
ગૌતમ ગંભીરની કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપનો જીત્યો હતો. પરંતુ તે પછી તેના કેટલાક નિર્ણયો ચર્ચાનો વિષય બન્યો છે. નોટિંગહામમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં બેટિંગ ઓર્ડરને લઈને લેવામાં આવેલા કેટલાક નિર્ણયોએ ટીમને નુકસાન પહોંચાડ્યું અને હારમાં મહત્વની ભૂમિકા ભજવી. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ વખત મેદાનમાં ઉતરી હતી. પરંતુ છેલ્લા પાંચ મેચમાં ચાર હાર અને એક મેચ વરસાદને કારણે રદ થતાં ટીમનું પ્રદર્શન સવાલોના ઘેરામાં આવી ગયું છે. ખાસ કરીને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી20માં ભારતને 125 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતે માત્ર ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં સામાન્ય રીતે વાઈસ-કેપ્ટન કપ્તાન તિલક વર્મા બેટિંગ કરવા આવે તેવી અપેક્ષા હતી. પરંતુ કોચ ગૌતમ ગંભીરે અક્ષર પટેલને પ્રમોટ કરીને પાંચમા ક્રમે મોકલ્યો હતો. આ નિર્ણય સફળ નહીં રહ્યો અને થોડા જ સમયમાં કેપ્ટન શ્રેયસ અય્યર સાથે અક્ષર પટેલ પણ આઉટ થઈ ગયો. પાંચ ઓવરમાં ભારતે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ એવી આશા હતી કે શિવમ દુબેને મોકલવામાં આવશે પરંતુ તેના બદલે બોલિંગ ઓલરાઉન્ડર હર્ષિત રાણાને બેટિંગ માટે મોકલવામાં આવ્યો.
હર્ષિત રાણા અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ જ્યારે ટીમ 52 રને પાંચ વિકેટ ગુમાવી ચૂકી હોય ત્યારે શિવમ દુબે જેવા અનુભવી બેટ્સમેનને મોકલવો વધુ યોગ્ય નિર્ણય માનવામાં આવતો હતો.
બેટિંગ ઓર્ડરમાં સતત થતા ફેરફાર અને ખેલાડીઓની ભૂમિકાને લઈને રહેલી અનિશ્ચિતતાએ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. બેટ્સમેનના ખરાબ શોટ અથવા પરિસ્થિતિને ન સમજી શકવાનો દોષ ખેલાડીઓ પર આવે છે. પરંતુ બેટિંગ ઓર્ડર સંબંધિત આવા નિર્ણયો માટે જવાબદારી મુખ્ય કોચ ગૌતમ ગંભીરની છે. ટી20 વર્લ્ડ કપ જીતવા છતાં તેની કોચિંગ પદ્ધતિઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે.
Published On - 3:26 pm, Wed, 8 July 26