિદ ખાન પણ અમદાવાદની ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, અમદાવાદ સાથે તેની વાતચીતને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તે તેના ડ્રાફ્ટ પ્લેયરનો ભાગ બનશે. રાશિદ ખાને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રિટેન કરવાનો ઇનકાર કર્યો હતો. રાશિદ ખાનનો આઈપીએલ રેકોર્ડ શાનદાર છે. આ લેગ-સ્પિનરે 76 મેચમાં 93 વિકેટ લીધી છે અને ઈકોનોમી રેટ માત્ર 6.33 રન પ્રતિ ઓવર છે.

ઈશાન કિશન પણ અમદાવાદનો ભાગ હશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સનો વધુ એક ખેલાડી અમદાવાદ સાથે જોડાવા જઈ રહ્યો છે. વિકેટકીપર ઈશાન કિશન (Ishan Kishan) અમદાવાદ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ડ્રાફ્ટ પ્લેયર બની શકે છે. ઈશાન કિશન વિકેટકીપરની સાથે સાથે વિસ્ફોટક ઓપનર પણ છે. તેને તાજેતરમાં ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું છે. ઈશાને આઈપીએલની 61 મેચોમાં 28.47ની એવરેજથી 1452 રન બનાવ્યા છે.

IPLની બે નવી ટીમો અમદાવાદ અને લખનૌએ 31 જાન્યુઆરી સુધીમાં પોતાના પસંદ કરેલા 3-3 ખેલાડીઓના નામ આપવાના છે. અગાઉ આ તારીખ 25 ડિસેમ્બર સુધીની હતી પરંતુ CVC કેપિટલ્સ સાથેના કોન્ટ્રાક્ટ વિવાદ બાદ આ તારીખ લંબાવવામાં આવી હતી, જે અમદાવાદની ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવે છે. આ દરમિયાન CVC કેપિટલ્સને BCCI તરફથી ક્લીનચીટ મળી ગઈ છે અને તેને letter of intent પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉનમાં ભારતીય બોલરોના પ્રદર્શનનું રિપોર્ટ કાર્ડ, જાણો કોણે લીધી સૌથી વધુ વિકેટ

આ પણ વાંચોઃ IND vs SA: દક્ષિણ આફ્રિકાનો આ દિગ્ગજ જસપ્રિત બુમરાહની બોલીંગનો ‘આશિક’ છે , ખોલ્યા જસ્સીની સફળતાના રાઝ!

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">