Pakistan ને લાગશે મરચાં! ભારતીય ક્રિકેટ બોર્ડના વખાણ કરી ECB CEO એ કર્યુ સમર્થન

WTC Final 2023 ના માટે ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેંડના પ્રવાસે છે, જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ધ ઓવલમાં રમાનારી છે. આ પહેલા ઈંગ્લેન્ડ થી ભારતીય બોર્ડનુ સમર્થન આવ્યુ છે.

Pakistan ને લાગશે મરચાં! ભારતીય ક્રિકેટ બોર્ડના વખાણ કરી ECB CEO એ કર્યુ સમર્થન
BCCI ના યોગદાનને લઈ કર્યા વખાણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 7:03 PM

ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેંડના પ્રવાસે છે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. બીજી તરફ ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તરફથી ભારતના વખાણ આવ્યા છે. બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી દ્વારા ભારતના ક્રિકેટ વિશ્વ માટે યોગદાન અને વિકાસને લઈ વાત કરવામાં આવી છે. ભારતે આ માટે મોટુ યોગદાન કર્યુ હોવાનુ કહ્યુ હતુ. ભારતીય ક્રિકેટ બોર્ડ ICC પાસેથી આગામી વર્ષથી મોટી રકમ મેળવશે. આ રકમ પાકિસ્તાનને મળનારી રકમ કરતા અનેકગણી વધારે છે.

પાકિસ્તાનને પોતાને મળનારી ઓછી રકમ અને ભારતને મળનારી વધારે રકમને લઈ આમ પણ પહેલાથી જ મરચા લાગ્યા હતા. પીસીબીના ચેરમેને પણ આ અંગે રજૂઆતની વાતો કરી હતી. ભારતને 230 મિલિયન ડોલર રકમ વાર્ષિક મળનારી હોવાનુ નાણાંકીય મોડલ પ્રસ્તાવિત છે. આમ ભારતને 38.5 ટકા રકમનો હિસ્સો આઈસીસી પાસેથી મળશે. જ્યારે પાકિસ્તાનને માત્ર 5.75 ટકા ના હિસ્સા લેખે 34.51 મિલિયન ડોલરની રકમ જ મળશે.

હિસ્સાને લઈ ઈસીબીનુ સમર્થન

આ દરમિયાન હવે ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના સીઈઓ રિચર્ડ ગૂડ દ્વારા આ અંગે સમર્થન દર્શાવ્યુ છે. ભારતનુ વિશ્વ ક્રિકેટના વિકાસ અને આવક બાબતે ખૂબ જ મોટુ યોગદાન હોવાનુ કહ્યુ હતુ. ગૂડે કહ્યુ હતુ કે, રમતને આગળ વધારવા માટે અને આવક સર્જન માટે ભારતની ભૂમિકા જોવામાં આવે તો આ યોગ્ય છે. એક અબજ 40 કરોડ લોકો, એક રમત, દસ ટીમ (આઈપીએલ), એક આંતરરાષ્ટ્રીય ટીમ.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આગળ કહ્યુ હતુ કે, આ સિવાય મને વિશ્વ ક્રિકેટને આગળ વધારવાનુ વલણ વધારે પસંદ છે. ભારત એટલી આંતરરાષ્ટ્રીય મેચ રમે છે અને એુ એટલા માટે કે તેમને ખ્યાલ છે કે તેમના પ્રવાસથી દર્શકોની રુચી વધે છે અને સ્થાનિક બોર્ડની આવક પણ. ભારત નહીં હોય તો રમતમાં આટલી આવક પણ નહીં થઈ શકે છે.

પાકિસ્તાને અગાઉ સવાલ ઉઠાવ્યા હતા

આ પહેલા જ્યારે પ્રસ્તાવિત નવા રાજસ્વ વિતરણ મોડલથી પાકિસ્તાન નાખુશ હતુ અને ચેરમેન નજમ શેઠીએ સવાલ ઉઠાવ્યા હતા. જોકે તેઓએ ભારતને રકમ વધારે મળે એ માટે યોગ્ય ગણાવ્યુ હતુ પરંતુ, હિસ્સાની વહેંચણીને લઈ સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચોઃ  IND vs AUS: જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે તે Duke Ball ની શુ છે ખાસિયત, જે બોલ ઓસ્ટ્રેલિયાનો કરી શકે છે ખેલ ખતમ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">