AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

177 વિકેટ લેનાર બોલરનું થયું નિધન, માત્ર 6 મહિનામાં જ આંતરરાષ્ટ્રીય કરિયરનો આવ્યો હતો અંત

ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ફ્રેન્ક મિસનનું નિધન થયું છે. ફ્રેન્ક મિસન માત્ર 6 મહિના માટે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો હતો. ઈજાના કારણે તેણે અકાળે ક્રિકેટ છોડી દેવી પડી હતી.

177 વિકેટ લેનાર બોલરનું થયું નિધન, માત્ર 6 મહિનામાં જ આંતરરાષ્ટ્રીય કરિયરનો આવ્યો હતો અંત
Frank Misson (Photo- PA Images via Getty Images)
| Updated on: Sep 13, 2024 | 5:41 PM
Share

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ફ્રેન્ક મિસનનું નિધન થયું છે. તેમણે 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ફ્રેન્ક મિસનની ડોમેસ્ટિક કરિયર ઘણી શાનદાર રહી છે, પરંતુ તે થોડા સમય માટે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળ્યો હતો. માંસપેશીની ઈજાને કારણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 6 મહિના પણ ટકી શકી નહીં. જો કે, આ સમયગાળા દરમિયાન તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી અને ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીમાં ભાગ લીધો હતો.

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ફ્રેન્ક મિસનનું નિધન

ફ્રેન્ક મિસન તેની ફિટનેસ માટે જાણીતા હતા. તેણે 20 વર્ષની ઉંમરે પણ તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી શરૂ કરી હતી. 1958-59ની સિઝનમાં ન્યૂ સાઉથ વેલ્સ માટે ડેબ્યૂ કરીને તેણે તેની પહેલી જ મેચમાં 6 વિકેટ લીધી હતી. આ પછી તેને વેસ્ટ ઈન્ડિઝ સામે 1960-61ની પ્રખ્યાત હોમ સિરીઝમાં ડેબ્યૂ કરવાની તક મળી. તેણે મેલબોર્નમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે આ મેચમાં કુલ 2 વિકેટ ઝડપી હતી.

માંસપેશીની ઈજાને કારણે કારકિર્દી થઈ સમાપ્ત

ફ્રેન્ક મિસનને 1961ના એશિઝ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આ શ્રેણીમાં કુલ 2 મેચ રમી હતી. પરંતુ માંસપેશીની ઈજાને કારણે, તેને પ્રવાસની મધ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને તે આગળ રમી શક્યો નહીં. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ અહીં જ સમાપ્ત થઈ ગઈ. બીજી તરફ, તેણે તેની કારકિર્દીમાં કુલ 71 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન ફ્રેન્ક મિસને 31.13ની એવરેજથી 177 વિકેટ ઝડપી હતી. તેણે 1958 થી 1964 સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી.

આ પણ વાંચો: IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈપણ ભોગે MS ધોનીને રિટેન કરશે, કરી મોટી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">