AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sourav Ganguly Birthday સૌરવ ગાંગુલી જમણેરીથી ડાબોડી બન્યા, પ્રથમ બે ટેસ્ટ દરમ્યાન રચ્યો હતો ઇતિહાસ

Sourav Ganguly Birthday: સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ ના તબક્કામાં ભારતીય ટીમ જીતની ભૂખ ધરાવતી ટીમ બની ચુકી હતી. ભારતીય ટીમનો હરીફ સામેનો જોશ ભરપૂર ભરાઇ ચુક્યો હતો.

Sourav Ganguly Birthday સૌરવ ગાંગુલી જમણેરીથી ડાબોડી બન્યા, પ્રથમ બે ટેસ્ટ દરમ્યાન રચ્યો હતો ઇતિહાસ
Sourav Ganguly
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 9:34 AM
Share

આજે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) નો 49 મો જન્મદીવસ છે. BCCI ના અધ્યક્ષ ને તેમના ખેલાડી કાળમાં મેદાનમાં મોટેભાગે ખેલાડીઓ તેને દાદા કહેતા હતા. દાદા તેના સમયે ક્રિકેટમાં પણ દાદા નો જ રુઆબ ધરાવતા હતા. એમ પણ કહેવામાં આવે છે, ભારતીય ટીમ (Team India) ને જીતની આદત સૌરવ ગાંગલીએ જ અપાવી હતી. તેમણે એક પ્રકારે હરીફ સામે જોશ ભારતીય ખેલાડીઓમાં ઉભો કર્યો હતો. ભારતીય ટીમ વિદેશોમાં પણ જીત મેળવવાની ભૂખ ધરાવતી થઇ હતી.

ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતે 49 ટેસ્ટ મેચ રમી હતી. જેમાંથી તેઓ 21 ટેસ્ટ જીતવામાં સફળ રહ્યા હતા. જ્યારે 13 મેચમાં હાર મળી હતી. 21 જીત પૈકી 11 ટેસ્ટ મેચ વિદેશી ધરતી પર ટીમ ગાંગુલીએ જીતી હતી. વન ડે ક્રિકેટમાં 146 મેચોમાં ગાંગુલી એ કેપ્ટનશીપ નિભાવી હતી, જેમાંથી તેણે 76 મેચમાં જીત મેળવી હતી. જ્યારે સળંગ બે વખત ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યુ હતુ. વિશ્વકપ 2003માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જોકે તેમાં વિશ્વવિજેતા બનવા થી ટીમ ચુકી ગઇ હતી.

સૌરવ ગાંગુલી એવા સમયે ભારતીય ટીમની કમાન હાથમા લીધી હતી, જે સમયે ભારતીય ક્રિકટ વિવાદોમાં હતુ. મેચ ફિક્સીંગને લઇ અનેક મોટા નામ ફિક્સીંગના મામલામાં આવી ચુક્યા હતા. જોકે ગાંગુલીએ એ બધુ જ ભુલાવતી વિશ્વ સ્તરીય અને જીત ભૂખી ટીમ તરીકે ઓળખ અપાવી દીધી હતી. ભારતીય ટીમે યુવા ખેલાડીઓના સહારે વિશ્વમાં ટોચની ટીમોમાં સ્થાન જમાવી દીધુ હતુ. 2001 માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની જીત, 2004 માં પાકિસ્તાનને તેના જ ઘરમાં વન ડે અને ટેસ્ટમાં હરાવી દીધુ હતુ.

ભાઇ ની કીટ નો ઉપયોગ કરતા સૌરવ ગાંગુલી

આમ તો સૌરવ ગાંગુલી પહેલા ફુટબોલ પસંદ કરી રહ્યા હતા. જોકે મોટા ભાઇ સ્નેહાશીષ ગાંગુલીના ક્રિકેટ રમવા પર તે પણ ક્રિકેટમાં આવી ચુક્યા હતા. સૌરવ આમ તો જમણેરી બેટ્સમેન હતા અને તેમના ભાઇ સ્નેહાશીષ ડાબોડી ખેલાડી હતા. આવામાં તેઓ ભાઇની કીટ ઉપયોગમાં લેવા લાગ્યા હતા. સૌરવ પણ લેફ્ટહેન્ડ બેટીંગ કરવાની શરુઆત કરી હતી. આમ તે જમણેરી માંથી ડાબોડી બેટ્સમેન બન્યા હતા.

લેફ્ટી બેટ્સમેન તરીકે તેમના ઓફ સાઇડ શોટ્સને માટે નવા નવા વિશેષણ પણ ઉપયોગમાં લેવાતા હતા. ગાંગુલીના સુંદર ઓફ સાઇડ શોટ્સને લઇને એક પેઢી લેફ્ટી રમવા તેમની કોપી કરવા પ્રેરાઇ હતી. ઓફ સાઇડની તેની તાકાત અંગે તમામ ટીમો જાણતી હતી. તેમના માટે ખાસ રણનીતિ હરીફ ટીમો બનાવતા અને તેને ગાંગુલી નિષ્ફળ બનાવતા રહેતા હતા.

બ્રિસ્બેનમાં 144 રનની ઇનીંગ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જ્યોફ લોસને એક વાર એક કિસ્સો કહી સંભળાવ્યો હતો. તેઓ એ કહ્યુ હતુ, 2003-04 માં ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન સ્ટીવ વો એ ગાંગુલી સામે ઓફ સાઇડ પુરી રીતે પેક કરી લીધી હતી. તેની સામે શોર્ટ પિચ બોલીંગ કરવા માટે કહ્યુ હતુ. સાથે જ ત્રણ સ્લીપ અને એક ગલી લગાવી દીધી હતી. છતાં કટ શોટ્સ દ્વારા ગાંગુલી એ રન બનાવ્યા હતા. તેમણે બ્રિસ્બેન ટેસ્ટમાં 144 રનની જબરદસ્ત ઇનીંગ રમી હતી. લોસને આગળ કહ્યુ હતુ કે, જ્યારે ગાંગુલી એ ઓફ સાઇડમાં ચોગ્ગો લગાવ્યો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન અને ખેલાડીઓ ખૂબ પરેશાન થઇ ગયા હતા.

બંગાળના ઘનાઢ્ય પરીવારના છે ગાંગુલી

સૌરવ ગાંગુલી ભારતીય ટીમમાં 1992માં સામેલ થયા હતા. જોકે શરુઆતમાં નિષ્ફળતા બાદ ટીમની બહાર થઇ ગયા હતા. કહેવામાં આવે છે કે, તેમણે એક્સટ્રા પ્લેયરના રુપમાં મેદાનમાં પાણી કે અન્ય સામાન લઇ જવા થી ના પાડી દીધી હતી. જોકે ગાંગુલી એ તે દાવાનો જોકે ઇન્કાર કર્યો હતો. ગાંગુલી બંગાળના સૌથી રઇશ પરીવારો પૈકી એક માંથી આવે છે. પૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકર એ એકવાર કહ્યુ હતુ, તેમને ખ્યાલ નથી કે ગાંગુલીનો પરીવાર કેટલો અમીર છે. જોકે 1992 માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સૌરવ ને દરરોજ તેના ઘરે થી ફોન આવતા હતા. જોકે ગાંગુલી એ પરીવારની અમીરીની અસર પોતાની રમત પર નહોતી પડવા દીધી.

ડેબ્યૂ ટેસ્ટમાં જ લોર્ડઝમાં નોધાવ્યુ હતુ શતક

ટીમ થી બહાર રહ્યા બાદ ઘરેલુ ક્રિકેટમાં સૌરવ ગાંગુલીએ ખૂબ રન બનાવ્યા હતા. જેને લઇને 1996 માં ઇંગ્લેંન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરાયો હતો. જોકે ટીમના કેપ્ટન મહંમદ અઝહરુદ્દીન ગાંગુલીને ટીમમાં સામેલ કરવા માટેના પક્ષમાં નહોતા. જેને લઇ સિરીઝની શરુઆતની મેચમાં તેઓએ પ્લેયીંગ ઇલેવનમાં સ્થાન નહોતુ મળ્યુ.

જોકે જ્યારે નવજોતસિંહ સિદ્ધુ એ અઝહર વચ્ચે ના વિવાદને લઇને પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. ત્યારે ગાંગુલીને લોર્ડઝ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. જેમાં તેણે શતક લગાવ્યુ હતુ. ત્યાર બાદ ટ્રેન્ટબ્રીઝમાં રમાયેલી આગળની ટેસ્ટમાં સળંગ બીજુ શતક લગાવ્યુ હતુ. આમ બે ટેસ્ટમાં બે શતક લગાવ્યા હતા, જે એક રેકોર્ડ નોંધાઇ ચુક્યો હતો જે તુટવો મુશ્કેલ હતો. વળી તેના શતક ઇંગ્લેન્ડની ધરતી પર બન્યા હતા આમ તેમણે ટીમમાં સ્થાન પાકુ કરી લીધુ હતુ.

પરીવારથી છુપાઇને કર્યા હતા લગ્ન

તેમના લગ્નનો કિસ્સો પણ ખૂબ જાણીતો છે. બાળપણ ની દોસ્ત અને પાડોશી ડોના ગાંગુલી સાથે તેમણે લગ્ન કર્યા હતા. જોકે સૌરવ અને ડોનાના પરીવાર એક બીજા સામે દુશ્મન હતા. એવામાં 1996 ના ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ જ્યારે ગાંગુલી ભારત પરત ફર્યા તો, ડોનાને સાથે લઇ જઇને એક મિત્રની મદદ થી પરીવારથી છુપાઇને લગ્ન કરી લીધા હતા. પરીવાર વાળાઓને જ્યારે સમાચાર મળ્યા તો હંગામો સર્જાઇ ગયો હતો. જોકે સૌરવ ગાંગુલી પોતાની જીદ પર રહ્યા અને બંને પરીવારો દુશ્મની ભુલી નવા સંબંધમાં જોડાયા હતા.

g clip-path="url(#clip0_868_265)">