DC vs CSK: દિલ્હી ખાસ જર્સી સાથે ઉતરીને ચેન્નાઈને આપી શકે છે ઝટકો, આ 3 મેચ છે ધોની માટે ચિંતાનુ કારણ!
IPL 2023: દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આજે અરુણ જેટલી સ્ટેડિયમમાં સિઝનમાં પોતાની અંતિમ લીગ મેચ રમશે. ડેવિડ વોર્નરની આગેવાની ધરાવતી દિલ્હીની ટીમ પહેલાથી જ બહાર ફેંકાઈ ગઈ છે.
IPL 2023 નો લીગ તબક્કો આવતીકાલ રવિવારે સમાપ્ત થઈ જશે. આજે ડબલ હેડર દિવસમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી આ ટક્કર જબરદસ્ત બનવાની છે એમાં બેમત નથી. દિલ્હી જીત સાથે ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાંથી વિદાય લેવા ઈચ્છશે. તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી એકવાર સિઝનમાં ઘર આંગણે રમવા માટે અને પ્લેઓફમાં પહોંચી પાંચમી વાર IPL ચેમ્પિયન બનવાનુ સપનુ સાકાર કરવા માટે દમ લગાવશે. દિલ્હીને ચેન્નાઈ માટે હળવાશમાં લઈ શકાય એમ નથી, આ માટે ત્રણ મેચના ઈતિહાસ પર નજર કરવી પડે એમ છે.
ધોની માટે IPL માંથી નિવૃત્તીની વાતો થઈ રહી છે. તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર વિદાય લેવાનુ ઈચ્છશે. આમ તે ચેપોકમાં ફરી પહોંચવા માટે આજની મેચને કોઈ પણ હિસાબે જીતવા ઈચ્છશે. જોકે દિલ્હી પહેલાથી જ બહાર થઈને હવે અન્ય ટીમોનો ખેલ ખરાબ કરી રહી છે. ધર્મશાળામાં પંજાબ કિંગ્સને હરાવીને બહારનો રસ્તો દેખાડવાનુ કામ કર્યુ હવે ધોની સામે શનિવારે ચેન્નાઈ સામે ઉતરી રહ્યુ છે.
ત્રણ મેચની કહાની ચિંતાનુ કારણ
દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે વર્તમાન સિઝનનુ પ્રદર્શન જોવામાં આવે તો દિલ્હી ક્યાંય પાછળ રહી જાય છે. પરંતુ પ્લેઓફમાં પહોંચવાના દબાણ પહેલા ચિંતા કઈ વાતની છે એ જોવામાં આવે તો એ ત્રણ મેચની કહાની જોવી જરુરી છે. જે પાછળની ત્રણ સિઝનની મેચની કહાની છે. જેમાં દિલ્હીની જીતે હરીફ ટીમના ખેલ બગાડી દીધા હતા.
- વર્ષ 2020 માં દિલ્હીએ RCB ને 59 રનથી હરાવ્યુ હતુ.
- વર્ષ 2021 માં દિલ્હીએ મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યુ હતુ.
- વર્ષ 2022 માં દિલ્હીએ કોલકાતા નાઈટ રાઈડર્સને 4 વિકેટથી હરાવ્યુ હતુ.
આ પણ વાંચોઃ Ricky Ponting: વિરાટ કોહલીને લઈ ICC WTC Final પહેલા જ ‘ડર’ નો માહોલ, પોન્ટિંગે મેચ બતાવ્યુ કારણ
હવે તમને લાગશે કે, આ મેચના પરિણામથી ચિંતા કરવા જેવુ શુ છે? તો એ પણ જણાવી દઈએ. આ એ મેચ છે, જેમાં દિલ્હીએ જીત મેળવી ત્યારે સિઝનમાં તેણે અલગ જ જર્સી પહેરીને મેદાનમાં ઉતરી હતી. એ જર્સીમાં ઉતરતા દિલ્હીની ટીમ અંતિમ ત્રણેય સિઝનમાં હાર્યુ નથી. હવે દિલ્હીએ આ વખતે પણ એ જ કામ કરી રહી છે, જેમાં તે ચેન્નાઈ સામે અલગ જર્સીમાં મેદાને ઉતરશે. આ જર્સીમાં રેઈનબો ડિઝાઈન છે, એટલે કે સપ્તરંગી જર્સી સાથે મેદાને ઉતરશે.
Ending our #IPL2023 campaign on a 🌈 note!
Our boys will be donning these special threads in our last home match of the season at #QilaKotla! #YehHaiNayiDilli #DCvCSK pic.twitter.com/UuvM51Yo8R
— Delhi Capitals (@DelhiCapitals) May 19, 2023
આવી જર્સી દિલ્હીએ પ્રથમ વાર 2020 ની સિઝનમાં પહેરી હતી. આમ દિલ્હીએ આ જર્સી જ્યારે પહેરી છે, પરિણામ દિલ્હીને જ મળ્યુ છે. જો આ જ સિલસિલો જળવાઈ રહેશે, તો ચેન્નાઈ માટે ચિંતા વધી શકે છે. દિલ્હીનુ આ જર્સી પહેરવાનુ કારણ ખાસ છે, આ જર્સીની હરાજી બાદ મળનારી રકમમાંથી તે કો-ઓનર જિંદાલ સ્પોર્ટ્સ ના ઈન્સ્પાયર ઈન્સ્ટૂટ્યૂટમાં ખેલાડીઓની મદદ માટે દાન કરે છે.