DPL 2021: મેચ રેફરી અને અંપાયરોની કાર પર કરાયો હુમલો, માંડ માંડ બચી નીકળ્યા મેચ અધિકારીઓ

|

Jun 13, 2021 | 8:57 PM

બાંગ્લાદેશ (Bangladesh) અને પાકિસ્તાન (Pakistan)માં મેચ રમવી કે રમાડવી એટલે જીવ મુઠ્ઠીમાં રાખવાની હિંમત જોઈએ. બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ઢાકા પ્રિમિયર લીગ (DPL)ના મેચ રેફરી અને અંપાયરોને યમરાજના દર્શન સમાન અનુભવ થઈ ગયો હતો.

DPL 2021: મેચ રેફરી અને અંપાયરોની કાર પર કરાયો હુમલો, માંડ માંડ બચી નીકળ્યા મેચ અધિકારીઓ
File Image

Follow us on

બાંગ્લાદેશ (Bangladesh) અને પાકિસ્તાન (Pakistan)માં મેચ રમવી કે રમાડવી એટલે જીવ મુઠ્ઠીમાં રાખવાની હિંમત જોઈએ. બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ઢાકા પ્રિમિયર લીગ (DPL)ના મેચ રેફરી અને અંપાયરોને યમરાજના દર્શન સમાન અનુભવ થઈ ગયો હતો. અંપાયરો અને રેફરીની કાર પર હુમલો કરવાને લઈને મેચ અડધો કલાક મોડી શરુ થઈ શકી હતી.

 

અંપાયરો અને મેચ રેફરી DPL મેચ માટે જઈ રહ્યા હતા. આ દરમ્યાન તેમની પર રસ્તામાં હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલાખોરો ના તેઓ નિશાને તેઓ સીધા નહોતા. અધિકારીઓ જે માર્ગે પસાર થઈ રહ્યા હતા, એ રસ્તા પર પ્રદર્શનકારીઓએ હંગામો મચાવ્યો હતો. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા અધિકારીઓ પણ ઘર્ષણ દરમ્યાન વાહનો પર હુમલો કરાયો હતો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

મીડિયા રિપોર્ટનુસાર સાવર ઔદ્યોગીક ક્ષેત્રમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમ્યાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. મેચ અધિકારીઓની કાર પૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. પ્રદર્શનને કારણે આ ક્ષેત્રમાં ફસાયેલી અન્ય કારો પર પણ હુમલો કર્યો હતો.

 

સ્થાનિક પોલીસ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (Bangladesh Cricket Board)ના સુરક્ષા અધિકારીઓની મદદથી બચી નીકળવામાં સફળ રહ્યા હતા. આ કારણથી DPL મેચ નિયત સમય કરતા 30 મિનિટ મોડી શરુ થઈ હતી.

 

આ પણ વાંચો: NZ vs ENG: ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી, ન્યુઝીલેન્ડનો શ્રેણી વિજય

Next Article