IND vs SA: હાર્દિક પંડ્યા T20 સિરીઝમાં પોતાને સાબિત કરવા માંગે છે, બતાવ્યુ તેની મહેનત કેવી રીતે રંગ લાવી

|

Jun 10, 2022 | 8:47 PM

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પોતાના કમબેકનું કારણ ફેન્સ સાથે શેર કર્યું છે. દિલ્હી T20 પછી, હાર્દિક પંડ્યાએ તેની ફિટનેસ અને આગામી લક્ષ્ય વિશે ખુલીને વાત કરી.

IND vs SA: હાર્દિક પંડ્યા T20 સિરીઝમાં પોતાને સાબિત કરવા માંગે છે, બતાવ્યુ તેની મહેનત કેવી રીતે રંગ લાવી
Hardik Pandya

Follow us on

IPL 2022 માં શાનદાર પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યા (Hardik Pandya)ટીમ ઈન્ડિયા માટે પણ શાનદાર વાપસી કરી છે. ઓલરાઉન્ડર પંડ્યાએ દિલ્હી T20માં દક્ષિણ આફ્રિકા સામે માત્ર 12 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. જોકે, તે બોલિંગમાં ફ્લોપ સાબિત થયો હતો અને તેણે પોતાની એક ઓવરમાં 18 રન ખર્ચ્યા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયા (Team India) પણ 211 રન બનાવવા છતાં મેચ હારી ગઈ હતી. પરંતુ તેમ છતાં હાર્દિક પંડ્યાની બેટિંગથી ટીમ ઈન્ડિયાના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે કેવી રીતે તેણે છેલ્લા ચાર મહિનામાં સખત મહેનત કરી અને હવે તેને પરિણામ મળી રહ્યું છે.

હાર્દિક પંડ્યાએ ફિટનેસ પર કામ કર્યું

પ્રસારણ કર્તા સાથેની વાતચીતમાં હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘મેં મારી ફિટનેસ પર ઘણું કામ કર્યું છે. દરરોજ સવારે હું 5 વાગ્યે જાગી જતો અને પછી સાંજે 4 વાગ્યે તાલીમ લેતો. હું ચાર મહિનાથી રાત્રે 9.30 વાગ્યે સૂઈ રહ્યો છું જેથી મને સંપૂર્ણ આરામ મળે. મેં ઘણું બલિદાન આપ્યું છે અને પરિણામ મળ્યા બાદ એક ક્રિકેટર તરીકે હું સંતુષ્ટ છું.

વર્લ્ડ ચેમ્પિયન બનવાનું લક્ષ્યઃ પંડ્યા

હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું કે, ભારતીય ટીમમાં પ્રવેશ કર્યા બાદ હું ખૂબ જ ખુશ છું. દેશ માટે રમવું હંમેશા એક ખાસ અનુભવ હોય છે. આટલા લાંબા સમય પછી પાછા આવીને અને ફરી સારું પ્રદર્શન કરતાં લાગે છે કે મારી મહેનત રંગ લાવી છે. તમે જે પણ શ્રેણી અને મેચ રમો છો તે તમારી છેલ્લી મેચ જેટલી જ મહત્વપૂર્ણ છે. વર્લ્ડ કપ મારા માટે લક્ષ્ય છે પરંતુ તેની તૈયારી માટે તે યોગ્ય પ્લેટફોર્મ છે. ક્રિકેટ સતત ચાલશે, તેથી તમારે હંમેશા લયમાં રહેવું પડશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પંડ્યાએ વધુમાં કહ્યું કે તે T20 શ્રેણીમાં સારો દેખાવ કરવા માંગે છે. તેણે કહ્યું, મારા માટે ટી-20 શ્રેણીમાં પોતાને સાબિત કરવાની આ તક છે. મારી ભૂમિકા બદલાઈ ગઈ છે અને હું હવે કેપ્ટન નથી રહ્યો અને ન તો હું ઉપર બેટિંગ કરી રહ્યો છું. હવે હાર્દિક જે માટે જાણીતો છે તે પાછુ આવી મળી ગયુ છે.

IPL 2022 માં હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન

હાર્દિક પંડ્યાએ IPL 2022 માં 15 મેચમાં 44.27ની એવરેજથી 487 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 130થી વધુ હતો. તેના બેટથી ચાર અડધી સદી ફટકારાઈ હતી. બોલિંગમાં પણ તેણે 10 મેચમાં 8 વિકેટ ઝડપી હતી.

Published On - 7:40 pm, Fri, 10 June 22

Next Article