Ms Dhoniએ CSK ઇવેન્ટમાં રાજવર્ધન હંગરગેકરના નો-બોલની મજાક ઉડાવી, જુઓ Video
ચેન્નાઈ સુપર કિંગ્સનો યુવા ક્રિકેટર રાજવર્ધન હેંગરગેકર પહેલીવાર કોઈ ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યો હતો, તેની સાથે CSK કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન કોઈ ઈવેન્ટમાં ભાગ લેવો ફ્રેન્ચાઈઝી ટીમોના ક્રિકેટરો માટે નવી વાત નથી, પરંતુ જો કોઈ યુવા ક્રિકેટર પહેલીવાર કોઈ ઈવેન્ટમાં પહોંચે છે તો તે ચોક્કસપણે તેના માટે યાદગાર બની જાય છે. આવું જ કંઈક ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા ઓલરાઉન્ડર રાજવર્ધન હંગરગેકર સાથે થયું. રાજવર્ધન સીએસકેના બોલિંગ કોચ ડ્વેન બ્રાવો અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે આ ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યો હતો.
વીડિયો CSKના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો
આ દરમિયાન ધોનીએ રાજવર્ધનને મજેદાર રીતે ટ્રોલ પણ કર્યો, જેનો વીડિયો CSKના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.ધોનીએ આ ઈવેન્ટ દરમિયાન કહ્યું કે રાજે તૈયાર થવામાં સૌથી વધુ સમય લીધો, શું આ પહેલી ઈવેન્ટ છે? જેના પર રાજવર્ધને તરત જ માથું હલાવ્યું અને હા પાડી. આ પછી ઈવેન્ટ હોસ્ટ કરનાર વ્યક્તિએ રાજને માઈક લઈને કંઈક કહેવા કહ્યું.
Extra Love and Banter! That’s how Raj’s first ever meet and greet went by! #WhistlePodu #Yellove 🦁💛 @TheIndiaCements pic.twitter.com/nfJdS7UVcX
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2023
રાજવર્ધને કહ્યું સૌને ગુડ ઈવનિગ. અહીં આવીને ખૂબ જ આનંદ થયો. જેમ કે માહી ભૈયાએ કહ્યું હતું કે આપણે આ ઈવેન્ટને જેટલું મનોરંજક બનાવી શકીએ છીએ તેટલું જ તેને રમૂજમાં પણ બનાવી શકીએ છીએ. તેટલો પ્રયત્ન કરીશું,આ પછી ધોનીએ આ કમેન્ટ બાદ રાજવર્ધન હંગરગેકરને ટ્રોલ કર્યો અને કહ્યું, ” કોઈ તેના નો બોલ વિશે કોઈ વાત નહીં કરે.” ધોનીની આ ટિપ્પણી સાંભળીને બધા હસવા લાગ્યા.
આ પણ વાંચો : IPL 2023: દિનેશ કાર્તિકની ભૂલથી RCB હાર્યું! મજબૂત બેટિંગ છતાં Royal Challengers Bangalore છેલ્લા બોલે હારી ગયું
વાઈડ-નો બોલ કરનારા માટે ચેતવણી
ધોનીને સૌથી વધારે પરેશાની પોતાના એવા બોલરોથી છે કે, જેઓ નો અને વાઈડ બોલ વડે એક્સ્ટ્રા રન અને ફાયદો હરીફ ટીમોને આપી રહ્યા છે. ધોનીએ તો એ હદે કહ્યુ હતુ કે, જો આવી જ સ્થિતી રહી તો ટીમે હવે નવો કેપ્ટન શોધવો પડી શકે છે. નો બોલ અને વાઈડ બોલ ફેંકવામાં ચેન્નાઈની ટીમ તરફથી તુષાર દેશપાંડે સૌથી આગળ છે. આમ તેના માટે પણ આ ચેતવણી લાગુ પડી શકે છે, એમ માનવામાં આવી રહ્યુ છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો