IPL : ખરાબ સિઝન બાદ દિલ્હી કેપિટલ્સે અજીત અગરકર અને શેન વોટસનની કરી છુટ્ટી
IPL 2023માં નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાં ફેરફાર થવાની અટકળો વચ્ચે દિલ્હી કેપિટલ્સની ટીમે અંતે બે મોટા નામોને ટીમથી દૂર કરી દીધા છે. હવે આ બંને આગામી સિઝનમાં ટીમનો હિસ્સો નહીં હોય.
દિલ્હી કેપિટલ્સ ટીમનું ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. સિઝન સમાપ્ત થયા બાદ ખેલાડીઓની સાથે કોચિંગ સ્ટાફને પણ આવા ખરાબ પરફોર્મન્સ માટે જવાબદાર માનવામાં આવ્યું હતું અને ટીમમાં પરિવર્તનની માંગ ઉઠી હતી. આ બધા વચ્ચે ફ્રેન્ચાઇઝીએ ગુરુવારે એક મોટો નિર્ણય લીધો હતો.
દિલ્હીએ અગરકર-વોટસનને બહાર કર્યા
ગત સિઝનના ખરાબ પ્રદર્શનને જોતા ફ્રેન્ચાઇઝીએ તેમની ટીમના 2 આસિસ્ટન્ટ કોચનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો છે. આમાં એક નામ પૂર્વ ભારતીય ખેલાડી અજીત અગરકરનું છે જ્યારે બીજું નામ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી શેન વોટસનનું છે. આ બંને ખેલાડીઓ આગમી સિઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે જોવા નહીં મળે.
You’ll always have a place to call home here 💙
Thank You, Ajit and Watto, for your contributions. All the very best for your future endeavours 🙌#YehHaiNayiDilli pic.twitter.com/n25thJeB5B
— Delhi Capitals (@DelhiCapitals) June 29, 2023
રિકી પોન્ટિંગને બહાર કરવાની હતી અટકળો
IPL 2023ના પૂર્ણ થયા બાદ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે એવી ચર્ચા હતી . જો કે, ફ્રેન્ચાઇઝીના માલિકે ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી છે કે પોન્ટિંગ આગામી સિઝનમાં પણ કોચ તરીકેની જવાબદારી નિભાવશે.
ટ્વીટ કરી આપી જાણકારી
દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી તરફથી તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી અજીત અગરકર અને શેન વોટસનના ટીમથી અલગ થવાની જાણકારી આપવામાં આવી હતી. આમાં તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, તમારા માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. અજિત અને વટ્ટો, તમારા ટીમમાં યોગદાન બદલ આભાર. ભવિષ્ય માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
The CAC is set to appoint the chief selector for the Indian men’s team, with Ajit Agarkar likely to take on the role. Interviews for the post will be held on July 1.
It is reported that Agarkar is a frontrunner for chief selector’s post. pic.twitter.com/VGdXV8uBz5
— Vipin Tiwari (@vipintiwari952) June 28, 2023
અગરકર BCCI ચીફ સિલેક્ટર બનવાની રેસમાં
અજીત અગરકર ભલે હવે દિલ્હી કેપિટલ્સનો ભાગ નહીં હોય પરકણતું તે હાલમાં વધુ એક મોટા પદ માટેની રેસમાં સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય પસંદગીકારની રેસમાં તેનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. દિલ્હી કેપિટલ્સથી અલગ થયા બાદ હવે આ વાતની શક્યતા પણ ઘણી વધી ગઈ છે. BCCI દ્વારા આ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેની અંતિમ તારીખ 30 જૂન છે.
આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલી લોર્ડ્સ ટેસ્ટ જોવા સ્ટેડિયમ પહોંચ્યો, તસવીરો થઈ વાયરલ
અગરકરની સફળ ક્રિકેટ કારકિર્દી
અજીત અગરકરે સફળ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત તરફથી રમતા ત્રણેય ફોર્મેટમાં યોગદાન આપ્યું હતું. અગરકરે લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે ODI ફોર્મેટમાં મુખ્ય ઝડપી બોલરની ભૂમિકા ભજવી છે. અગરકરના નામે વનડેમાં 288 વિકેટ છે. જ્યારે ટેસ્ટમાં અગરકરે 58 વિકેટ લીધી છે જ્યારે T20 આંતરરાષ્ટ્રીયમાં તેણે 3 વિકેટ લીધી હતી. અગરકર વર્ષ 2007માં સૌપ્રથમ T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો.