ENG vs IND: સુકાની રોહિત શર્માએ બીજી T20માં બનાવ્યો ખાસ રેકોર્ડ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

|

Jul 10, 2022 | 7:14 AM

Cricket : રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે પહેલો ચોગ્ગો ફટકારતા જ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો.

ENG vs IND: સુકાની રોહિત શર્માએ બીજી T20માં બનાવ્યો ખાસ રેકોર્ડ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો
Rohit Sharma (File Photo)

Follow us on

બર્મિંગહામ (Birmingham) માં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડ (ENG vs IND) ને 49 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની T20 શ્રેણી 2-0 થી જીતી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમ 17 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે T20 ઈન્ટરનેશનલમાં આવું કરનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે.

આવુ કરનાર પહેલો ભારતીય ખેલાડી

રોહિત શર્મા (Rohit Sharma) એ ઈંગ્લેન્ડ સામે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ પ્રથમ ચોગ્ગો ફટકારતા જ વિરાટ કોહલી (Virat Kohli) ને પાછળ છોડી દીધો હતો. રોહિત શર્મા હવે T20 ઈન્ટરનેશનલ (T20 Cricket) માં સૌથી વધુ ચોગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સિવાય તે આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ (Paul Stirling) એ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.

ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ખેલાડીઓ

1) પોલ સ્ટર્લિંગઃ 325 ચોગ્ગા
2) રોહિત શર્માઃ 301 ચોગ્ગા
3) વિરાટ કોહલીઃ 298 ચોગ્ગા
4) માર્ટિન ગપ્ટિલઃ 287 ચોગ્ગા
5) એરોન ફિંચઃ 286 ચોગ્ગા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિરાટ કોહલી ત્રીજા સ્થાન પર

રોહિત શર્મા (Rohit Sharma) T20 ઈન્ટરનેશનલમાં 300થી વધુ ચોગ્ગા મારનાર બીજો બેટ્સમેન છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ છે જેણે 325 ચોગ્ગા ફટકાર્યા છે. તો ભારતીય સુકાની રોહિત શર્માએ 301, ભૂતપૂર્વ ભારતીય સુકાની વિરાટ કોહલીએ 298, માર્ટિન ગુપ્ટિલે 287 અને એરોન ફિન્ચે 286 ચોગ્ગા ફટકાર્યા છે.

ભારતે બીજી ટી20 મેચ જીતી સીરિઝ પર કબજો કર્યો

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ટી20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી. ભારતે બીજી મેચને શાનદાર રીતે જીતી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) શરુઆતને બંને મેચ લક્ષ્ય બચાવીને જીત મેળવવામાં સફળતા મેળવી છે. ભારતે બીજી ટી20માં ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 170 રનનો સ્કોર 8 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો. એક બાદ એક ભારતીય બેટ્સમેનો પેવિલિયન પરત ફરવાનો સિલસિલો જાળવતા ભારત માટે મુશ્કેલીથી આ સ્કોર નોંધાવવામાં સફળ રહ્યુ હતુ. પરંતુ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશીપમાં વધુ એક ટી20 મેચ જીતવામાં સફળતા મળી હતી અને સાથે જ સિરીઝમાં અજેય રહી ટ્રોફી હવે પોતાને નામ કરી લેવામાં ભારત સફળ રહ્યુ છે.

Next Article