સ્ટાર ઝડપી બોલરને શમીને લાગ્યો ઝટકો! હસીન જહાંને માસિક ભથ્થુ ચૂકવવા કોર્ટે કર્યો આદેશ
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી મોહમ્મદ શમી અને તેની પત્નિ હસીન જહાં વચ્ચે છેલ્લા પાંચેક વર્ષથી કાયદાકીય લડાઈ ચાલી રહી છે. કોર્ટે આ દરમિયાન શમીએ હસીનને પ્રતિ મહિને રોકડ મદદ ચુકવવા આદેશ કર્યો છે.
ભારતીય ટીમ ના ઝડપી બોલર મોહમ્મદ શમી અને હસીન જહા વચ્ચે છેલ્લા પાંચેક વર્ષથી કાયદાકીય લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન હવે કોલકાતાની કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, હસીન જહાને માસિક રોકડ ભથ્થુ ચુકવી આપવામાં આવે. હસીન પ્રતિ મહિને રુપિયા 10 લાખ રુપિયા કમાણી કરતી હોવાની રજૂઆત થઈ હતી. જોકે આ અંગે કોઈ પૂરાવા યોગ્ય થયા નહોતા. કોર્ટે તેની આ માંગણી સામે પ્રતિ મહિને 50 હજાર રુપિયા ચુકવી આપવા માટેનો આદેશ કર્યો છે. શમીએ હવે તેને દર મહિને નિયત કરવામાં આવેલી રકમ ચૂકવી આપવી પડશે.
શમીની વાર્ષિક આવક ઈન્કમટેક્ષ મુજબ 7.19 કરોડ રુપિયા છે. જે આંકડાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેની સામે શમીની પત્નિ પ્રતિ મહિને 10 લાખ રુપિયાની આર્થિક આવક ધરાવતી હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. હસીનને આ મામલે જીત થઈ હતી, તેની આટલી આવક અંગેના કોઈ પૂરાવા ચોક્કસ થઈ શક્યા નહોતા. હસીનને પ્રતિ મહિને રોકડ સહાય ચુકવી આપવા માટે કોર્ટે હવે આદેશ ફરમાવ્યો છે.
કોર્ટે માસિક ખર્ચ તરીકે સહાય કરવા આદેશ કર્યો
આ પહેલા વર્ષ 2018 ના દરમિયાન ઓગષ્ટ માસમાં અલીપુર મેજીસ્ટ્રેટ નંબર 3 દ્વારા કરાયેલા આદેશને અલીપુરના અધિક જિલ્લા ન્યાયાધીશ અનિંદીતા ગાંગુલી દ્વારા યોગ્ય ગણાવતા આદેશ કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશ અનિંદીતા ગાંગુલીએ શમીને આદેશ કર્યો હતો કે, પ્રતિ માહ જીવન નિર્વાહ માટે હસીન જહાંને રકમની ચુકવણી કરવામાં આવે. તેઓએ કહ્યુ હતુ કે અગાઉનુ માફક હસીનની આ રકમની ચુકવણી કરવામાં આવે.
પ્રતિ મહિને 10 તારીખ આ માટે નિયત કરવામાં આવી છે. આ તારીખે શમી દ્વારા હસીનને 50 હજાર રુપિયાની ચુકવણી કરવામાં આવે એમ પણ કોર્ટે આદેશમાં ટાંક્યુ છે. આમ શમીને માટે આ એક મોટો ઝટકો કોર્ટના આદેશ થી લાગ્યો હશે એ સ્વાભાવિક છે.
જવાબદારી અને દાયીત્વનો મુદ્દો-જજ
જજે કહ્યું કે મોહમ્મદ શમીની આવક નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા વિભાગના ડેટા પરથી સ્પષ્ટ છે. તે વર્ષે ક્રિકેટર મોહમ્મદ શમીની કમાણી 7.19 કરોડ હતી. હસીન જહાં દર મહિને 10 લાખ રૂપિયા કમાય છે તેવા કોઈ પુરાવા નથી.
મોહમ્મદ શમીની પત્નીના જીવનને લઈને લાગેલા મોટાભાગના આરોપો મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોર્ટ નકારી ન શકે, બંનેનું અંગત જીવન મીડિયા અને જાહેર તપાસ હેઠળ છે, પરંતુ કાયદાની નજરમાં આ કેસ વિશ્વસનીય નથી. આ મામલે કોઈ સ્પષ્ટ માહિતી નથી કે હસીન જહાંએ ફરીથી લગ્ન કર્યા છે અને અલગ લગ્ન જીવન જીવી રહી છે. આ તબક્કે જવાબદારી અને દાયીત્વનો મુદ્દો સામે આવે છે.