T20 World Cup: ડેવિડ વોર્નર મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ની માફક જ ઠંડા પીણાની બોટલને હટાવી દીધી, અને કહ્યુ આમ, જુઓ વિડીયો

|

Oct 29, 2021 | 10:18 AM

ડેવિડ વોર્નર (David Warner) શ્રીલંકા સામે મજબૂત ઇનિંગ રમીને ફોર્મમાં પાછો ફર્યો અને પછી તેણે પ્રેસ કોન્ફરન્સમાં જે કર્યું તેનાથી ચર્ચામાં બન્યો છે.

T20 World Cup: ડેવિડ વોર્નર  મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ની માફક જ ઠંડા પીણાની બોટલને હટાવી દીધી, અને કહ્યુ આમ, જુઓ વિડીયો
David Warner

Follow us on

વિશ્વના મહાન ફૂટબોલરોમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Christiano Ronaldo) એ, યૂરો કપ-2020 (Euro Cup-2020) ની મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં એવું કામ કર્યું કે એક કંપનીને કથિત રીતે કરોડોનું નુકસાન થયું હતુ. રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સ શરૂ થતા પહેલા પોતાની સામે મુકેલી ઠંડા પીણાની બોટલ હટાવી દીધી હતી.

હાલમાં સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) રમાઈ રહ્યો છે અને તેમાં પણ એક ખેલાડીએ રોનાલ્ડોની જેમ કંઈક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ખેલાડીનું નામ છે ડેવિડ વોર્નર (David Warner) . ઓસ્ટ્રેલિયન ઓપનરે શ્રીલંકા સામે રમાયેલી મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોની જેમ જ કંઈક કર્યું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જ્યારે વોર્નર પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા માટે ખુરશી પર બેઠો હતો ત્યારે તેની સામે ઠંડા પીણાંની બે બોટલ મૂકવામાં આવી હતી. વોર્નરે આ બે બોટલ ઉપાડી અને પોતાની પાસે રાખી. પછી તેણે માઈક ઠીક કરવા આવેલા વ્યક્તિને પૂછ્યું, શું હું તેને હટાવી શકું? ત્યારે તેની સામે બેઠેલા કોઈએ તેને કંઈક કહ્યું અને તેણે જવાબ આપ્યો, તો મારે તેને ત્યાં જ રાખવી પડશે. જો તે ક્રિસ્ટિયાનો માટે સારું છે, તો તે મારા માટે પણ સારું છે.

વોર્નરનું શાનદાર પુનરાગમન

વોર્નર છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. IPL માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે પણ તે નિષ્ફળ ગયો હતો અને તેથી જ તેની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ હતી. વોર્નરે ગઈકાલે જ કહ્યું હતું કે તેને નથી લાગતું કે હૈદરાબાદની ટીમ તેને જાળવી રાખશે. તેથી તે આઈપીએલની આગામી સિઝનની હરાજીમાં પોતાને સામેલ કરશે.

ઓપનર વોર્નર પણ શ્રીલંકા સામે તેના ફોર્મમાં પાછો ફર્યો હતો અને તેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ મેચમાં વોર્નરે 42 બોલમાં 65 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ છ વિકેટે 154 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક 17 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

રોનાલ્ડોને કર્યો હતો ફોલો

યુરોપ કપ-2020ની મેચ બાદ રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાંથી જાણીતી કંપની ઠંડા પીણાંની બોટલ હટાવી દીધી હતી. આ પછી બીજા ઘણા ખેલાડીઓએ આવું કર્યું. તે પીણાંની કંપની અને યુઇએફએ વચ્ચે એક કરાર છે અને આ કારણોસર બંનેએ ખાતરી કરી હતી કે ભવિષ્યમાં રોનાલ્ડોએ જે કર્યુ હતુ તે કોઈ બીજુ નહી કરે. પરંતુ રોનાલ્ડોએ જે કર્યું તેના કારણે કંપનીને 5.2 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: આનુ નામ તે બદલો ! વિશાળ છગ્ગો લગાવ્યો તો મિશેલ સ્ટાર્કે બીજા જ બોલે જ સ્ટંપ ઉખેડી ફેંક્યા

આ પણ વાંચોઃ T20 World Cup 2021: હાર્દિક પંડ્યાએ મજબૂરીમાં શરુ કરી બોલીંગ, ધોની અને વિરાટ કોહલી એ લીધો મોટો નિર્ણય!

Published On - 9:59 am, Fri, 29 October 21

Next Article