WI vs ENG: વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડની વધી મુશ્કેલી, સ્ટાર બોલર ઘાયલ થતા મેદાન બહાર
સ્ટાર ખેલાડીએ એન્ટિગુઆ ટેસ્ટ (Antigua Test) ના ત્રીજા દિવસે માત્ર 5 ઓવર નાંખ્યા બાદ જ મેદાન છોડવું પડ્યું હતું. તે મેદાનની બહાર સારવાર કરાવતો જોવા મળ્યો હતો.
ઈંગ્લેન્ડને વેસ્ટ ઈન્ડિઝ (West Indies Vs England) સામેની એન્ટિગુઆ ટેસ્ટમાં જીતની આશા છે. તે ટેસ્ટ સિરીઝમાં સરસાઇ ઈચ્છે છે. શ્રેણી જીતવાની અપેક્ષા છે. પરંતુ સ્ટાર ખેલાડીની ઈજાના કારણે તેની આશાઓ પર ગ્રહણ લાગી રહ્યું છે. પહેલા તેમનો ઝડપી બોલર ઓલી રોબિન્સન ઘાયલ થયો હતો, હવે તે યાદીમાં માર્ક વૂડનું નામ પણ સામેલ થઈ ગયું છે. એન્ટિગુઆ ટેસ્ટના ત્રીજા દિવસે માત્ર 5 ઓવર બોલિંગ કર્યા બાદ માર્ક વૂડ (Mark Wood) ને મેદાન છોડવું પડ્યું હતું. તે મેદાનની બહાર તેની સારવાર કરાવતો જોવા મળ્યો હતો. આ તસવીરોએ ઈંગ્લેન્ડ (England Cricket Team) માટે મુશ્કેલી ઉભી કરી છે.
માર્ક વૂડને કોણીમાં ઈજાની ફરિયાદ છે. હાલ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પ્રવક્તાએ કહેવું છે કે તે પ્રથમ દાવમાં બોલિંગ કરતા જોવા મળશે નહીં. પરંતુ, પરિસ્થિતિ એ નથી લાગતી કે તે બીજી ઇનિંગમાં પણ બોલિંગ કરતો જોવા મળી શખે. માર્ક વૂડે 17 ઓવર ફેંકી જ્યાં સુધી તે મેચમાં ઘાયલ નહોતો થયો અને 1 વિકેટ લીધી હતી.
વૂડની ગેરહાજરીમાં સ્ટોક્સ પર ભાર વધશે
ઈંગ્લેન્ડની ટીમ જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ વિના વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. ઓલી રોબિન્સન ઈજાના કારણે આ ટેસ્ટમાંથી બહાર છે. હવે આવી સ્થિતિમાં જો માર્ક વૂડ પણ બોલિંગ નહીં કરે તો બેન સ્ટોક્સ પર વધુ દબાણ આવશે, જે પોતે ઈજામાંથી બહાર આવ્યો છે. સ્ટોક્સને એશિઝ દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં તેનું રમવું હજુ થોડા અઠવાડિયા પહેલા સુધી સસ્પેન્સ હતું.
જોકે, ઈંગ્લેન્ડની ટીમ મેનેજમેન્ટે કહ્યું છે કે તેઓ ખેલાડીઓના વર્કલોડનું ધ્યાન રાખશે. ક્રિસ વોક્સ પણ આ સ્થિતિમાં સ્ટોક્સના ભારમાં હિસ્સો થતો જોવા મળી શકે છે. બેન સ્ટોક્સે અત્યાર સુધી પ્રથમ દાવમાં 19 ઓવર ફેંકી છે.
બીજી ટેસ્ટમાં પણ રમવા પર સસ્પેન્સ
માર્ક વૂડની ઈજાને કારણે હવે બીજી ટેસ્ટમાં પણ તેના રમવા પર સસ્પેન્સ વધી ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ 16 માર્ચથી રમાશે. તેમાં પણ ઓલી રોબિન્સનના રમવા પર ગ્રહણ લાગી ચૂક્યું છે. અને તેમાં માર્ક વૂડનું નામ સામેલ થતાં ઈંગ્લેન્ડની ટીમ અને કેપ્ટન જો રૂટની મુશ્કેલી વધી ગઈ છે. જો આમ થશે તો બોલિંગ વિકલ્પોને લઈને ઈંગ્લિશ ટીમ માટે મોટું સંકટ ઊભું થશે.