Gujarat Giants Vs Mumbai Indians W Live Streaming : જાણો WPLની પહેલી મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી ?
Gujarat Giants Vs Mumbai Indians Women WPL 2023 Live Match: વિમન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચ 4 માર્ચ શનિવારના રોજ રમાશે.
વિમન્સ પ્રીમિયર લીગ 4 માર્ચ શનિવારથી શરૂ થવાની છે. પ્રથમ સિઝનમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે, જેઓ ટાઈટલ જીતવા માટે આતુર છે. પ્રથમ ઓપનિંગ સેરેમની શનિવારે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજાશે અને ત્યાર બાદ લીગની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વિમન્સ ટીમ વચ્ચે રમાશે. આ સિઝનમાં પાંચ ટીમો વચ્ચે 22 મેચ રમાશે. લીગ રાઉન્ડ પછી એલિમિનેટર અને પછી ફાઇનલ મેચ થશે.
મુંબઈ ઈન્ડિયન્સે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને પોતાની ટીમની કમાન સોંપી છે. બીજી તરફ ગુજરાત જાયન્ટ્સે ઓસ્ટ્રેલિયાની ઓપનર બેથ મૂનીને ટીમના કેપ્ટન તરીકે પસંદ કર્યા છે. હરમનપ્રીત કૌરે પોતાની ટીમ સુપરનોવાસને વિમન્સ ટી20 ચેલેન્જમાં ચેમ્પિયન બનાવી હતી. તે જ સમયે, બેથ મૂનીએ તેની બેટિંગથી ઓસ્ટ્રેલિયાને ઘણી વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે.
વિમેન્સ પ્રીમિયર લીગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?
વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમની ક્યારે શરૂ થશે?
વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમની 4 માર્ચે સાંજે 4.30 કલાકે શરૂ થશે.
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વુમન વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગ મેચ ક્યારે રમાશે?
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વુમન વચ્ચે 4 માર્ચ શનિવારના રોજ મેચ રમાશે.
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વુમન વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વુમન વચ્ચેની મેચ સાંજે 7.30 વાગ્યે રમાશે, જ્યારે ટોસ સાંજે 7.00 વાગ્યે થશે.
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વુમન વચ્ચેની વિમેન્સ પ્રીમિયર લીગ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વુમન વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 ચેનલો પર થશે.
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વુમન વચ્ચેની વિમેન્સ પ્રીમિયર લીગ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વુમન વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર થશે.
મુંબઈ ઈન્ડિયન્સ : હરમનપ્રીત કૌર, યાસ્તિકા ભાટિયા, અમનજોત કૌર, હેલી મેથ્યુઝ, ક્લો ટ્રાયન, નેતાલી સિવર, ધારા ગુજ્જર, સાઈકા ઈશાક, હુમાયરા કાઝી, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, નીલમ બિષ્ટ, સી વાંગ, હીથર ગ્રેહામ, જીંતિમની કલિતાકર, અમીલિયા કેર
ગુજરાત જાયન્ટ્સ : એશ્લે ગાર્ડનર, બેથ મૂની, સ્નેહ રાણા, માનસી જોષી શબનમ શકીલ, સાફિયા ડંકલી, એનાબેલા સધરલેન્ડ, હરલીન દેઓલ, ડિએન્ડ્રા ડોટિન, દયાલન હેમલતા, મોનિકા પટેલ, તનુજા કંવર, સુષ્મા વર્મા, હર્લે ગાલા, એસ મેઘના, જ્યોર્જિયા વેયરહોમ, અશ્વિની કુમારી , પારુણિકા સિસોદિયા.