ENG vs IND : ભારત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ, ઇંગ્લેન્ડને ઓછામાં ઓછા આટલા રનનો ટાર્ગેટ આપવો જોઇએ

|

Jul 04, 2022 | 10:49 AM

IND vs ENG 5મી ટેસ્ટ: ટીમ ઈન્ડિયા (Team India) 5મી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 257 રનની લીડ ધરાવે છે અને 7 વિકેટ બાકી છે. બીજી ઇનિંગમાં 50 રન બનાવ્યા બાદ પણ ચેતેશ્વર પૂજારા રમી રહ્યો છે.

ENG vs IND : ભારત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ, ઇંગ્લેન્ડને ઓછામાં ઓછા આટલા રનનો ટાર્ગેટ આપવો જોઇએ
Team India (PC: Twitter)

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) એ 5મી ટેસ્ટમાં પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. પ્રથમ દાવમાં 132 રનની લીડ લીધા બાદ ટીમે ત્રીજા દિવસની રમતના અંતે બીજા દાવમાં 3 વિકેટે 125 રન બનાવ્યા હતા. આ રીતે તેની લીડ 257 રનની થઈ ગઈ છે. ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) 50 રને અણનમ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે આજનો ચોથો દિવસ સૌથી મહત્વનો રહેવાનો છે. ટીમ પોતાની લીડને ઓછામાં ઓછા 400 રન સુધી લંબાવવા માંગશે અને 2 સેશનમાં બેટિંગ કરવાના લક્ષ્ય સાથે ઉતરશે. ન્યૂઝીલેન્ડ સામેના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ છેલ્લી બે મેચમાં શાનદાર જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1 થી આગળ છે. આવી સ્થિતિમાં તેમને સિરીઝ જીતવા માટે માત્ર ડ્રોની જરૂર છે. આ કારણે પણ ટીમ જોખમ લેવા માંગતી નથી.

લીડ્ઝમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. કીવી ટીમે તેને 296 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેણે 54.2 ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. ટીમનો રન રેટ 5.44 હતો. જે ટેસ્ટ ક્રિકેટની દૃષ્ટિએ ઘણો સારો છે. જોની બેરસ્ટો 44 બોલમાં 71 રન બનાવીને અણનમ રહ્યો હતો. સ્ટ્રાઈક રેટ 161 હતો. બીજી તરફ જો રૂટે અણનમ 86 અને ઓલી પોપે 82 રન બનાવ્યા હતા.

ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડ ટીમનો રનરેટ 6 નો હતો

આ પહેલા નોટિંગહામમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઈંગ્લિશ ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. ટીમે ન્યૂઝીલેન્ડે આપેલા 299 રનના લક્ષ્યાંકને માત્ર 50 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. એટલે કે દરેક ઓવરમાં લગભગ 6ના રન રેટ સાથે રન બનાવ્યા હતા. આ એક રેકોર્ડ છે. જોની બેરસ્ટો (Jonny Bairstow) એ અહીં પણ આક્રમક બેટિંગ કરી હતી. તેણે 92 બોલમાં 136 રન બનાવ્યા હતા. સ્ટ્રાઈક રેટ 148 હતો. તેણે 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન બેન સ્ટોક્સે પણ 70 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લિશ ટીમના છેલ્લી 2 મેચના પરિણામો જોઇને સાવધ રહેવું પડશે. જોની બેયરસ્ટો (Jonny Bairstow) એ પણ પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તે શરૂઆતમાં ધીમો હતો પરંતુ ત્યાર બાદ તેણે ખૂબ જ આક્રમક બેટિંગ કરી હતી. જો કે એજબેસ્ટનનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના પક્ષમાં છે. અહીં ચોથી ઇનિંગમાં ક્યારેય 300 રન બન્યા નથી.

Next Article