AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: અમદાવાદ ની નવી ટીમ ખરીદનાર CVC કેપિટલને લઇને સવાલો સર્જાયા છે, આ દરમિયાન BCCI એ કહ્યુ-બધુ બરાબર છે.

BCCI એ આગામી IPLમાં બે નવી ટીમોનો સમાવેશ કર્યો છે, પરંતુ તેમની હરાજી બાદ જ ભારતીય બોર્ડને ઘણા સવાલોના જવાબ આપવા પડી રહ્યા છે.

IPL: અમદાવાદ ની નવી ટીમ ખરીદનાર CVC કેપિટલને લઇને સવાલો સર્જાયા છે, આ દરમિયાન BCCI એ કહ્યુ-બધુ બરાબર છે.
BCCI-IPL Trophy
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 10:03 AM
Share

BCCI એ IPL ની આગામી સિઝનમાં બે નવી ટીમોને સામેલ કરવા માટે હરાજી કરી હતી. જેમાં તેને બે નવી ટીમોના માલિકો મળ્યા હતા. સંજીવ ગોએન્કાએ લખનૌ ફ્રેન્ચાઇઝી લીધી, જ્યારે CVC કેપિટલે અમદાવાદ (Ahmedabad) ફ્રેન્ચાઇઝી ખરીદી છે. પરંતુ આ પછી અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે. સંજીવ ગોએન્કા ઈન્ડિયન સુપર લીગ (IPL) ટીમ એટીકે મોહન બાગાનના પણ માલિક છે અને તેમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પણ સામેલ છે. આવી સ્થિતિમાં, હિતોના ટકરાવનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. પરંતુ ગાંગુલીએ ફૂટબોલ ક્લબ સાથેના સંબંધો તોડી નાખ્યા અને તેને સમાપ્ત કરી દીધા છે, પરંતુ CVC સાથે બીજો મુદ્દો છે.

સીવીસી આંતરરાષ્ટ્રીય બજારમાં સટ્ટાબાજીમાં સામેલ છે. IPLના પૂર્વ ગવર્ને પોતાના ટ્વીટ દ્વારા આ વાતનો પર્દાફાશ કર્યો છે. તેમણે લખ્યું, મને લાગે છે કે સટ્ટાબાજીની કંપનીઓ IPL ટીમો ખરીદી શકે છે. આ ચોક્કસપણે એક નવો નિયમ હશે કારણ કે લાયક બિડર સટ્ટાબાજીની કંપનીનો માલિક છે. શું બીસીસીઆઈએ તેનું હોમવર્ક કર્યું નથી? આવા કિસ્સામાં એન્ટી કરપ્શન શું કરી રહ્યું છે?

આમની સાથે છે સંબંધિત

CVC કેપિટલસ પાર્ટનર્સ દ્વારા જારી કરાયેલા નિવેદનો અનુસાર, તે Tipico નામની કંપનીમાં મોટો હિસ્સો ધરાવે છે. જર્મનીમાં આ કંપનીનો આધાર ઘણો મજબૂત છે, 2016માં આ કંપનીએ UKની Sky Betting અને 2014માં ગેમિંગમાં પણ પગ રાખ્યો હતો. આ સ્થળોએ સટ્ટાબાજીની છૂટ છે. ભારતમાં આમાંથી કોઈ કાર્ય કરતું નથી.

રિપોર્ટમાં BCCI ના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે, કે બોર્ડે બધું જોઈને સીવીસીને માન્યતા આપી છે. અધિકારીએ કહ્યું, ખાનગી કંપનીઓ હંમેશા અલગ-અલગ કંપનીઓમાં રોકાણ કરે છે. તેથી જ્યાં સુધી તે ભારતીય કાયદા મુજબ પ્રતિબંધિત કંપનીમાં રોકાણ ન કરે ત્યાં સુધી તેમાં કોઈ સમસ્યા નથી.

એવું જાણવા મળે છે કે BCCIએ બુધવારે ફરી એકવાર CVCના રોકાણની તપાસ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. કે બિડ સબમિટ કરતી વખતે તેમના તરફથી કંઈપણ અઘોષીત રહી ગયું છે કે કેમ. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, કોઈ બીડરે પણ વિજેતા કંપની સામે કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી.

અદાણી જૂથમાં નિરાશા

સંજીવ ગોએન્કાની કંપનીએ 7,090 કરોડ રૂપિયા આપીને લખનૌ ફ્રેન્ચાઈઝીને પોતાના નામે કરી લીધી હતી. તે જ સમયે, CVC એ અમદાવાદ ફ્રેન્ચાઇઝીને રૂ. 5,625 કરોડમાં હસ્તગત કરી હતી. પરંતુ ફરી એકવાર અદાણી ગ્રુપ IPL ટીમ પોતાના નામે કરવામાં અસફળ રહી છે. અગાઉ, અદાણી જૂથ 2010 માં પણ IPL ટીમને પોતાના નામે કરવામાં અસફળ રહી હતી.

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Points Table: નામીબિયાએ સ્કોટલેન્ડ સામે જીત મેળવી ભારતીય ટીમની સ્થિતી વધુ મુશ્કેલ બનાવી દીધી!

આ પણ વાંચોઃ  T20 World Cup: ટીમ ઇન્ડીયા પર ટૂર્નામેન્ટથી બહાર થવાનુ તોળાતુ સંકટ, આ 4 બાબતો છે મુખ્ય કારણ

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">