AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ઇંગ્લેંડથી સ્વદેશ પરત ફરી રહેલ શ્રીલંકન ક્રિકેટ ટીમના વિમાનમાં ઇંધણ ખૂટ્યુ, ભારતમાં ઇમર્જન્સી લેન્ડીંગ કરાયું

શ્રીલંકન ટીમ (Sri Lankan Team) ઇંગ્લેંન્ડ સામેની વન ડે અને ટી20 શ્રેણીમાં હાર બાદ સ્વદેશ પરત ફરી છે. કોલંબો જવા લંડનથી રવાના થયેલી ટીમના વિમાનમાં ઇંધણને લઇ ઇમર્જન્સી સર્જાઇ હતી.

Cricket: ઇંગ્લેંડથી સ્વદેશ પરત ફરી રહેલ શ્રીલંકન ક્રિકેટ ટીમના વિમાનમાં ઇંધણ ખૂટ્યુ, ભારતમાં ઇમર્જન્સી લેન્ડીંગ કરાયું
Sri Lankan Cricket Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 12:40 PM
Share

ઇંગ્લેન્ડ અને શ્રીલંકા (England vs Shi Lanka) વચ્ચે ટી20 અને વન ડે શ્રેણી રમાઇ હતી. જે બંને શ્રેણીમાં શ્રીલંકાને હાર મળી હતી. ત્યારબાદ હવે શ્રીલંકન ટીમ (Sri Lankan Team) સ્વદેશ પરત ફરી છે. ઇંગ્લેંન્ડથી પરત ફરવા દરમ્યાન ટીમના વિમાનનું ઇંધણ ખતમ થવાને લઇને આકાશમાં મુસીબત સર્જાઇ હતી. પરંતુ ભારતમાં વિમાનનું ઇમર્જન્સી ઉતરાણ કરવામાં આવ્યું હતું. જ્યાં ઇંધણ ભર્યા બાદ ટીમ શ્રીલંકાને લઇને વિમાન સ્વદેશ તરફ આગળ વધી શક્યુ હતું.

શ્રીલંકન ટીમના ખેલાડીઓને લઇને લંડનથી કોલંબો માટે ટીમના વિમાને ઉડાન ભર્યુ હતું. જે વિમાનનું ઇંધણ ખતમ થઇ ગયુ હતું. જેને લઇ આકાશમાં ઉડી રહેલા વિમાનમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. કારણ કે મોટાભાગની હવાઇ મુસાફરી દરિયા પર ખેડી હતી. આ દરમ્યાન ભારતીય સરહદ નજીકથી પસાર થતા શ્રીલંકન ટીમના વિમાને ભારતમાં ઇમર્જન્સી લેન્ડીંગ માટે મેસેજ કર્યો હતો.

વિમાનને કેરળના તિરુવનંતપુરમના આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડીંગ કરવામાં આવ્યુ હતું. જ્યાં વિમાનનું ઇંધણ ભરવામાં આવ્યુ હતું. મીડિયા રીપોર્ટ મુજબ શ્રીલંકાના હેડ કોચ મિકી આર્થર એ કહ્યુ હતું કે, અમારા વિમાનને ભારતમાં લેન્ડીંગ કરવું પડ્યું હતું. કારણ કે વિમાનનું ઇંધણ ખતમ થઇ ગયું હતું.

આગળ કહ્યુ કે, જ્યારે અમારુ વિમાન ભારતમાં ઉતર્યુ હતું, ત્યારે મે મારો મોબાઇલ જોયો હતો. જે દરમ્યાન ઇંગ્લેંન્ડના ઓરેશન મેનેજર વેન બેંટલીનો મેસેજ આવ્યો હતો. જેમણે મને વિમાનમાં ઇંધણ ખતમ થયુ હોવાની જાણકારી આપી હતી. જે પરિસ્થિતિ આખીય ટીમ માટે તણાવપૂર્ણ રહી હતી. જોકે હવે શ્રીલંકન ટીમ સ્વદેશ પરત પહોંચી ચુકી છે અને તમામ ખેલાડીઓને હોટલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

13 જૂલાઇથી ભારત વિરુદ્ધ શ્રીલંકા શ્રેણી રમાશે

ભારત અને શ્રીલંકા (India vs SriLanka) વચ્ચે આગામી આગામી 13 જૂલાઇથી પ્રથમ વન ડે મેચ રમાનારી છે. જ્યારે બીજી વન ડે મેચ 16 અને ત્રીજી વન ડે 18 જૂલાઇ એ રમાનારી છે. ત્યારબાદ 21 જૂલાઇથી ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની શરુઆત થશે. જેની બીજી મેચ 23 જૂલાઇ અને અંતિમ ત્રીજી મેચ 25 જૂલાઇએ રમાનારી છે. જે બંને શ્રેણીઓ શ્રીલંકાના પાટનગર કોલંબોમાં પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાનાર છે.

આ પણ વાંચોઃ  Sourav Ganguly Birthday સૌરવ ગાંગુલી જમણેરીથી ડાબોડી બન્યા, પ્રથમ બે ટેસ્ટ દરમ્યાન રચ્યો હતો ઇતિહાસ

g clip-path="url(#clip0_868_265)">