Virat Kohli ના ફોર્મને લઈને પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું- T20 ટીમમાં વિરાટનું સ્થાન નિશ્ચિત નથી

|

Jul 07, 2022 | 2:19 PM

Cricket : પૂર્વ ભારતીય ક્રિકેટરે ટીમ ઈન્ડિયા (Team India) ના પૂર્વ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ના ફોર્મને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેણે ઉમેર્યું હતું કે તેના ફોર્મ પર નજર રાખવામાં આવશે અને T20માં તેનું સ્થાન નિશ્ચિત દેખાતું નથી.

Virat Kohli ના ફોર્મને લઈને પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું- T20 ટીમમાં વિરાટનું સ્થાન નિશ્ચિત નથી
Virat Kohli (PC: BCCI)

Follow us on

પ્રથમ IPL અને પછી એજબેસ્ટન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં નિષ્ફળ ગયા બાદ પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ના પ્રદર્શન પર સવાલો ઉભા થયા છે. વર્તમાન ભારતીય ટીમ (Team India) માં તેની જગ્યાએ મિડલ ઓર્ડરમાં ઘણા એવા બેટ્સમેન છે જે તેની જગ્યા લઈ શકે છે. દીપક હુડ્ડા હોય, શ્રેયસ અય્યર હોય કે સૂર્યકુમાર યાદવ, ટી-20 ક્રિકેટમાં આ તમામ ખેલાડીઓ જો કોહલી ફોર્મમાં પરત નહીં ફરે તો તેનું સ્થાન લઈ શકે છે.

T20 વર્લ્ડ કપ (T20 World Cup) ને ધ્યાનમાં રાખીને અહીંથી દરેક મેચ ખેલાડીઓ માટે ટીમમાં જગ્યા બનાવવા માટે ઓડિશન જેવી હશે. આવી સ્થિતિમાં શું IPL બાદ T20 મેચ ન રમનાર વિરાટ કોહલી ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે? ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે (Wasim Jaffer) પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અત્યારે તે ટીમનો ભાગ છે પરંતુ તેનું ફોર્મ ચર્ચાનો વિષય છે.

ESPNcricinfo સાથે વાત કરતા વસીમ જાફરે કહ્યું કે, “કોહલીના રમવા પર કોઈ શંકા નથી. પરંતુ તેના ફોર્મ પર પણ વિચાર કરવામાં આવશે. IPLમાં તેનો સ્ટ્રાઈક રેટ સારો ન હતો. તેનું વર્તમાન ફોર્મ પણ સારું નથી. દીપક હુડા તમને બોલિંગનો વિકલ્પ આપી શકે છે. તેણે કહ્યું કે કોહલીને અમુક મેચોમાં ચોક્કસ તક મળશે અને ત્યાર બાદ પસંદગીકારો પોતાનો નિર્ણય લેશે.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

પરંતુ મને નથી લાગતું કે, ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત છે. કારણ કે ઘણા યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ગત વર્લ્ડ કપમાં પણ તેની સ્ટ્રાઈક રેટ પ્રશ્નના ઘેરામાં હતી. તેથી આપણે ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે.”

ટીમ ઈન્ડિયા દ્વારા છેલ્લી 7 T20 મેચો ની વાત કરીએ તો શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે કોહલીની ગેરહાજરીમાં ટોપ ચારમાં સ્થાન તરીકે બેટિંગ કરી હતી. દીપક હુડ્ડા શાનદાર ફોર્મમાં છે અને તેણે આયર્લેન્ડ સામેની મેચમાં સદી પણ ફટકારી હતી. ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) નું ટીમમાં સ્થાન આવનારા સમયમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. કારણ કે ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે પણ હવે બહુ ઓછો સમય બાકી છે.

Next Article