ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શ્રીલંકાની ઉડાન ભરતા પહેલા ગંભીરે ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરની સાથે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરને અનેક સવાલો પુછવામાં આવ્યા હતા. જેના જવાબ આપ્યા હતા.
આ સવાલોમાં એક સવાલ વિરાટ કોહલી સાથેના સંબંધોને લઈને પણ પુછવામાં આવ્યો હતો. ગંભીરે વિરાટની સાથે પોતાના રિલેશનશીપ પર પુછાયેલા આ સવાલોના પણ જવાબ આપ્યા હતા. તો ચાલો જાણીએ ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો જાણીએ.
વિરાટ કોહલી સાથેના સંબંધોને લઈ ગૌતમ ગંભીરે કહ્યું બંન્ને વચ્ચેના સંબંધો શાનદાર છે. ગંભીર મુજબ વિરાટની સાથે તેની મેસેજની વાત થતી રહે છે. ગંભીરે કહ્યું ટીમ ઈન્ડિયાના શાનદાર પ્રદર્શન માટે બંન્નેથી જે થશે તે કરશે. જેનાથી 140 કરોડ હિન્દુસ્તાનીઓને ગર્વ થશે.
ગંભીરે રોહિત-વિરાટના વનડે ક્રિકેટના ભવિષ્ય પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે,બંન્ને વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. આગળ ચેમ્પિયન ટ્રોફી છે, ઓસ્ટ્રેલિયા સીરિઝ છે અને પછી 2027નો વનડે વર્લ્ડકપ છે. જેમાં રોહિત વિરાટની મહત્વની ભૂમિકા જોવા મળી શકે છે.
ગંભીરે બુમરાહના વર્કલોડને લઈને વાત કરી છે. તેમણે કહ્યું કે, એક ફાસ્ટ બોલરના વર્કલોડને મેનેજ કરવું મહત્વનું કામ છે. બુમરાહ અમારો સૌથી મહત્વનો બોલર છે. તેના જેવો બોલર સૌ હજારમાં એક હોય છે. જેના માટે વર્કલોડને મેનેજ કરવાની જવાબદારી અમારી છે.
ગૌતમ ગંભીરે કહ્યું કે, તેમને એક સફળ ટીમ મળ છે. જે હાલમાં ટી20 ચેમ્પિયન છે. તેમાંથી તેનું કામ ડ્રેસિંગ રુમના માહૌલને શાનદાર બનાવી રાખવાનું અને ખેલાડીઓને ખુશ રાખવાનું છે. ગંભીરે કહ્યું તેના મુજબ ટીમની જીતની ફોર્મુલા ડ્રેસિંગ રુમના માહૌલ પર નિર્ભર કરે છે.
ગૌતમ ગંભીરે રવિન્દ્ર જાડેજાને શ્રીલંકા પ્રવાસ પર સ્થાન ન મળવા પર કહ્યું કે, આગળ ટેસ્ટ સીરિઝ છે. જ્યાં તેની ભૂમિકા મહત્વની રહેશે. આવનારી ટેસ્ટ સીરિઝમાં ટીમમાં જાડેજાની વાપસી જોવા મળશે.