દીપક ચહર એરલાઇન પર ગુસ્સે થયો, કહ્યું ન તો જમવાનું મળ્યું કે ન તો મારો સામાન મળ્યો

|

Dec 03, 2022 | 3:16 PM

ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહરે (Deepak Chahar)ટ્વીટ કરીને એક એરલાઈન્સ પર આરોપ લગાવ્યો છે કે તેમને સારી સુવિધા નથી મળી.

દીપક ચહર એરલાઇન પર ગુસ્સે થયો, કહ્યું ન તો જમવાનું મળ્યું કે ન તો મારો સામાન મળ્યો
દીપક ચહર એરલાઇન પર ગુસ્સે થયો
Image Credit source: Instagram

Follow us on

ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહર માટે વનડે સિરીઝ માટે બાંગ્લાદેશ પહોચવું ખુબ જ અધરું બન્યું છે. ચહર ન્યુઝીલેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમમાં સામેલ હતો અને ત્યાંથી અન્ય ખેલાડીઓની સાથે તે બાંગ્લાદેશ જવા માટે રવાના થયો હતો. ભારતીય ટીમ રવિવારના રોજ ત્રણ વનડે મેચની સિરીઝ રમવાનું શરુ કરશે. ચહરે બાંગલાદેશ પહોંચી ટ્વિટ કરીને જણાવ્યું કે, તેના માટે સફળ કેટલી મુશ્કિલભરી હતી. તેણે એરલાઈન પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ભારતીય ટીમના જે ખેલાડીઓ ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો હતો. તે ઢાંકા પહેલા પહોંચી ગયા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર અન્ય ખેલાડીઓને શુક્રવારે મોડી રાત્ર સુધીમાં ઢાકા પહોંચવાનું હતુ પરંતિ શનિવારના સવારે તે ત્યાં પહોંચ્યો. ચહરે જણાવ્યું કે, સૌથી મુશ્કિલ સમય હતો તેનો સામાન આવ્યો ન હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

ચહરે એરલાઈન પર ગુસ્સો કાઢ્યો

ભારતીય ટીમનો ખેલાડી જે એરલાઈનથી મુસાફરી કરી રહ્યો હતો. તેના પર ગુસ્સે થયો હતો તેણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, મલેશિયા એરલાઈન્સની સાથે સફળ કરવાનો અનુભવ ખરાબ રહ્યો છે. પહેલા તેમણે અમને પુછયા વગર અમારી ફ્લાઈટ બદલાવી નાંખી. આ સિવાય બિઝનેસ ક્લાસ ટિકિટ હોવા છતાં અમને જમવાનું મળ્યું નહિ, અમે છેલ્લા 24 કલાકથી અમારા સામાનની રાહ જોઈ રહ્યા છીએ. વિચારવાની વાત તો એ છે કે, કાલે મારી મેચ રમવાની છે.

એરલાઈને માફી માગી

ટ્વીટ બાદ મલેશિયા એરલાઈન્સે તેની માફી માંગી અને તેને જલ્દીથી જલ્દી સામાન પહોંચાડવા કહ્યું. જોકે ચહર આનાથી બહુ ખુશ દેખાતો નહોતો. મલેશિયા એરલાઈન્સે ચહરને ફરિયાદ નોંધાવવા માટે એક લિંક મોકલી હતી પરંતુ ક્રિકેટરનું કહેવું છે કે લિંક ખુલી રહી નથી. મલેશિયા એરલાઇન્સે ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે ખરાબ હવામાન અને તકનીકી કારણોસર હોઈ શકે છે. અસુવિધા માટે અમે દિલગીર છીએ.

Next Article