12 બોલમાં 61 રનની જરૂર હતી, બેટ્સમેને 10 સિક્સર ફટકારી ટીમને શાનદાર જીત અપાવી
યુરોપિયન ક્રિકેટમાં અદ્ભુત મેચો વારંવાર જોવા મળે છે, ફરી એકવાર તે જ જોવા મળ્યું છે. રોમાનિયામાં ચાલી રહેલી T10 ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રિયાની ટીમે રોમાનિયાને 7 વિકેટે હરાવ્યું, આ ટીમને છેલ્લા 12 બોલમાં 61 રનની જરૂર હતી, તેમ છતાં તે જીતવામાં સફળ રહી.

રોમાનિયામાં ચાલી રહેલી T10 લીગમાં કંઈક એવું જોવા મળ્યું જેણે દુનિયાભરના ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા. કલ્પના કરો કે જો કોઈ ટીમને 12 બોલમાં 61 રનની જરૂર હોય, તો તમે શું કહેશો? સ્વાભાવિક રીતે તમને લાગતું હશે કે આ ટીમની હાર હવે નિશ્ચિત છે. પરંતુ તેનાથી વિપરીત ઓસ્ટ્રિયાની ટીમે મેચ જીતી લીધી હતી. રોમાનિયા સામેની આ આશ્ચર્યજનક મેચ ઓસ્ટ્રિયાએ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા રોમાનિયાએ 10 ઓવરમાં 167 રન બનાવ્યા હતા પરંતુ ઓસ્ટ્રિયાની ટીમે આટલા મોટા ટાર્ગેટને રોમાંચક રીતે એક બોલ પહેલા હાંસલ કરી લીધો હતો.
આ ચમત્કાર કેવી રીતે થયો?
ઓસ્ટ્રિયાએ આ ચમત્કાર મિડલ ઓર્ડર બેટ્સમેન આકિબ ઈકબાલના દમ પર કર્યો, જેણે 378થી વધુની સ્ટ્રાઈક રેટથી માત્ર 19 બોલમાં 72 રન બનાવ્યા. ઈકબાલે 19 બોલની ઈનિંગમાં 10 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. આસિફ જ્યારે ક્રિઝ પર હતો ત્યારે ઓસ્ટ્રિયાને છેલ્લા 12 બોલમાં 61 રનની જરૂર હતી. સ્વાભાવિક રીતે જ રોમાનિયાની જીત નિશ્ચિત જણાતી હતી પરંતુ આસિફે તેની હિટ વડે બધુ તબાહ કરી નાખ્યું. આસિફની ફટકારના કારણે ઓસ્ટ્રિયાએ માત્ર એક બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. રોમાનિયાના બે બોલરો ખરાબ રીતે પીટાઈ ગયા હતા. મનમીત કોહલીએ 2 ઓવરમાં 57 રન આપ્યા હતા જ્યારે ચમાલકા ફર્નાન્ડોએ 5 બોલમાં 25 રન આપ્યા હતા.
Austria chase 6️⃣1️⃣ runs in last 2 overs! #EuropeanCricket #EuropeanCricketInternational #StrongerTogether pic.twitter.com/Y8bLptmT56
— European Cricket (@EuropeanCricket) July 15, 2024
આરિયન મોહમ્મદે સદી ફટકારી
આ પહેલા રોમાનિયાના બેટ્સમેન આરિયન મોહમ્મદે શાનદાર સદી ફટકારી હતી. આ જમણા હાથના બેટ્સમેને 39 બોલમાં અણનમ 104 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 8 છગ્ગા અને 11 ચોગ્ગા આવ્યા હતા. જો કે તેની સદી પણ રોમાનિયાની હારને રોકી શકી ન હતી. તેમની ટીમના બોલરોએ જીતેલી મેચ હરાવી હતી.
આ પણ વાંચો: હરભજન-યુવરાજ-રૈનાને વીડિયો બનાવવો ભારે પડ્યો, દિલ્હીમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
