DC vs SRH Playing XI IPL 2023: દિલ્હી કેપિટલ્સે હાર્યો ટોસ, પ્રિયમ ગર્ગ કરશે ડેબ્યૂ, જુઓ પ્લેઈંગ 11
DC vs SRH Toss and Playing XI News: દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. બંને ટીમો સિઝનમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહી છે.
IPL 2023 ની 40મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સિઝનમાં સૌથી નબળુ પ્રદર્શન કરનારી બે ટીમો દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ એક બીજાના આમને સામને થઈ રહી છે. દિલ્હીમાં એડન માર્કરમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે. આમ દિલ્હી કેપિટલ્સ ટીમ ટોસ હારીને ઘર આંગણે રનચેઝ કરતા નજર આવશે. દિલ્હીએ પોતાની ટીમમાં પ્રિયમ ગર્ગને અંતિમ ઈલેવનમાં હૈદરાબાદ સામે સ્થાન આપ્યુ છે. તે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
સિઝનમાં બંને ટીમોનુ પ્રદર્શન ખૂબ જ કંગાળ રહ્યુ છે. બંને ટીમો પોઈન્ટ્સ ટેબલમાં તળીયાના સ્થાન પર છે. દિલ્હી અને હૈદરાબાદ અત્યાર સુધીમાં 7-7 મેચ રમી ચુક્યા છે. જેમાંથી બંને ટીમોને માત્ર 2-2 જીત નસીબ થઈ છે. જ્યારે બંને ટીમોએ 5-5 મેચ ગુમાવી દીધી છે. આમ આજે જીત મેળવનારી ટીમના ખાતામાં હવે 8 મેચ રમીને 3 જીત નોંધાઈ શકે છે. જોકે બંને ટીમને કોઈ ખાસ ફાયદો થવો મુશ્કેલ છે. બંને માટે પ્લેઓફમાં પહોંચવુ મુશ્કેલ બની ચુક્યુ છે.
🚨 Toss Update 🚨@SunRisers win the toss and elect to bat first against @DelhiCapitals.
Follow the match ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/pE57Z4qtXy
— IndianPremierLeague (@IPL) April 29, 2023
વોશિંગ્ટન સુંદર બહાર
મેચ પહેલા જ હૈદરાબાદના ચાહકોને માટે નિરાશાજનક સમાચાર છે. ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રિંગની સમસ્યાને લઈ પૂરી સિઝનથી બહાર થઈ ચુક્યો છે. આમ એક મહત્વનો ખેલાડી હૈદરાબાદને ખોટ વર્તાશે.
દિલ્હી કેપિટલ્સ ટીમમાં પ્રિયમ ગર્ગને અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યુ છે. આ પહેલા પ્રિયમ ગર્ગ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો હિસ્સો હતો. આમ પોતાની પૂર્વ ટીમની સામે ગર્ગને સ્થાન મળ્યુ છે.
દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ 11
સનરાઇઝર્સ હૈદરાબાદ: એડન માર્કરમ (કેપ્ટન), હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અભિષેક શર્મા, અબ્દુલ સમદ, અકીલ હુસૈન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ઉમરાન મલિક.
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, કુલદીપ યાદવ, એનરિચ નોરખિયા, ઈશાંત શર્મા, મુકેશ કુમાર
આ પણ વાંચોઃ Most wickets in IPL 2023: ભારતીય બોલરો વગાડી રહ્યા છે ડંકો, કરોડો રુપિયાના વિદેશી ખેલાડીઓને છોડી દીધા પાછળ
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…