AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs AFG: ઈંગ્લેન્ડને અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરતા પહેલા જ ખરાબ સમાચાર, મહત્વનો ખેલાડી અનફીટ

ક્રિસ વોક્સ (Chris Woakes) બોલની સાથે સાથે બેટથી પણ મેચને પલટાવવાની ક્ષમતા ધરાવે છે. તે ઘણી વખત ઈંગ્લેન્ડ માટે આવું કરતો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે તે આ ટીમની મહત્વની કડી પણ છે.

ENG vs AFG: ઈંગ્લેન્ડને અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરતા પહેલા જ ખરાબ સમાચાર, મહત્વનો ખેલાડી અનફીટ
Chris Woakes અફઘાનિસ્તાન સામે ઉતરવાને લઈ શંકા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 10:04 AM
Share

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ (Australia Vs New Zealand) વચ્ચે સિડનીમાં રમાનારી મેચથી થશે. તેથી આ ટુર્નામેન્ટની બીજી મેચ થોડા સમય પછી પર્થમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન (England Vs Afghanistan) વચ્ચે શરૂ થશે. બંને ટીમ સીધા સુપર 12 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. અલબત્ત, ઈંગ્લેન્ડનું પલડું ભારે દેખાઈ રહ્યું છે, પરંતુ ટી-20 ફોર્મેટમાં અફઘાનિસ્તાન પણ ઓછા નથી. જો કે, આ બેમાંથી કોણ ટી-20 વર્લ્ડ કપ 2022માં પહેલી જીત નોંધાવશે, તે તો પછી ખબર પડશે. પરંતુ, તે પહેલા આ સમાચાર ઈંગ્લેન્ડ માટે થોડા સારા નથી. વાસ્તવમાં, આ મેચ પહેલા તેની ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ (Chris Woakes) ઈજાની સમસ્યામાં સપડાયો છે.

ક્રિસ વોક્સ બોલની સાથે સાથે બેટથી પણ મેચને પલટાવવાની ક્ષમતા ધરાવે છે. તે ઘણી વખત ઈંગ્લેન્ડ માટે આવું કરતો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે તે આ ટીમની મહત્વની કડી પણ છે. પરંતુ, ટીમનો આ મહત્વનો ખેલાડી ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં અફઘાનિસ્તાન સામે પોતાની ટીમની સેવા કરતો જોવા નહીં મળે.

ટોપલીની બહાર થયા બાદ ક્રિસ વોક્સ અનફિટ

ક્રિસ વોક્સના અનફિટ હોવાના સમાચાર ઈંગ્લેન્ડને ટેન્શન આપશે કારણ કે આ પહેલા રીસ ટોપલી પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યો છે. વોક્સ પાવરપ્લે અને ડેથ બંનેમાં બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. આ અર્થમાં, તે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં તેની ટીમ માટે મહત્વપૂર્ણ પાત્ર સાબિત થઈ શકે છે.

ક્રિસ વોક્સ વિશે અપડેટ આપતાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કહ્યું, “અમે વોક્સ સાથે કોઈ જોખમ લેવા માંગતા નથી. તે અમારો મહત્વનો ખેલાડી છે. પરંતુ મને લાગે છે કે તે હવે પહેલા કરતા વધુ સારું અનુભવી રહ્યો છે. તેણે આખો દિવસ ટ્રેનિંગમાં પણ ભાગ લીધો હતો.”

T20 વર્લ્ડ કપ પહેલા જ વોક્સનુ શાનદાર પ્રદર્શન રહ્યુ

T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત પહેલા ક્રિસ વોક્સે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 મેચમાં ઈંગ્લેન્ડ માટે બે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પાકિસ્તાન સામેની 7 T20 મેચની શ્રેણીની છેલ્લી મેચમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી અને છેલ્લી T20માં ફિન્ચ અને મિશેલ માર્શ બે બોલમાં બેક ટુ બેકનો શિકાર બન્યા હતા.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">