AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes 2021-22: એશિઝ સિરીઝમાં કારમી હાર બાદ ભાંગી પડ્યો જો રુટ, કહ્યુ ઓસ્ટ્રેલિયાએ ધુલાઇ કરી દીધી

જો રૂટ (Joe Root) એશિઝ શ્રેણીમાં બેટથી નિષ્ફળ ગયો હતો જેનુ નુકશાન ઇંગ્લેન્ડે ભોગવવુ પડ્યુ છે, ઓસ્ટ્રેલિયાએ 4-0 થી મોટી જીત મેળવી હતી.

Ashes 2021-22: એશિઝ સિરીઝમાં કારમી હાર બાદ ભાંગી પડ્યો જો રુટ, કહ્યુ ઓસ્ટ્રેલિયાએ ધુલાઇ કરી દીધી
Joe Rootના બેટથી રન પણ ખાસ ના નિકળ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 8:37 PM
Share

હોબાર્ટ ટેસ્ટ (Hobart Test) માં 146 રને હાર સાથે ઈંગ્લેન્ડની એશિઝ શ્રેણી (Ashes Series) નો દુઃખદાયક અંત આવ્યો. ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચોની શ્રેણીમાં એક પણ મેચ જીતી શકી નથી. સિડનીમાં જેમ તેમ તેમના બેટ્સમેનોએ મેચ ડ્રો કરાવી, નહીંતર ટીમનો 5-0 થી સફાયો થવાનુ નિશ્વિત હોત. સમગ્ર શ્રેણી દરમિયાન ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઓપનિંગ કામ ન કરી, મિડલ ઓર્ડર પણ કામ ન કરી શક્યો. કેપ્ટન જો રૂટ (Joe Root) ના પોતાના બેટમાંથી રન નિકળતા બંધ થઇ ગયા હતા. બોલરોને એવો સ્કોર મળ્યો ન હતો કે જેથી તેઓ ઓસ્ટ્રેલિયા સામે લડી શકે. પરિણામે ઈંગ્લેન્ડની ટીમ એશિઝ શ્રેણી 0-4 થી હારી ગઈ હતી. એશિઝ શ્રેણીમાં હાર બાદ કેપ્ટન જો રૂટ ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો.

જો રૂટે સ્વીકાર્યું કે આ એશિઝ પ્રવાસ તેના માટે ખૂબ જ ખરાબ હતો અને ખેલાડીઓ પણ તે જ ભૂલો કરતા જોવા મળ્યા હતા. જો રૂટે આ હાર માટે ખાસ કરીને બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા. જોકે, તેણે આશા વ્યક્ત કરી કે ખેલાડીઓ તેમના પ્રદર્શનમાંથી શીખશે અને આવનારી શ્રેણીમાં સારો દેખાવ કરશે.

હાર બાદ જો રૂટ ‘તૂટ્યો’

એશિઝ શ્રેણી ખરાબ રીતે હાર્યા બાદ જો રૂટે કહ્યું, ‘અમારા માટે તે નિરાશાજનક પ્રવાસ હતો. આપણે શીખતા રહેવાનું છે. આપણે અહીંથી જઈને એ જ ભૂલો ન કરી શકીએ. અમે અમારા બોલરોને લડવા માટે રન આપ્યા નહોતા. ઓસ્ટ્રેલિયાએ અમને ખરાબ રીતે હરાવ્યું. કેટલીકવાર તમારે માનવું પડશે કે વિરોધી ટીમ તમને ખરાબ રીતે હરાવે છે. આગામી ચાર વર્ષમાં કોણ જાણે ક્યાં હશે. ઓસ્ટ્રેલિયાને જીત માટે અભિનંદન, તેઓ સારું રમ્યા.

ઈંગ્લેન્ડની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી

એશિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડનો એક જ બેટ્સમેન 40 ની એવરેજથી રન બનાવી શક્યો હતો. કેપ્ટન જો રૂટની એવરેજ પણ 32 હતી અને બાકીના તમામ બેટ્સમેનો 30 ની એવરેજથી પણ રન બનાવી શક્યા ન હતા. જોની બેયરિસ્ટોએ સદીના આધારે 2 ટેસ્ટમાં 194 રન બનાવ્યા હતા. જો રૂટે 5 ટેસ્ટ રમી અને માત્ર 322 રન જ બનાવ્યા. ડીજે મલને 24.40ની એવરેજથી 244 રન બનાવ્યા. બેન સ્ટોક્સ પણ નિરાશ થયો, તેણે 5 ટેસ્ટમાં 23.60ની એવરેજથી માત્ર 236 રન બનાવ્યા.

ઈંગ્લેન્ડની નબળાઈ તેની શરૂઆત હતી. રોરી બર્ન્સે 3 ટેસ્ટમાં માત્ર 12.75ની એવરેજથી 77 રન બનાવ્યા. હસીબ હમીદે 4 ટેસ્ટમાં માત્ર 10ની એવરેજથી 80 રન બનાવ્યા છે. મિડલ ઓર્ડરમાં ઓલી પોપ 3 ટેસ્ટમાં 11.16ની એવરેજથી 67 રન બનાવી શક્યો હતો. જોસ બટલરે 4 ટેસ્ટ રમી હતી પરંતુ બેટમાંથી માત્ર 107 રન જ આવ્યા હતા. તે સ્પષ્ટ છે કે સમગ્ર એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડની બેટિંગ નિષ્ફળ સાબિત થઈ હતી, જેના કારણે ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">