સાંસદ Gautam Gambhir એ કહ્યુ- મને એ કહેવામાં કોઈ શરમ નથી કે હું IPL માં કામ કરુ છું, MP હોવાને લઈને સવાલો ઉઠતા આપ્યો જવાબ

|

Jun 04, 2022 | 8:00 PM

ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) વર્ષ 2019માં પૂર્વ દિલ્હીથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. ભાજપના સાંસદ હોવા છતાં તેઓ સતત IPL માં કામ કરી રહ્યા છે.

સાંસદ Gautam Gambhir એ કહ્યુ- મને એ કહેવામાં કોઈ શરમ નથી કે હું IPL માં કામ કરુ છું, MP હોવાને લઈને સવાલો ઉઠતા આપ્યો જવાબ
Gautam Gambhir પૂર્વ દિલ્હીના સાંસદ છે

Follow us on

ભારતીય ઓપનર બનેલા રાજકારણી ગૌતમ ગંભીર (Gautam Gambhir) આ વર્ષે IPL માં એક નવી ભૂમિકામાં જોવા મળ્યો હતો. ગંભીરને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) નો મેન્ટર બનાવવામાં આવ્યો હતો. જોકે, ટીમ પ્લેઓફથી આગળ વધી શકી નહોતી. KKR ને બે વખત ચેમ્પિયન બનાવનાર ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સને ફાઇનલમાં પણ ન પહોંચાડી શક્યો. લખનૌની હાર બાદ ગંભીરે મોટું નિવેદન આપ્યું અને જણાવ્યું કે તે IPL માં કેમ કામ કરે છે. ગંભીર પૂર્વ દિલ્હીના લોકસભાના વર્તમાન સાંસદ (MP East Delhi) છે.

ગંભીર વર્ષ 2018માં છેલ્લી વખત IPLનો ભાગ હતો. આ પછી, તે IPLમાં પહેલા કોમેન્ટેટર અને પછી લખનઉના મેન્ટર તરીકે કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં વારંવાર સવાલ ઉઠે છે કે ગંભીર સાંસદ હોવા છતાં તેઓ આ કામ કેમ કરે છે. ગંભીરે તેના પર ઉઠેલા આ સવાલોના યોગ્ય જવાબ આપ્યા અને IPLમાં કામ કરવાનું કારણ આપ્યું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ગંભીરે જણાવ્યું કે તે IPLમાં કેમ કામ કરે છે

પૂર્વ દિલ્હીના સાંસદ ગંભીરે કહ્યું, ‘હું કોમેન્ટ્રી કરું છું અથવા IPLમાં કામ કરું છું કારણ કે હું દર વર્ષે 5000 લોકોને રમાડવા માટે માટે 2.75 કરોડ રૂપિયા ખર્ચું છું. પુસ્તકાલય બનાવવા માટે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કામ મારા MPLAD ફંડમાંથી કરવામાં આવતું નથી. આ બધા પૈસા હું મારા ખિસ્સામાંથી ખર્ચું છું. તેથી જ મારે કામ કરવું પડશે. મને એ કહેવામાં કોઈ શરમ નથી કે હું આઈપીએલમાં કામ કરું છું. હું જે કરું છું તેનો આ અંતિમ ધ્યેય છે.

ગંભીરે જ જન રસોઇ અભિયાન શરૂ કર્યું હતુ

ગૌતમ ગંભીર વર્ષ 2019માં પૂર્વ દિલ્હીથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યો હતો. તેણે આપ ની આતિશીને હરાવ્યા. સાંસદ બનવા છતાં ગંભીર ક્રિકેટથી દૂર નથી રહ્યો. પહેલા તેઓ કોમેન્ટેટર તરીકે કામ કરતા હતા અને હવે ફરીથી તેઓ નવા નવા લખનૌના માર્ગદર્શક બન્યા છે. જ્યારે તેઓ સાંસદ બન્યા, ત્યાર બાદ તેમણે જન રસોઇ અભિયાન શરૂ કર્યું. આ અભિયાન હેઠળ, દરરોજ ગંભીરના વિધાનસભા ક્ષેત્રમાં લોકોને માત્ર એક રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. ગૌતમ પોતાના લોકસભા મતવિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ આવા રસોડા બનાવી રહ્યા છે. એટલું જ નહીં તેમણે આ વિસ્તારમાં એક પુસ્તકાલય પણ સ્થાપ્યું છે.

Published On - 8:00 pm, Sat, 4 June 22

Next Article