ENGW vs INDW: મહિલા ટીમે પ્રવાસની અંતિમ મેચ હારવા સાથે T20 શ્રેણી ગુમાવી, સ્મૃતિની તોફાની બેટીંગ

|

Jul 15, 2021 | 9:22 AM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (India Women Cricket Team) T20 શ્રેણીમાં 1-1 થી બરાબરી પર હતી. અંતિમ મેચ સાથે શ્રેણી જીતવાનો મોકો હતો. પરંતુ કેટલાક ખેલાડીઓની સતત નિષ્ફળતા એ નિરાશા સાથે પ્રવાસનો અંત સ્વિકારવો પડ્યો હતો.

ENGW vs INDW: મહિલા ટીમે પ્રવાસની અંતિમ મેચ હારવા સાથે T20 શ્રેણી ગુમાવી, સ્મૃતિની તોફાની બેટીંગ
India Women vs England Women

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (India Women Cricket Team) નો, ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) શ્રેણીની હાર સાથે ખતમ થયો છે. મહિલા ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. બંને દેશ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. બાદમાં વન ડે શ્રેણી ભારતે ગુમાવી અને પ્રવાસના અંતમાં T20 શ્રેણી ગુમાવી હતી. T20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડે એ 8 વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડે 2-1 થી સિરીઝ પોતાને નામે કરી હતી.

પ્રથમ બેટીંગ કરતા ઓપનર સ્મૃતી મંધાના (Smriti Mandhana) એ 70 રનની મદદ થી 153 રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ડેની વાયટ્ટે (Danni Wyatt) 89 રનની તોફાની રમત રમી હતી. 2-3 ખેલાડીને બાદ કરતા ભારતીય ટીમમાંથી કોઇ બેટ્સમેન નિરંતર યોગદાન નહી આપવાનુ ટીમને ભારે પડ્યુ હતુ. સ્મૃતી મંધાના, હરમનપ્રિત કૌર અને ઋચા ઘોષ સિવાય કોઇ પણ બેટ્સમેન યૌોગ્ય પ્રદર્શન કરી શક્યા નહોતા.

અંતિમ T20 મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જોકે ચોથા બોલ પર જ ટીમને શેફાલી વર્માના રુપમાં ઝટકો લાગ્યો હતો. શેફાલી શૂન્ય રન પર જ ક્લીન બોલ્ડ થઇ પેવેલિયન પરત ફરી હતી. હરલીન દેઓલ 6 રન કરીને ફરી એકવાર નિરાશાજનક રમત રમી હતી. તે ચોથી ઓવરમાં પરત ફરી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

શેફાલી અને હરમનપ્રિતે બાજી સંભાળી

શેફાલી અને દેઓલની વિકેટ બાદ ઓપનર સ્મૃતી અને કેપ્ટન હરમનપ્રિતે બાજી સંભાળી હતી. બંને એ સંભાળીને રમવા સાથે, આકર્ષક શોટ્સ લગાવ્યા હતા. હરમપ્રિત વધારે ખૂલીને રમત રમી રહી હતી. સ્મૃતી અને હરમનપ્રિતે સ્કોરને 80 રન સુધી પહોંચાડ્યો હતો. જોકે હરમનપ્રિત ફરી એકવાર તેની સારી શરુઆતને મોટા સ્કોરમાં ફેરવી શકી નહોતી. તે 26 બોલમાં 36 રન કરીને વિકેટ ગુમાવી બેઠી હતી.

સ્મૃતી મંધાના એ શ્રેણીમાં બીજુ અર્ધશતક નોંધાવ્યુ હતુ. સ્મૃતીએ 51 બોલમાં 70 રન ફટકાર્યા હતા. આ માટે તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અંતિમ ઓવરમાં યુવા વિકેટકીપર ઋચા ઘોષ એ ફક્ત 13 બોલમાં 4 ચોગ્ગાની મદદ થી 20 રની ઇનીંગ રમી હતી. જેના થી ભારતે ઇંગ્લેન્ડ સામે 153 રનનો સ્કોર ખડક્યો હતો.

ઇંગ્લેન્ડની જવાબી ઇનીંગ

ઇંગ્લેન્ડની શરુઆત સારી રહી નહોતી, પરંતુ જીત સુધી ટીમ પહોંચી શકવામાં સફળ રહી હતી. ભારતીય બોલર દિપ્તિ શર્માએ ઓપનર ટેમી બાઉમેન્ટ ને 11 રન પર આઉટ કરી હતી. જોકે બાદમં ડેની વાયટ્ટ એ તોફાની બેટીંગ કરવી શરુ કરી હતી. તેણે ચારે બાજુ બાઉન્ડરી લગાવવી શરુ કરીને ભારતીય ટીમ માટે મુશ્કેલી સર્જી હતી. તેની સાથે ઓલરાઉન્ડર નેટ સિવરે પણ મજબૂત સાથ આપ્યો હતો. સ્પિન એટેક તેમની સામે જાણે બિનઅસરકારક નિવડ્યો હતો. બંને એ ઝડપી રમત રમીને 16 ઓવરમાં 130 રન નો સ્કોર પાર કરી આસાન જીત નિશ્વિત કરી દીધી હતી.

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસે રહેલ ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી કોરોના સંક્રમિત જણાયો, આઇસોલેશન હેઠળ રખાયો

Published On - 8:48 am, Thu, 15 July 21

Next Article