AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ vs ENG: ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી, ન્યુઝીલેન્ડનો શ્રેણી વિજય

આ જીત સાથે જ ન્યુઝીલેન્ડ (New Zealand)ની ટીમે શ્રેણીમાં 1-0થી વિજય મેળવ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ વર્ષ 1999 બાદ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહ્યુ છે.

NZ vs ENG: ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી, ન્યુઝીલેન્ડનો શ્રેણી વિજય
Team New Zealand
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 13, 2021 | 6:13 PM
Share

એજબેસ્ટન (Edgbaston Test)માં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ઈંગ્લેંડને હરાવીને ટેસ્ટ શ્રેણી પર કબ્જો કરી લીધો છે. આ જીત સાથે જ ન્યુઝીલેન્ડ (New Zealand)ની ટીમે શ્રેણીમાં 1-0થી વિજય મેળવ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ વર્ષ 1999 બાદ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહ્યુ છે. ન્યુઝીલેન્ડની ટીમને મેચને જીતવા માટે માત્ર 38 રનનું લક્ષ્ય મળ્યુ હતુ.

ઈંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) વચ્ચેની રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. બીજી ટેસ્ટ મેચમાં 38 રનના નજીવા સ્કોરને 2 વિકેટ ગુમાવીને ન્યુઝીલેન્ડે પાર કરી લીધો હતો. બીજી ટેસ્ટ મેચમાં છ વિકેટ ઝડપનાર ન્યુઝીલેન્ડના મેટ હેનરીને મેન ઓફ ધ મેચ તરીકે પંસદ કરવામાં આવ્યો હતો.

ન્યુઝીલેન્ડના બોલરોએ દમ દેખાડીને ઈંગ્લેન્ડને 122 રન પર જ સમેટી લીધુ હતુ. આમ ન્યુઝીલેન્ડને ઓછા રનનો ટાર્ગેટ મળતા આસાન જીત મેળવીને શ્રેણી પર જીત મેળવી હતી. ઈંગ્લેંડે પ્રથમ ઈનીંગમાં 303 રન કર્યા હતા. જેને જવાબમાં ડેવોન કોન્વેની 80 અને રોઝ ટેલરની 80 રનની ઈનીંગને લઈ મજબૂત સ્થિતી ન્યુઝીલેન્ડે બનાવી હતી. ન્યુઝીલેન્ડે 388 રન બનાવ્યા હતા.

ત્યારે ઈંગ્લેંડની બીજી ઈનીંગ દરમ્યાન મેન હેનરી, ટ્રેન્ટ બોલ્ટ અને નીલ વેગનરે આક્રમક બોલીંગ કરી હતી. જેની સામે ઈંગ્લેંડ માત્ર 122 રનમાં જ સમે્ટાઈ ગયુ હતુ. ઈંગ્લેંડ તરફથી સૌથી વધુ રન ઝડપી બોલર માર્ક વુડે બીજી ઈનીંગમાં બનાવ્યા હતા. હેનરી અને વેગનરે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ મેળવી હતી.

આ પણ વાંચો: Rishabh Pant પાસેથી આ વિદેશી ખેલાડી બેટીંગ શિખી રહ્યો હતો, તેણે મીસ કેલિફોર્નિયા સાથે કર્યા હતા લગ્ન

g clip-path="url(#clip0_868_265)">