AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Football: ફુટબોલ મેચ દરમ્યાન સ્ટેડિયમ બહાર ભાગદોડ મચતા કચડાઇ જવાથી 6 લોકોના મોત, 40 ઘાયલ

મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર હોબાળો થયો હતો. મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશેલા પ્રશંસકોમાં નાસભાગ મચી ગઈ હતી.

Football: ફુટબોલ મેચ દરમ્યાન સ્ટેડિયમ બહાર ભાગદોડ મચતા કચડાઇ જવાથી 6 લોકોના મોત, 40 ઘાયલ
Olembe Stadium ની બહાર ભાગદોડની ઘટના ઘટી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 9:55 AM
Share

આફ્રિકા કપ ઓફ નેશન્સ (Africa Cup of Nations) ફૂટબોલ ટુર્નામેન્ટ ક્યારેક મેદાનની અંદર અને ક્યારેક બહારની ઘટનાઓને કારણે ચર્ચામાં રહી છે. આ વખતે તે ચર્ચા છે કે તેની એક મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર હંગામો થયો હતો. હોબાળા બાદ ફુટબોલ (Football) મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશેલા પ્રશંસકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે મોતનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતમાં મૃત્યુઆંક 6 જણાવવામાં આવી રહ્યો છે, જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. આ પહેલા આફ્રિકા કપ ઓફ નેશન્સ ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે મેચ સમાપ્ત થયા બાદ બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં સામસામે આવી ગયા હતા.

તાજેતરની ઘટના ત્યારે બની જ્યારે કેમેરૂનની રાજધાનીના ઓલેમ્બે સ્ટેડિયમમાં આફ્રિકા કપ ઓફ નેશન્સ મેચ રમાઈ રહી હતી. 24 જાન્યુઆરી 2022 ના રોજ, છેલ્લા-16 રાઉન્ડની આ મેચ કેમરૂન અને કોમોરોસ વચ્ચે હતી. આ મેચ જોવા માટે ફૂટબોલ ચાહકોમાં હરીફાઈ જોવા મળી હતી. પરિણામે પરિસ્થિતિએ અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

દુર્ઘટનામાં 6 લોકોના મોતના સમાચાર છે

અત્યાર સુધી માત્ર 6ના મોત અને 40 ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ, કેમરૂનના મધ્ય પ્રદેશના ગવર્નર નાસેરી પોલ બિયાના જણાવ્યા અનુસાર, કેટલાક વધુ લોકોને ઈજા હોવાનુ સામે આવી શકે છે. ઓલેમ્બે સ્ટેડિયમની કુલ ક્ષમતા 60 હજાર દર્શકોની છે. પરંતુ કોરોનાને કારણે સ્ટેડિયમમાં માત્ર 80 ટકા દર્શકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ મેચ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે લગભગ 50 હજાર દર્શકોએ સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની તપાસ CAF એ હાથ ધરી

કેમરૂનના સેન્ટ્રલ રિજનના ગવર્નર નાસેરી પોલ બિયાના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હાલત નાજુક છે. આફ્રિકન ફૂટબોલ સંઘે એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને આ ઘટના કેવી રીતે બની તેની સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યા છીએ.”

બહાર દુર્ઘટના, અંદર મુકાબલો

જોકે, સ્ટેડિયમની બહાર આટલી મોટી દુર્ઘટના થયા બાદ પણ રમત ચાલુ રહી હતી. મતલબ કે મેદાન પર મેચ ચાલુ રહી, જેમાં યજમાન કેમરૂને કોમોરોસ સામે 2-1થી જીત મેળવી હતી.

આ પહેલા 14 જાન્યુઆરીની સાંજે ઘાના અને ગેબોન વચ્ચે રમાયેલી મેચ બાદ બંને ટીમો એકબીજા સામે ટકરાયા હતા. તે ઘટનામાં એક ખેલાડીને રેડ કાર્ડ પણ બતાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ કહ્યુ ‘જય શ્રી રામ’, સોશિયલ મીડિયા પર Viral થઇ પોસ્ટ

આ પણ વાંચોઃ Sports: 2022 ફોર્મ્યુલા રિજનલ એશિયન ચૅમ્પિયનશિપમાં મુંબઈ ફાલ્કન્સે શાનદાર શરૂઆત કરી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">