ENG vs SA: દક્ષિણ આફ્રિકાના સ્ટાર બોલરે ‘મિડલ’ ઉડાવી જોની બેયરિસ્ટોની ઈનીંગ ‘ઝીરો’ કરી દીધી, ઈંગ્લેન્ડ મુશ્કેલ સ્થિતીમાં મુકાયુ

|

Aug 18, 2022 | 8:57 AM

દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ (South Africa Vs England) વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ લંડનમાં રમાઈ રહી છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકી સ્ટાર બોલર સામે અંગ્રેજો મુશ્કેલ સ્થિતીમાં મુકાયા છે.

ENG vs SA: દક્ષિણ આફ્રિકાના સ્ટાર બોલરે મિડલ ઉડાવી જોની બેયરિસ્ટોની ઈનીંગ ઝીરો કરી દીધી, ઈંગ્લેન્ડ મુશ્કેલ સ્થિતીમાં મુકાયુ
Jonny Bairstow શૂન્ય રનમાં જ આઉટ થયો

Follow us on

દક્ષિણ આફ્રિકા (South Africa) નો ઝડપી બોલર એનરિક નોરખિયા (Anrich Nortje) તેની ઝડપી ગતિ અને સચોટ બોલિંગ માટે જાણીતો છે. IPL હોય કે ઈન્ટરનેશનલ કરિયર, દરેક જગ્યાએ બેટ્સમેન તેનો શિકાર બનતા જોવા મળે છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનો પણ ક્યાં ટકી રહેવાના હતા? ટીમનો સ્ટાર બેટ્સમેન જોની બેયરિસ્ટો (Jonny Bairstow) નોરખિયાના બોલ પર બોલ્ડ થયો હતો. બોલ પણ એવો હતો કે જેણે જોયો તે જોતો જ રહી ગયો.

ઈંગ્લેન્ડની ટીમ વેરવિખેર થઈ ગઈ

ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ લંડનમાં રમાઈ હતી. વરસાદના કારણે પ્રથમ દિવસે માત્ર 32 ઓવરની જ મેચ રમાઈ હતી જેમાં ઈંગ્લેન્ડે છ વિકેટે 116 રન બનાવ્યા હતા. ઝડપી બોલર કાગીસો રબાડાએ ઈંગ્લેન્ડને શરૂઆતી આંચકા આપ્યા હતા. રબાડાએ આવતાની સાથે જ ઈંગ્લેન્ડની બે વિકેટ ઝડપી હતી. બેયરસ્ટોની વિકેટ ઈંગ્લેન્ડની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે તે શાનદાર ફોર્મમાં છે. જો કે નોરખીયાની સામે એક પણ બેસ્ટો ગયો ન હતો. નોરખિયાએ આ વિસ્ફોટક બેટ્સમેનને ખાતું પણ ખોલવા દીધું ન હતું.

બેયરિસ્ટોનેનુ મિડલ સ્ટંપ ઉડ્યુ

નોરખીયાને 16મીએ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયે ઈંગ્લેન્ડે 42 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. નોરખિયાનો બોલ યોર્કર ન હતો અને બેયરિસ્ટો લાઇન સમજવામાં નિષ્ફળ ગયો અને બોલ મિડલ સ્ટમ્પ પર જઈને અથડાયો હતો. બોલ વાગતાની સાથે જ સ્ટમ્પ હવામાં ઉડી ગયુ હતુ. પાંચ બોલ રમ્યા બાદ પણ તે પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. અહીંથી ઈંગ્લેન્ડની ટીમની મુશ્કેલીઓ વધી ગઈ હતી. નોરખિયાએ 43 રનમાં ત્રણ જ્યારે રબાડાએ 36 રનમાં બે વિકેટ લીધી હતી. નોરખિયાએ વિકેટ કીપર બેટ્સમેન બેન ફોક્સ (છ)ને પણ બોલ્ડ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ઈંગ્લેન્ડે પહેલા દિવસે 116 રન બનાવ્યા હતા

એનરિક નોરખિયા અને કાગિસો રબાડાની ઘાતક બોલિંગે બુધવારે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદથી પ્રભાવિત ઈંગ્લેન્ડની બેટિંગને બરબાદ કરી દીધી હતી. ઓલી પોપે એક છેડો પકડી રાખ્યો છે અને તે 61 રન પર રમી રહ્યો છે પરંતુ તેને બીજા છેડેથી કોઈ મદદ મળી નથી. જ્યારે દિવસની રમતના અંતની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્ટુઅર્ટ બ્રોડ તેમની સાથે ક્રિઝ પર હતો, જેણે હજુ ખાતું ખોલવાનું બાકી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી અને રબાડાએ ટૂંક સમયમાં બંને ઓપનર એલેક્સ લીગે (પાંચ) અને જોક ક્રોલી (નવ)ને પેવેલિયનનો માર્ગ બતાવ્યો.

Published On - 8:56 am, Thu, 18 August 22

Next Article