CSK vs LSG Playing XI IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને બેટીંગમાં ઉતાર્યુ, જુઓ પ્લેયીંગ ઈલેવન
CSK vs LSG Playing XI: લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને તેમની પ્રથમ મેચમાં હારી ગયા હતા, તેથી વિજય પર નજર રાખીને, પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવામાં આવી છે.
IPL 2022 ની સાતમી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Lucknow Super Giants vs Chennai Super Kings) વચ્ચે મુકાબલો છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં તેઓએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે અને પ્લેઈંગ ઈલેવનમાં મોઈન અલી (Moeen Ali) નો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડના ત્રણેય ખેલાડી ડેવોન કોન્વે, મિશેલ સેન્ટનર અને એડમ મિલ્ન બહાર થઇ ગયા છે. તેની જગ્યાએ મોઈન અલી ઉપરાંત મુકેશ ચૌધરી અને ડ્વેન પ્રિટોરિયસનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુકેશ ઝડપી બોલર છે, જ્યારે ડ્વેન ઓલરાઉન્ડર છે.
વિઝાના કારણે મોઇન મોડો આવ્યો હતો. આ કારણે તે KKR સામેની પ્રથમ મેચમાં રમી શક્યો નહોતો. CSKની પ્લેઈંગ ઈલેવનના કોમ્બિનેશન પ્રમાણે તે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. લખનૌએ પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કર્યો છે. તેમણે ઝડપી બોલર મોહસિન ખાનના સ્થાને એન્ડ્યુ ટ્રાયનો સમાવેશ કર્યો છે. ચેન્નાઈની ટીમ આ મેચમાં ત્રણ વિદેશી ખેલાડીઓ સાથે મેદાને ઉતરી રહી છે. જ્યારે લખનૌએ પાછળની મેચની તુલનાએ આ વખતે ચાર વિદેશી ખેલાડીઓને સમાવ્યા છે.
ટોસને લઇને આમ કહ્યુ, રાહુલ-રવિન્દ્રએ
કેએલ રાહુલે ટોસ જીત્યા બાદ કહ્યુ હતુ કે, સારી ક્રિકેટ રમવુ જરુરી છે. અહી જોયુ હતુ કે બીજી ઈનીંગમાં બોલ ભીનો થયો હતો. આ કારણે પહેલા બોલીંગ પસંદ કરી હતી. આ પિચ નવી છે અને અને તેના પર ઘાસ પણ છે, તો શરુઆતમાં વિકેટ લેવી પડશે. પાછળની મેચમાં પ્રમાણમાં સારી ટક્કર રહી હતી. ત્યાં રવિન્દ્ર જાડેજાએ કહ્યુ કે તે ટોસ જીતીને બોલીંગ જ પસંદ કરતા. પરંતુ હવે આશા છે કે મોટો સ્કોર ખડકીશુ.
IPLમાં ચેન્નાઈ અને લખનૌ બંને પોતાની પ્રથમ મેચ હારી ચૂક્યા છે. CSK ને કોલકાતા નાઈટ રાઈડર્સે હરાવ્યું હતું. બીજી તરફ, લખનૌને ગુજરાત ટાઇટન્સે હરાવ્યું હતું. લખનૌ પહેલીવાર IPLમાં રમી રહ્યું છે.
પ્લેયીંગ ઈલેવન
🚨 Team News 🚨
1⃣ change for @LucknowIPL as Andrew Tye makes his debut
3⃣ changes for @ChennaiIPL as Moeen Ali, Dwaine Pretorius & Mukesh Choudhary named in the team.
Follow the match ▶️ https://t.co/uEhq27KiBB
A look at the Playing XIs 🔽 #TATAIPL | #LSGvCSK pic.twitter.com/6aAIXyc7xS
— IndianPremierLeague (@IPL) March 31, 2022
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન
રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, એમએસ ધોની, શિવમ દુબે, ડ્વેન બ્રાવો, તુષાર દેશપાંડે, ડ્વેન પ્રિટોરિયસ અને મુકેશ ચૌધરી.
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, એવિન લુઈસ, મનીષ પાંડે, દીપક હુડા, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, દુષ્મંતા ચમીરા, એન્ડ્રુ ટાય.