IPL 2022 માં 5 વિદેશી ખેલાડીઓ ડેબ્યુ કરશે, જાણો કોણ છે આ લિસ્ટમાં

|

Mar 22, 2022 | 11:09 PM

IPLની 15મી સિઝનની શરૂઆત 26 માર્ચથી થશે. આ વખતે ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક રહે તેવી અપેક્ષા છે. મેગા ઓક્શનમાં ઘણા યુવા ખેલાડીઓને મોટી રકમ મળી છે.

IPL 2022 માં 5 વિદેશી ખેલાડીઓ ડેબ્યુ કરશે, જાણો કોણ છે આ લિસ્ટમાં
Tata IPL 2022

Follow us on

IPL 2022 માટે મેગા ઓક્શનમાં તમામ ટીમોએ મોટી રકમ ચૂકવીને ઘણા વિદેશી ખેલાડીઓને ખરીદ્યા હતા. એવામાં આ યુવા ખેલાડીઓ આ વખતે IPL 2022 માં ડેબ્યૂ કરી શકે છે. આજે અમે તમને 5 વિદેશી ખેલાડીઓ વિશે જણાવીશું, જેઓ આ વખતે વિશ્વની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે મેગા ઓક્શનમાં તેમને IPL ફ્રેન્ચાઈઝી પાસેથી કેટલા પૈસા મળ્યા.

  1. બેની હોવેલ ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર છે અને તેનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારો રેકોર્ડ છે. IPLના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સની ટીમે આ અંગ્રેજ ખેલાડી પર દાવ લગાવ્યો હતો. હોવેલને પંજાબની ટીમે 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે પંજાબની ટીમ માટે ઘણો મહત્વનો સાબિત થઈ શકે છે અને તે આ વખતે ડેબ્યૂ કરશે.
  2. વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર રોમારિયો શેફર્ડ IPL 2022 માં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તે મેગા ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સાથે જોડાયો હતો. તેને હૈદરાબાદે 7.75 કરોડમાં ખરીદ્યો હતો. આ વખતે તે હરાજીમાં સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થયો હતો.
  3. આઈપીએલની મેગા ઓક્શનમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર દુષ્મંતા ચમીરા પર પણ ફ્રેન્ચાઇઝીઓએ મોટી બોલી લગાવી હતી. ચમીરાને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે પોતાની શાનદાર બોલિંગથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આઈપીએલમાં તેનું ડેબ્યુ લગભગ નક્કી છે.
  4. રાજસ્થાન રોયલ્સ ટીમે હરાજીમાં વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર ઓબેદ મેકકોય પર દાવ લગાવ્યો હતો. રાજસ્થાને 75 લાખની બોલી લગાવીને મેકકોયને ટીમમાં સામેલ કર્યો છે. તે એક શાનદાર બોલર છે અને તે આ IPLમાં ડેબ્યૂ કરશે.
  5. અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
    આજનું રાશિફળ તારીખ : 03-05-2024
    ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
  6. IPL 2022 ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સ દ્વારા વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડોમિનિક ડ્રેક્સ પર દાવ લગાવવામાં આવ્યો છે. તે આ વખતે IPL માં ડેબ્યૂ કરી શકે છે. ડોમિનિક ડ્રેક્સને ગુજરાતે રૂ. 1.10 કરોડમાં ખરીદ્યો હતો.

 

આ પણ વાંચો : IPL 2022: લીગ શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સની મુશ્કેલી વધી, આ દિગ્ગજ ખેલાડી શરૂઆતની મેચોમાં નહીં રમે

આ પણ વાંચો : IPL 2022: વિરાટ કોહલી એ RCB ના નવા કેપ્ટન પસંદ કરવાને લઇને કર્યો ખુલાસો, ફાફ ડુ પ્લેસિસ ને તાજ પહેરાવવાનુ કારણ બતાવ્યુ

Published On - 9:34 pm, Tue, 22 March 22

Next Article