ENG vs IND: ભારત પાંચમી ટેસ્ટ જીતની નજીક, આ ત્રણ આંકડાઓ આપી રહ્યા છે સાબિતી

|

Jul 04, 2022 | 12:38 PM

Cricket : ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ ઈંગ્લેન્ડને (England Cricket) માત્ર 284 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. 132 રનની લીડ લીધા બાદ ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 125 રન બનાવી લીધા છે.

ENG vs IND: ભારત પાંચમી ટેસ્ટ જીતની નજીક, આ ત્રણ આંકડાઓ આપી રહ્યા છે સાબિતી
Team India (PC: BCCI)

Follow us on

એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમે (Team India) પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ ઈંગ્લેન્ડને માત્ર 284 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. 132 રનની લીડ લીધા બાદ ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 125 રન બનાવી લીધા છે. એટલે કે અત્યાર સુધી કુલ લીડ 257 રનની થઈ ગઈ છે. પ્રથમ દાવમાં 400+ રન બનાવ્યા, 100+ લીડ લીધી અને પછી 250+ થી વધુ લક્ષ્યો સુનિશ્ચિત કર્યા. આ 3 આંકડા છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે એજબેસ્ટન ટેસ્ટ સંપૂર્ણપણે ટીમ ઇન્ડિયાના હાથમાં છે. અમે આવું કેમ કહીએ છીએ? અહીં જાણો..

એજબેસ્ટન ખાતે પહેલી ઇનિંગમાં 400+ રન બનાવનાર ટીમ ક્યારેય નથી હારી

એજબેસ્ટન ખાતેની આ ટેસ્ટ પહેલા પ્રથમ ઇનિંગમાં 16 વખત 400+ રન બનાવ્યા છે. તેમાંથી 8 ટેસ્ટ ડ્રો રહી હતી અને 8 ટેસ્ટ મેચમાં જીત મળી હતી. જે ટીમોએ પ્રથમ દાવમાં 400+ રન બનાવ્યા હતા. એટલે કે, પ્રથમ બેટિંગ કરીને 400+ રન બનાવનાર ટીમ ક્યારેય હારી નથી. એજબેસ્ટન ખાતે પ્રથમ બેટિંગ કરતા ભારતે 416 રન બનાવ્યા છે. એટલે કે અગાઉના આંકડાઓ અનુસાર અહીં ભારતની હાર અસંભવ છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

એજબેસ્ટનમાં માત્ર એકવાર 250+ નો લક્ષ્યાંક ચેઝ થયો છે

એજબેસ્ટનના 120 વર્ષના ઈતિહાસમાં 250+ રનનો લક્ષ્યાંક માત્ર એક જ વાર ચેઝ થયો છે. અહીં દક્ષિણ આફ્રિકાએ 2008માં ઈંગ્લેન્ડ સામે આપેલા 281 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. ઈંગ્લેન્ડ આજ સુધી અહીં 250+ રનના લક્ષ્યનો પીછો કરી શક્યું નથી. ઇંગ્લેન્ડનો અહીં સૌથી સફળ ચેઝ 208 રન છે. જે તેણે 1999માં ન્યૂઝીલેન્ડ સામે કર્યો હતો. આવી સ્થિતિમાં ભારતની 250+ રનની લીડ દર્શાવે છે કે આ મેચમાં ભારતની હારની શક્યતાઓ નહિવત છે.

 

પહેલી ઇનિંગના આધારે 100+ રનની લીડ લીધા બાદ ભારત ક્યારેય હાર્યું નથી

પ્રથમ દાવના આધારે 100+ રનની લીડ લીધા બાદ ભારતીય ટીમ (Team India) તેના ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) ના ઈતિહાસમાં ક્યારેય હારી નથી. આ આંકડો આ મેચમાં ભારતનો સૌથી મજબૂત પોઇન્ટ છે. ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટનમાં પ્રથમ દાવમાં 132 રનની લીડ લીધી હતી. જે આ મેચમાં તેની હારને અશક્ય બનાવવા માટે પૂરતી છે.

Next Article