IND vs SA: દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ભારતની કરી ખરાબ હાલત, રેકોર્ડ બુકમાં નોંધાયું નામ, જાણો શું છે

ભારત અને દક્ષિણ આફ્રિકા (INS vs SA) વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી હતી, ત્યારે એવું માનવામાં આવતું હતું કે ટીમ ઈન્ડિયાનું પલડું ભારી રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 7:25 PM
ગુરુવારે રાત્રે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં અપેક્ષાઓથી વિપરીત દક્ષિણ આફ્રિકાએ ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. રાજધાનીના સ્ટેડિયમમાં બંને ટીમો તરફથી રનનો વરસાદ થયો હતો. પરંતુ આ દરમિયાન સાઉથ આફ્રિકાએ એક એવું કામ કર્યું છે જેને ભારતીય બોલરો ક્યારેય ભૂલી શકશે નહીં.

1 / 5
આ મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ભારતીય બોલરો પર જોરદાર સ્કોર કર્યો અને પાંચ બોલ પહેલા 212 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ભારતીય બોલરો પર 14 છગ્ગા ફટકાર્યા હતા. ભારત સામે ટી20 મેચમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાના બાબતે આ આંકડો બીજા નંબરે છે.

2 / 5
વેસ્ટ ઈન્ડિઝની ટીમ નંબર વન પર આવે છે. 2019માં ભારત સામે રમાયેલી મેચમાં વિન્ડીઝે 15 સિક્સ ફટકારી હતી. ભારત સામે ટી20 મેચમાં આ સૌથી વધુ સિક્સર છે.

3 / 5
વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મામલે ત્રીજા અને ચોથા નંબર પર છે. તેણે 2019માં ભારત સામે સતત બે વખત બે મેચમાં 12-12 સિક્સર ફટકારી હતી.

4 / 5
આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ પણ દક્ષિણ આફ્રિકાના બોલરો પર 14 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે, આ મેચમાં કુલ 28 છગ્ગા હતા, જેમાંથી રાસી વાન ડેર ડુસૈં અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ પાંચ-પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">