ટીમ ઈન્ડિયાની મેચને લઈને મોટી જાહેરાત, ચાહકોને સ્ટેડિયમમાં ફ્રીમાં એન્ટ્રી મળશે

|

Jun 26, 2024 | 11:42 AM

ભારતના પ્રવાસ પર સાઉથ આફ્રિકાની મહિલા ટીમને 3 મેચની વનડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે બંન્ને ટીમો વચ્ચે 28 જૂનના રોજ ચેન્નાઈના એમએ ચિંદમ્બરમ સ્ટેડિયમમાં ટેસ્ટ સિરીઝની એક મેચ રમાશે.

ટીમ ઈન્ડિયાની મેચને લઈને મોટી જાહેરાત, ચાહકોને સ્ટેડિયમમાં ફ્રીમાં એન્ટ્રી મળશે

Follow us on

ભારતીય મહિલા ટીમ ઘર આંગણે સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વિરુદ્ધ 3 ફોર્મેટમાં સીરિઝ રમી રહી છે. જેમાં બંન્ને ટીમ વચ્ચે હાલમાં 3 મેચની વનડે સિરીઝ પૂર્ણ થઈ હતી. જેને ટીમ ઈન્ડિયાએ ક્લીન સ્વીપ કરી 3-0થી પોતાને નામ સીરિઝ કરી હતી. હવે બંન્ને ટીમ વચ્ચે 28 જૂનના રોજ એક મેચની ટેસ્ટ સીરિઝ રમાશે અને ત્યારબાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી20 સીરિઝ રમાશે.

આ તમામ મેચ ચેન્નાઈની એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ મેચ રમવા માટે બંન્ને ટીમ ચેન્નાઈ પહોંચી ગઈ છે. આ મેચને લઈ તમિલનાડુ ક્રિકેટ એસોશિએશન તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચાહકોને સ્ટેડિયમમાં ફ્રીમાં એન્ટ્રી મળશે.

ચાહકોને ફ્રીમાં મળશે મેચની ટિકિટ

તમિલનાડુ ક્રિકેટ સંધે આઈએનએસ રિપોર્ટ અનુસાર આ વાતની જાહેરાત કરી છે કે, ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે રમાનારી મેચની ટેસ્ટ સીરિઝ જે 28 જૂનથી એક જુલાઈ સુધી ચેન્નાઈના એમએ ચિંદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ચાહકોને ફ્રી ટિકિટ મળશે. તેમજ આ બંન્ને ટીમ વચ્ચે રમનારી 3 મેચનીટી20 સીરિઝની મેચની ટિકિટ 150 રુપિયામાં ચાહકો ખરીદી શકે છે. ટિકિટનું ઓનલાઈન બુકિંગ 29 જુનથી શરુ થશે. આ 3 ટી20 મેચની શરુઆત ભારતીય સમયઅનુસાર સાંજે 7 કલાકે શરુ થશે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

ભારતીય ટીમનું પલડું ભારે

ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમના ટેસ્ટ ફોર્મેન્ટમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરવામાં આવે તો બંન્ને ટીમ વચ્ચે અત્યારસુધી માત્ર 2 વખત ટેસ્ટ મેચ રમાઈ છે. આ બંન્નેમાં ભારતીય મહિલા ટીમની જીત થઈ છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી આ મેચ 28 જૂનના રોજ સવારે 9 :30 કલાકથી શરુ થશે.

આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જો તમે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ મેચ જોવા માંગો છો તો સ્પોર્ટસ 18 પર જોઈ શકાશે. તેમજ મોબાઈલમાં  જિયો સિનેમા એપ પર આ મેચ લાઈવ જોઈ શકાશે. આ મેચના તમામ અપટેડ જોવા માંગો છો તો તમને ટીવી 9 ગુજરાતીના વેબપોર્ટલમાં જોવા મળશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, પનૌતી અમ્પાયરનો પીછો છુટ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article