યુવરાજ સિંહે ખોલ્યું ભાભીની બંધ મુઠ્ઠીનું રાજ, ભાઈના રિએક્શનનો વીડિયો વાયરલ

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ રિટાયરમેન બાદ પરિવારની સાથે સમય પસાર કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા યુવરાજ સિંહનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

યુવરાજ સિંહે ખોલ્યું ભાભીની બંધ મુઠ્ઠીનું રાજ, ભાઈના રિએક્શનનો વીડિયો વાયરલ
Follow Us:
| Updated on: Sep 23, 2024 | 3:14 PM

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સિક્સર કિંગના નામથી મશહુર છે. ઓલરાઉન્ડર યુવરાજ સિંહને આજે સૌ કોઈ જાણે છે. વર્ષ 2007 ટી20 વર્લ્ડકપ અને 2011ના 50 ઓવરના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. વર્ષ 2019માં યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ત્યારબાદ તે હાલમાં લિજેન્ડ ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે.

યુવરાજ સિંહ રમતની સાથે તેની એક્ટિંગ માટે પણ જાણીતો છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફની વીડિયો પણ છે. હાલમાં યુવરાજ સિંહનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવરાજ સિંહ પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તેની માતા અને ભાઈ ભાભી પણ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહનો આ ફની વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જાણો શું છે આ વીડિયોમાં

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા યુવરાજ સિંહના વીડિયોમાં પૂર્વ ક્રિકેટર સોફા પર બેસેલો જોવા મળી રહ્યો છે. તેની બાજુમાં તેની માતા અને ભાઈ બેસેલા છે. ત્યારબાદ વીડિયોમાં તેની ભાભીની એન્ટ્રી થાય છે. જે યુવરાજ સિંહના ભાઈ જોરાવરની પત્ની છે. તેની ભાભી યુવરાજ સિંહને પોતાના હાથ દેખાડીને કહે છે ભઈયા આપ બતા સકતે હો મેરી મુઠ્ઠીમે ક્યાં હૈ, ત્યારબાદ યુવરાજ સિંહ તેના હાથ પર ટેપ કરીને તેના ભાઈ તરફ ઈશારો કરીને કહે છે, મેરા ભાઈઆ વીડિયો પર ચાહકો લાઈક કરીને કહે છે મજા આ ગયા પાજી.

પૂર્વ ક્રિકેટર પર બનશે બાયોપિક

ભારતીય પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ પર ફિલ્મ બનશે. યુવીના બાયોપિકની જાહેરાત થઈ ચૂકી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોસ્ટ શેર કરી આ વાતની જાહેરાત કરી છે. તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ વાતની જાણ કરી છે.ભૂષણ કુમાર-રવિ ભગચાંદકા આ બાયોપિકને પ્રોડ્યુસ કરશે. પરંતુ યુવીની બાયોપિકમાં તેનું પાત્ર ક્યો અભિનેતા નિભાવશે, તેનું નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.

યુવરાજ સિંહ ક્રિકેટર બનવા પાછળ તેના પિતાનો મોટો ફાળો છે.યુવરાજ સિંહને બાળપણમાં ક્રિકેટમાં કોઈ રસ ન હતો. તેમને ટેનિસ અને રોલર સ્કેટિંગ પસંદ હતુ. યુવરાજ સિંહ માત્ર 13 વર્ષની ઉંમરમાં પહેલી ક્રિકેટ મેચ રમી હતી.

g clip-path="url(#clip0_868_265)">