FIFA WC 2022 : યજમાન કતાર ખાતું ખોલાવવા માટે બેતાબ, જાણો ચારેય મેચ ક્યાં જોઈ શકશો

|

Nov 25, 2022 | 9:28 AM

ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)માં શુક્રવારે 4 મેચ રમાશે. યજમાન કતાર તેમનું ખાતું ખોલવા માટે આતુર છે, જ્યારે હેરી કેન ફરી એકવાર પોતાની કમાલ દેખાડવા આતુર છે.

FIFA WC 2022 : યજમાન કતાર ખાતું ખોલાવવા માટે બેતાબ, જાણો ચારેય મેચ ક્યાં જોઈ શકશો
FIFA WC 2022:યજમાન કતાર ખાતું ખોલાવવા માટે બેતાબ
Image Credit source: Twitter

Follow us on

તમામ ટીમોએ ફિફા વર્લ્ડ કપ 2022માં પોતાની એક-એક મેચ રમી છે. શુક્રવારના રોજ 4 મેચ રમાશે. જે તમામ ટીમો આ ટૂર્નામેન્ટની બીજી મેચ હશે. ગ્રુપ એ અને બીની ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમવા મેદાનમાં ઉતરશે. વેલ્સનો સામનો ઈરાનની મેજબાની કતારની સામે સેનેગલનો થશે. નેધરલેન્ડનો સામનો એક્વાડોર અને મોડી રાત્રે ઈંગ્લેન્ડનો સામનો યુએસનો પડકાર હશે. યજમાન કતાર એક્વાડોરના હાથે ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ હારી ગયું હતુ. સેનેગલને પણ નેધરલેન્ડના હાથે હાર મળી હતી. તો ઈંગ્લેન્ડે પોતાની છેલ્લી મેચમાં ઈરાન સામે 6-2થી મોટી જીત મેળવી હતી. જ્યારે વેલ્સે યુએસએની સાથે ડ્રો મુકાબલો રમ્યો હતો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

FIFA વર્લ્ડ કપ 2022માં શુક્રવારે કોની વચ્ચે મેચો રમાશે?

ફિફા વર્લ્ડ કપમાં શુક્રવારે 4 મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ વેલ્સ વિ ઈરાન વચ્ચે, બીજી મેચ કતાર વિ સેનેગલ વચ્ચે, ત્રીજી મેચ નેધરલેન્ડ વિ એક્વાડોર વચ્ચે અને મોડી રાત્રે ચોથી મેચ ઈંગ્લેન્ડ વિ યુએસએ વચ્ચે રમાશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ચારેય મેચો ક્યારે રમાશે?

ફિફા વર્લ્ડ કપમાં વેલ્સ વિરુદ્ધ ઈરાન, કતાર વિરુદ્ધ સેનેગલ અને નેધરલેન્ડ્સ વિરુદ્ધ એક્વાડોર વચ્ચે 25 નવેમ્બરે મેચ રમાશે. આ સિવાય ત્રીજી મેચ ભારતીય સમય અનુસાર 26 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ અને યુએસએ વચ્ચે રમાશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ચારેય મેચો ક્યારે શરૂ થશે?

ભારતીય સમય અનુસાર વેલ્સ અને ઈરાન વચ્ચેની મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. યજમાન કતાર VS સેનેગલ મેચ સાંજે 6.30 વાગ્યાથી, નેધરલેન્ડ VS એક્વાડોર મેચ રાત્રે 9.30 વાગ્યાથી રમાશે. જ્યારે ઈંગ્લેન્ડ VS યુએસએ મોડી રાત્રે 12.30 કલાકે ટકરાશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ચારેય મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ફીફા વર્લ્ડ કપમાં ગુરુવારે રમાનારી ચાર મેચોનું લાઈવ પ્રસારણ Sports18 અને Sports18 HD પર થશે.

FIFA વર્લ્ડ કપ 2022 ની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ફિફા વર્લ્ડકપની તમામ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર જોવા મળશે.

Next Article