Cricket: આ મિસ્ટ્રી સ્પિનરે ધોનીને 2 વાર બોલ્ડ કરીને ચકિત કરી દીધા હતા, હવે T20 World Cupમાં ધોનીના માર્ગદર્શન હેઠળ ધૂમ મચાવશે

|

Sep 09, 2021 | 7:14 PM

T20 World Cup 2021 માટે 15 સભ્યોની ભારતીય ટીમ (Team India) જાહેર કરવામાં આવી છે. સાથે જ ત્રણ ખેલાડીઓને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યા છે. ટીમ ઈન્ડીયામાં આ ટૂર્નામેન્ટના માટે પાંચ સ્પિનર પસંદ કરવામાં આવ્યા છે.

Cricket: આ મિસ્ટ્રી સ્પિનરે ધોનીને 2 વાર બોલ્ડ કરીને ચકિત કરી દીધા હતા, હવે T20 World Cupમાં ધોનીના માર્ગદર્શન હેઠળ ધૂમ મચાવશે
Varun Chakravarthy

Follow us on

બે અઢી વર્ષ પહેલા સુધી એક ખેલાડી ગુમનામીમાં હતો. આર્કિટેક્ચરનું કામ છોડ્યા બાદ ક્લબ ક્રિકેટમાં જૂતા ઘસવા લાગ્યો હતો. પરંતુ હવે 2021માં તે ખેલાડી ભારત માટે T20 વર્લ્ડ કપ (2021 T20 World Cup) રમશે. અહીં જે ખેલાડીની વાત કરવામાં આવી રહી છે તેનું નામ વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) છે. તેને 2021 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે.

 

વરુણ ચક્રવર્તી IPLથી ચર્ચામાં આવ્યો છે અને છેલ્લી સિઝનમાં તેણે અદભૂત કામ કર્યું હતું. IPL 2020 યુએઈમાં થઈ અને તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે કમાલની બોલિંગ કરી. હવે જ્યારે T20 વર્લ્ડ કપ પણ UAEમાં જ યોજાવાનો છે, ત્યારે ભારતીય ટીમ (Team India)માં તેને પણ લેવામાં આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

IPL 2020માં વરુણે 13 મેચ રમી અને 17 વિકેટ લીધી. તેની ઈકોનોમી 6.84 હતી અને તેણે 20 રનમાં પાંચ વિકેટનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેણે મહેન્દ્ર સિંહ ધોનીને બે વખત આઉટ કર્યો. બંને વખત બોલ્ડ કર્યો હતો. હવે ધોની આ ટીમનો મેન્ટર છે. વર્લ્ડકપ માટે તેની પસંદગી અંગે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું કે તે એક મિસ્ટ્રી સ્પિનર ​​છે. તેની બોલિંગ બેટ્સમેનો સમજી શકતા નથી. તેથી જ તેની પસંદગી કરવામાં આવી છે.

 

IPL 2020માં વરુણે આકર્ષણ જમાવ્યું

વરુણ ચક્રવર્તીએ IPLમાં અત્યાર સુધીમાં 21 મેચ રમી છે અને 25 વિકેટ લીધી છે. તેણે 2019માં પંજાબ કિંગ્સ (Punjab Kings) સાથે ડેબ્યૂ કર્યું હતું. 8.40 કરોડની બોલી સાથે પંજાબ તેને પોતાની સાથે લઈ ગયો હતો. પરંતુ તે એક મેચ બાદ ઈજાગ્રસ્ત થયો હતો. પછી પંજાબે તેને છોડી દીધો પરંતુ કોલકાતાએ લઈ લીધો. આઈપીએલ પહેલા વરુણ તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં તેની રમતથી દરેકનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. તે આર અશ્વિનની કેપ્ટનશીપમાં રમ્યો હતો.

 

30 વર્ષીય વરુણ ચક્રવર્તી તાજેતરમાં વનડે અને T20 શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. અહીં તેણે T20 ડેબ્યુ કર્યું. તેણે ત્રણ મેચમાં બે વિકેટ લીધી હતી. ગયા વર્ષે આઈપીએલ બાદ વરુણને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ તેને ફિટનેસને કારણે બહાર થવું પડ્યું. બાદમાં તેને ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણાની T20 શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ફરીથી ફિટનેસનું કારણ આડે આવ્યુ.

 

 

આ પણ વાંચોઃ India’s T20 World Cup Squad: આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને હજૂ 5 જ મહિના થયા અને 4 મેચ રમી શિખર ધવનને પછાડી વિશ્વકપ રમશે આ નસીબદાર ખેલાડી

 

આ પણ વાંચોઃ Devendra jhajharia : પેરાલિમ્પિક પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝડિયા, રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટે ખેલાડીઓની કરશે પસંદગી

Next Article