Cricket: અમદાવાદ બાદ દેશમાં વિશ્વનુ ત્રીજુ સૌથી મોટુ સ્ટેડિયમ નિર્માણ પામશે, BCCI કરશે 100 કરોડની મદદ

|

Jul 04, 2021 | 1:30 PM

અમદાવાદનુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) વિશ્વનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. હવે ગુજરાતના પાડોશી રાજ્યનુ ક્રિકેટ એસોસિએશન પણ વિશાળ સ્ટેડિયમ બનાવશે.

Cricket: અમદાવાદ બાદ દેશમાં વિશ્વનુ ત્રીજુ સૌથી મોટુ સ્ટેડિયમ નિર્માણ પામશે, BCCI કરશે 100 કરોડની મદદ
Jaipur New Cricket Stadium Design

Follow us on

અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) વિશ્વનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે. હવે પાડોશી રાજ્ય માં પણ મોટા ક્રિકેટ સ્ટેડિયમનનુ નિર્માણ થનારુ છે. વિશ્વનુ ત્રીજુ સૌથી મોટુ સ્ટેડિયમ રાજસ્થાનના જયપુર (Jaipur) માં આકાર લેશે. આ માટે BCCI એ મદદનો હાથ લંબાવ્યો છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશન (Rajasthan Cricket Association) દ્રારા નિર્માણ પામનાર સ્ટેડિયમ વિશ્વનુ ત્રીજુ અને દેશનુ બીજુ સૌથી મોટુ સ્ટેડિયમ હશે.

વિશાળ અને સુંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેંન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ મેચ, અને T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ હતી. ત્યાર બાદ IPL 2021 ની મેચોનુ પણ આયોજન થયુ હતુ. આમ હવે ક્રિકેટ પ્રત્યેના વધતા આકર્ષણ સાથે દેશમાં નવા ક્રિકેટ સ્ટેડિયમ આકાર પામી રહ્યા છે. જે મેદાનો થી અન્ય રમતોને પણ સીધો ફાયદો થશે. બીસીસીઆઇ એ રાજસ્થાન ક્રિકેટ (RCA) ને 100 કરોડ રુપિયા ની ગ્રાન્ટ બાંધકામ કાર્ય માટે આપનાર છે.

100 એકર જમીનમાં તેયાર કરાશે

જયપુરમાં નિર્માણ થનારા દુનિયા ત્રીજા સૌથી મોટા સ્ટેડિયમમાં 75 દર્શકો એક સાથે ક્રિકેટ મેચને નિહાળી શકશે. વિશ્વમાં બીજા ક્રમાંકનુ વિશાળ સ્ટેડિમયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે. વિશાળ સ્ટેડિમયના નિર્માણ પાછળ 350 કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. જયપુર-દિલ્હી હાઇવે પર ચોંપ ગામ નજીક, આ માટે લીઝ પર 100 એકર જમીન મેળવવામાં આવી છે. જ્યાં બે અભ્યાસ માટેના બે મેદાન પણ તૈયાર કરવામાં આવશે. જેમાં ઘરેલુ ક્રિકેટ મેચોનુ આયોજન કરી શકાશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2 વર્ષમાં નિર્માણ કરાશે

દિલ્હી હાઇવે પર જયપુરના ચોંપમાં નિર્માણ પામનારા આ સ્ટેડિમયને આધુનિક ગુણવત્તાસભર બનાવાશે. વિશાળ સ્ટેડિયમની બહાર 4 હજાર થી વધુ કાર પાર્ક થઇ શકે તેવુ આયોજન કરવામાં આવશે. સાથે જ સ્પોર્ટસ એકેડમી, ક્લબ હાઉસ અને ઇંન્ડોર ગેમ્સ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામા આવશે. આ બધી જ સુવિધાઓ સાથેનુ ક્રિકેટ સંકુલ આગામી 2 વર્ષમાં નિર્માણ કરવામાં આવશે. જે માટે નિર્માણ કાર્ય ઝડપી બનાવાશે.

ખર્ચને પહોંચવા કોર્પોરેટ બોક્સથી આવક ઉભી કરાશે

ખર્ચની રકમને પહોંચી વળવા માટે RCA દ્રારા સ્ટેડિયમના કોર્પોરેટ બોક્સમાંથી આવક ઉભી કરવામાં આવશે. સ્ટેડિયમમાં કોર્પોરેટ બોક્સ ને વેચાણ કરીને આવક ઉભી કરવામાં આવશે. આ પહેલા જયપુરમાં સવાઇ માનસિંહ સ્ટેડિયમ (SMS Stadium) મોજૂદ છે. જે અનેક આંતરરાષ્ટ્રીય મેચોનુ સાક્ષી રહ્યુ છે. તેમજ અહી આઇપીએલ ની અનેક મેચ રમાઇ ચુકી છે.

 

આ પણ વાંચોઃ  Cricket: રસપ્રદ કિસ્સો, ન્યુઝીલેન્ડ સામે આ ટીમે પ્લેયીંગ ઇલેવનમાં અડધોઅડધ ‘ભાઇ-ભાઇ’ને મેદાને ઉતાર્યા

Next Article