AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma, IPL 2023: રોહિત એન્ડ કંપની હવે પંજાબ બાદ ચેન્નાઈનો લેશે બદલો, ચેપોકમાં થશે જબરદસ્ત ટક્કર

CSK vs MI: IPL 2023 માં શનિવારે ડબલ હેડર દિવસ છે. મુંબઈ અને ચેન્નાઈ સિઝનમાં બીજી વાર એક બીજા સામે ટકરાઈ રહ્યા છે. અગાઉ વાનખેડેમાં ધોની સેના સામે રોહિત એન્ડ કંપનીની હાર થઈ હતી.

Rohit Sharma, IPL 2023: રોહિત એન્ડ કંપની હવે પંજાબ બાદ ચેન્નાઈનો લેશે બદલો, ચેપોકમાં થશે જબરદસ્ત ટક્કર
Rohit Sharma eye on to take revenge from MS Dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 11:15 AM
Share

IPL 2023 માં શનિવારે ડબલ હેડર દિવસ છે. દિવસની પ્રથમ મેચ જબરદસ્ત રહેનારી છે. રોહિત શર્મા અને ધોની આજે આમને સામને થશે. ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થનારી છે. મુંબઈ અને ચેન્નાઈ બંને માટે આજે જીત જરુરી છે. બંને ટીમો એક બીજા સામે મરણીયા બનીને મેદાને ઉતરશે. રોહિત શર્મા એન્ડ કંપની ધોની સામે બદલાનો ઈરાદો રાખશે. વાનખેડેમાં મુંબઈએ ચેન્નાઈ સામે હાર સહન કરી હતી. હવે, ચેન્નાઈને તેના જ ઘરમાં હરાવીને પ્લેઓફની રેસમા ટકી રહેવાનો પ્રયાસ કરશે.

8 એપ્રિલે વાનખેડેમાં મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ઘર આંગણે હારનો સામનો કર્યો હતો. સિઝનમાં હવે ફરી બંને ટીમો આમને સામને થઈ રહી છે. આઈપીએલની બંને ટીમો સૌથી સફળ છે. બંને કેપ્ટન ટૂર્નામેન્ટના સૌથી સફળ છે. ચેન્નાઈએ ધોનીની આગેવાનીમાં ચાર વાર અને મુંબઈએ રોહિત શર્માની આગેવાનીમાં પાંચ વાર ટ્રોફી જીતી છે. જોકે આ સિઝનમાં બંને ટીમો માટે સ્થિતી સંઘર્ષની છે.

આ પણ વાંચોઃ Nitish Rana- Saachi Marwah: KKR ના સુકાની નીતીશ રાણાની પત્નિનો પિછો કરી કારને ટક્કર મારી, ઘટનાથી સાચી ડરી ગઈ!

મુંબઈ અને ચેન્નાઈને પોઇન્ટ્સની જરુર

ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરવામાં આવેતો સિઝનમાં તે 11 પોઈન્ટ્સ ધરાવે છે. લખનૌ સામેની અંતિમ મેચમાં વરસાદ વરસતા મેચ રદ થઈ હતી અને એક એક પોઈન્ટ વહેંચી દેવામાં આવતા ચેન્નાઈ પાસે હાલ 11 પોઈન્ટસ છે. ચેન્નાઈ પોતાની 10 મેચ રમી ચુક્યુ છે અને 5 મેચમાં જીત ધરાવે છે. હવે શનિવારે પોતાની 11મી મેચ રમશે. આવી સ્થિતીમાં હવે ચેન્નાઈ માટે જીત જરુરી છે. ચેન્નાઈ જોકે ટોપ ફોરમાં સમાવેશ ધરાવે છે અને તે ત્રીજા સ્થાને છે.

મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. ચેપોકમાં જીત સાથે મુંબઈ સીધુ જ બીજા ક્રમે પહોંચી જઈ શકે છે. મુંબઈ સિઝનમાં 9 મેચ રમીને 5 જીત ધરાવે છે. આમ 10મી મેચ રમતા મુંબઈ છઠ્ઠી જીત મેળવે તો ગુજરાત બાદ બીજા ક્રમે પહોંચી શકે છે. જોકે ચેન્નાઈને તેના જ ઘરમાં હરાવવુ એ ખૂબ જ મુશ્કેલ કામ છે.

પંજાબનો મોહાલીમાં બદલો લીધો

વાનખેડેમાં પંજાબ કિંગ્સે મુંબઈ સામેની અંતિમ મેચમાં જીત મેળવી હતી. એ મેચમાં અર્શદીપ સિંહે ધમાલ મચાવી દીધી હતી. જેમાં પંજાબે 13 રનથી જીત મેળવી હતી. જોકે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મોહાલીમાં મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ જીત મેળવી હતી. સૂર્યા કુમાર અને ઈશાન કિશને મોહાલીમાં ધમાલ મચાવી હતી અને જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">