CSK vs PBKS Playing XI IPL 2022: ચેન્નાઈએ ટોસમાં મારી બાજી, બંને ટીમોમાં ફેરફાર સર્જાયા
CSK vs PBKS Toss Updatein Gujarati: ચેન્નાઈ સુપર કિંગ્સ આ પહેલા રમેલ બંને મેચમાં હાર સહન કરી છે, આમ સિઝનમાં પ્રથમ મેચ જીતવા માટે આજે યલો ટીમ પુરો દમ લગાવી દેશે
IPL 2022 માં પ્રથમ જીતની શોધમાં રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ, તેમની ત્રીજી મેચમાં પંજાબ કિંગ્સ (CSK vs PBKS) સામે ટકરાશે. આ સિઝનની આ 11મી મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ટોસ જીતીને અપેક્ષા મુજબ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ જીતવાથી ચોક્કસપણે ચેન્નાઈનું મનોબળ વધ્યું હશે, કારણ કે અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાંથી 7 પ્રથમ બોલિંગ કરનારી ટીમોએ જીતી છે. આજની મેચ માટે બંને ટીમોએ પ્લેયીંગ ઈલેવન (CSK vs PBKS Playing 11) માં પરિવર્તન કર્યુ છે. જોકે પંજાબના ચાહકોએ સ્ટાર ઈંગ્લીશ બે્ટ્સમેન જોની બેયરિસ્ચોની બેટીંગ જોવા માટે હજુ પણ રાહ જોવી પડશે, કારણ કે તેને રવિવારે પણ મેચમાં સ્થાન આપવામાં આવ્યુ નથી.
જો ટીમોની વાત કરવામાં આવે તો ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગની તાકાતમાં વધારો આ મેચમાં થયો છે. કારણ કે આ મેચમાં ઈંગ્લેન્ડના ક્રિસ જોર્ડન ફીટ થઈ ચુક્યો છે અને તે સિઝનની પ્રથમ મેચ રવિવારની પંજાબ સામેની મેચમાં રમી રહ્યો છે. તેને ટીમમાં તુષાર દેશપાંડેના સ્થાને સમાવવામાં આવ્યો છે. જે પ્રથમ બંને મેચમાં પ્રભાવિત રમત રમી શક્યો નહોતો. સંજોગોવસાત તે પાછળની સિઝન સુધી પંજાબનો જ હિસ્સો હતો અને રવિવારે તે તેની પ્રથમ મેચ પંજાબની સામે જ રમી રહ્યો છે.
Congratulations to Vaibhav Arora & Jitesh Sharma who are set to make their debuts for @PunjabKingsIPL. 👏 👏
Follow the match ▶️ https://t.co/ZgMGLamhfU #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Uk5arKXnJi
— IndianPremierLeague (@IPL) April 3, 2022
CSK vs PBKS: આ પ્લેઇંગ XI છે
ચેન્નાઈ સુપર કિંગ્સ: રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની (વિકેટકીપર), ડ્વેન પ્રિટોરિયસ, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન અને મુકેશ ચૌધરી
પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, ભાનુકા રાજપક્ષે (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, વૈભવ અરોરા, ઓડિયોન સ્મિથ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ, રાહુલ ચહર.