ENG vs IND: સદીવીર દીપક હુડાને બહાર કરીને કોહલીને આપી હતી તક, પણ વિરાટે કર્યો માત્ર 1 રન

|

Jul 10, 2022 | 7:13 AM

Cricket : વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની બીજી T20માં માત્ર એક રન જ બનાવી શક્યો હતો. વિરાટની ટીમમાં વાપસી પર પ્રશંસકો ખુશ હતા. પરંતુ તેના કારણે બેટ્સમેન દીપક હુડ્ડાને બહાર બેસવું પડ્યું.

ENG vs IND: સદીવીર દીપક હુડાને બહાર કરીને કોહલીને આપી હતી તક, પણ વિરાટે કર્યો માત્ર 1 રન
Deepak Hooda and Virat Kohli (File Photo)

Follow us on

ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બેટિંગ કરીને 170 રન બનાવ્યા હતા. આ મેચ ખાસ હતી કારણ કે આ મેચમાં ટીમ ઈન્ડિયાના મોટા સ્ટાર્સે કમબેક કર્યું હતું. પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) પણ પ્લેઇંગ-11માં જોડાયો હતો પરંતુ માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. જોકે ટીમ ઇન્ડિયાએ આ મેચ 49 રને જીતી લીધી હતી.

વિરાટ કોહલીએ તેના સ્પોટ નંબર-3 પર બેટિંગ કરી અને માત્ર 2 બોલ રમ્યા હતા અને માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલીનો ફ્લોપ શો ઘણા સમયથી ચાલી રહ્યો છે અને દરેક વખતે તે મોટી ઇનિંગ્સ રમવામાં ચૂકી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી અહીં ફ્લોપ થયો તો ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

કારણ કે વિરાટ કોહલીની ગેરહાજરીમાં દીપક હુડ્ડા (Deepak Hooda) છેલ્લી કેટલીક ટી20 મેચમાં આ સ્થાન પર રમી રહ્યો હતો. નંબર-3 પર આવેલા દીપક હુડ્ડાએ આયર્લેન્ડ સામે સદી ફટકારી હતી અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. દીપક હુડ્ડા (Deepak Hooda) એ છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં 184 રન બનાવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દીપક હુડાની છેલ્લી ત્રણ ઇનિંગ (ટી20 ક્રિકેટ)

1) 33 રન vs ઇંગ્લેન્ડ
2) 104 રન vs આયરલેન્ડ
3) 47* રન vs આયરલેન્ડ

આટલા શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીને બાકાત રાખવા પર સવાલો ઉભા થયા હતા જે ખરેખર યોગ્યો બાબત છે. જો કે પહેલાથી જ શંકા હતી કે સ્ટાર ખેલાડીઓ ટીમમાં પરત ફરશે ત્યારે કોણ બહાર જશે. કારણ કે T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતે પણ તેની તૈયારી પર ધ્યાન આપવું પડશે.

ભારતે 49 રને બીજી ટી20 મેચ જીતી લીધી

તમને જણાવી દઈએ કે બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બેટિંગ કરી અને તેને રોહિત શર્મા (Rohit Sharma)-રિષભ પંતે (Rishabh Pant) જબરદસ્ત શરૂઆત અપાવી હતી. પરંતુ બંને આઉટ થતાં જ ભારતનો દાવ ખોરવાઈ ગયો હતો. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક કોઈ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ સાબિત થયા હતા. પ્રથમ બેટિંગ કરતા ભારતે 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડ માત્ર 121 રનમાં સમેટાઈ ગયું હતું. ભારતે શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

Next Article