AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs SA: 10 બોલ પર 0 રન અને 4 બેટ્સમેનો આઉટ, સાઉથ આફ્રિકા સામે ઇંગ્લેન્ડે તબાહી મચાવી

Cricket : બીજી વનડે મેચ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે માન્ચેસ્ટરમાં રમાઈ હતી. જેમાં યજમાન ટીમે 202 રનનો ટાર્ગેટ આપ્યા બાદ પણ 118 રનથી મેચ જીતી લીધી હતી.

ENG vs SA: 10 બોલ પર 0 રન અને 4 બેટ્સમેનો આઉટ, સાઉથ આફ્રિકા સામે ઇંગ્લેન્ડે તબાહી મચાવી
England Cricket Team (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 12:46 PM
Share

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team) એ માન્ચેસ્ટરના મેદાન પર ઘણી તબાહી મચાવી હતી અને દક્ષિણ આફ્રિકાની ટીમ (Cricket South Africa) આ વિનાશનો ભોગ બની હતી. બંને વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં ઇંગ્લિશ બોલરો આક્રમણ પર આવતાની સાથે જ હંગામો મચાવી દીધો હતો. વરસાદના વિધ્ન વચ્ચે બીજી વનડે મેચમાં ઇંગ્લિશ બોલરોએ ધારદાર બોલિંગ કરતા 10 બોલમાં હરીફ ટીમના જાનેમન મલાન અને રાસી વાન ડેર ડુસૈનને ખાતું ખોલવા દીધું ન હતું અને દક્ષિણ આફ્રિકાના 4 બેટ્સમેન 0 રને આઉટ થઇ ગયા હતા. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાના બોલરોએ ઈંગ્લેન્ડની ટીમને 28.1 ઓવરમાં 201 રન પર રોકી દીધી હતી. આમ છતાં યજમાન ટીમે 118 રનથી મેચ જીતી લીધી હતી.

આવી હાર તો સાઉથ આફ્રિકાએ પણ વિચારી ન હતી

ડ્વેન પ્રિટોરિયસે સૌથી વધુ 36 રનમાં 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડને ઓછા સ્કોરમાં આઉટ કરવાની ઉજવણી સાઉથ આફ્રિકા કરી રહી હતી. પણ સાઉથ આફ્રિકાની ટીમે એવું વિચાર્યું નહીં હોય કે તેનાથી પર વધારે ખરાબ હાલત તેની થવાની છે. વરસાદના કારણે મેચ મોડી શરૂ થયા બાદ સાઉથ આફ્રિકાને 29 ઓવરમાં 202 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. તેના જવાબમાં કેશન મહારાજની ટીમ 83 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ. 6 રનમાં જો આફ્રિકાની 4 વિકેટ પડી ગઇ હતી. મલાન 6 બોલ અને ડુસૈન 4 બોલનો જ સામનો કરી શક્યા હતા પણ તે ખાતુ ખોલાવી શક્યા ન હતા. તો એડન માર્કરમ અને લુંગી એંગિડી પણ 0 રનમાં જ આઉટ થઇ ગયા હતા. સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ 33 રન હેનરિક ક્લાસને બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ પોતાની 4 વિકેટ તો 10 બોલમાં જ ગુમાવી દીધી હતી અને આ 10 બોલમાં બેટ્સમેનો 1 રન પણ બનાવી શક્યા ન હતા.

સાઉથ આફ્રિકાના નામે શર્મનાક રેકોર્ડ

18 બોલમાં 35 રન બનાવનાર અને પછી 5 રનમાં 1 વિકેટ લેનાર સેમ કુરન (Sam Curran) પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ સામે વનડેમાં તેનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 331 રન બનાવ્યા હતા. આ મેચના માત્ર 3 દિવસ બાદ દક્ષિણ આફ્રિકાએ પણ ઈંગ્લેન્ડ સામે શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. આ દક્ષિણ આફ્રિકાનો ઈંગ્લેન્ડ સામેનો સંયુક્ત સૌથી નાનો સ્કોર છે અને એકંદરે સંયુક્ત બીજો સૌથી ઓછો સ્કોર છે. પુરુષોની વનડે ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાનો ઇંગ્લેન્ડ સામે સંયુક્ત રીતે સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા 2008માં તેણે 83 રન બનાવ્યા હતા. તો આ દક્ષિણ આફ્રિકાનો એકંદરે સંયુક્ત બીજો નાનો સ્કોર છે. 1993માં દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં માત્ર 69 રન જ બનાવી શકી હતી.

g clip-path="url(#clip0_868_265)">